હરિયાણાના પાનીપતમાં જાહેરમાં એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા થયાની ઘટના સામે આવી છે. 17 વર્ષનો સાગર તેના ફ્રેન્ડ સાથે એક કાફેમાં આવ્યો હતો. ત્યારે અચાનક 7થી 8 અન્ય વિદ્યાર્થીઓએ સાગરને બરફ તોડવાનો સોયો મારી દીધો હતો. આ પછી તે વિદ્યાર્થીઓએ ગંભીર રીતે ઘાયલ સાગરને ગડદા-પાટું પણ મારી હતી. છતાં ઘાયલ સાગર પોતાનો જીવ બચાવવા એક ઇલેક્ટ્રીકની દુકાનમાં ઘૂસી ગયો હતો. આ પછી સ્થાનિક લોકો સાગરને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયાં, પણ રસ્તામાં જ સાગરનું મોત થયું હતું. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં સાગર નામના વિદ્યાર્થીનો કોઈ વાંક નહોતો, પણ તેના ફ્રેન્ડનો બીજા વિદ્યાર્થીઓ સાથે થોડાં દિવસ પહેલાં ઝઘડો થયો હતો. એવામાં સાગર તેના ફ્રેન્ડ સાથે આવ્યો હતો હુમલામાં તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.