તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ફરી આબાદ થઇ રહ્યા છે ઉત્તરાખંડના 1700 ભૂતિયા ગામ

દહેરાદૂન10 મહિનો પહેલાલેખક: પ્રમોદકુમાર
 • કૉપી લિંક
ઉત્તરકાશીમાં 5000 લોકો અન્ય રાજ્યોથી ગામોમાં પાછા આવ્યા છે. તસવીર ઉત્તરકાશીના એક ગામની છે. - Divya Bhaskar
ઉત્તરકાશીમાં 5000 લોકો અન્ય રાજ્યોથી ગામોમાં પાછા આવ્યા છે. તસવીર ઉત્તરકાશીના એક ગામની છે.
 • રોજગાર અને સંસાધનોની અછતથી ગામો ખાલી થઇ ગયા હતા, હવે લોકો અહીં રોકાવા તૈયાર
 • 2 લાખથી વધુ લોકો પાછા ફરી રહ્યા છે

સમગ્ર દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે. પણ ઉત્તરાખંડ માટે કોરોના એક સકારાત્મક ખબર લાવ્યો છે. જે લોકોએ રોજગાર માટે વર્ષો પહેલાં પોતાના પહાડી ગામ છોડી દીધા હતા. એ જ લોકો હવે પાછા ફરી રહ્યા છે. આ લોકોને છેલ્લા 10 વર્ષથી પરત લાવવાના સરકાર પ્રયાસો કરી રહી હતી. 10 વર્ષમાં અહીંથી 5 લાખથી વધુ લોકો પલાયન કરી ગયા હતા.
પરંતુ હવે ગ્રામ વિકાસ અને પલાયન પંચના રિપોર્ટ મુજબ 60 હજાર લોકો ઘેર પાછા આવી ગયા છે અને એક સપ્તાહમાં વધુ 1.50 લોકો પરત ફરી રહ્યા છે. આ લોકોને સાચવી રાખવા સરકારે પૂર્વ સીએસ ઇન્દુકુમાર પાંડેયના નેતૃત્વમાં હાઇપાવર કમિટી બનાવી છે. તેથી સંપૂર્ણપણે ભૂતિયા થઇ ગયેલા 1700 ગામ ફરી આબાદ થવાની અધિકારીઓને આશા છે.
2017માં સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતના વડપણ હેઠળ પલાયન આયોગ બન્યું હતું. તેના ઉપાધ્યક્ષ ડૉ. એસએસ નેગીના નેતૃત્વમાં 7950 ગ્રામ પંચાયતોમાં પહોંચી રિપોર્ટ તૈયાર કરાયો હતો. 2011માં 1034 ગામ ખાલી થયા હતા. જેની સંખ્યા 2018 સુધી 1734 થઇ ગઇ હતી.
પલાયન પંચની આ ભલામણો રાજ્ય સરકારે સ્વીકારી છે

 • પુનર્વસન માટે વિશેષ આર્થિક પેકેજ. લોન અને સબસિડી સરળતાથી અપાય.
 • વિશેષ સેલની સ્થાપના. આજીવિકા, લોન, વેપારમાં મદદ માટે હેલ્પલાઇન નંબર.
 • જે લોકો હોમસ્ટે, હોટલ, ટૂરિઝ્મ, એડવેન્ચર ગેમ જેવા બિઝનેસ સાથે સંકળાયેલા છે, તેમને ગામમાં જ આ ધંધા શરૂ કરાવવા.
 • પરત આવેલા દરેક સાથે વાત કરી તેના રસ અને અનુભવના હિસાબે ડેટાબેઝ તૈયાર કરવામાં આવે. તે રીતે જ રોજગાર આપવામાં આવે.
 • દરેક ગામમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો