અક્ષયકુમાર અભિનિત ભૂલ-ભૂલૈયા આવવાના આશરે 16 વર્ષ બાદ તેની સિક્વલ ભૂલ-ભૂલૈયા 2 આવી છે. કાર્તિક આર્યનની આ ફિલ્મે ઓપનિંગ-ડેમાં જ 14.11 કરોડની કમાણી કરી. આ સાથે અત્યાર સુધી આવેલી બોલીવૂડની કુલ 14 ફિલ્મોને પછાડી દીધી. અગાઉ બચ્ચન પાંડેએ પ્રથમ દિવસે 13.25 કરોડનું કલેકશન કર્યું હતું.
ભૂલ-ભૂલૈયા 2 હવે ગોલમાલ અગેઇન પછી પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી હોરર મૂવી બની ગઇ છે. ગોલમાલ અગેઇને પ્રથમ દિવસે 30.14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતું. 2007માં આવેલી પ્રથમ ભૂલ-ભૂલૈયાથી લઇ અત્યાર સુધી બોલીવૂડમાં કુલ 85 હોરર ફિલ્મો બની. તેમાંથી માત્ર 17 હિટ અને 3 બ્લકબસ્ટર (સ્ત્રી, ગોલમાલ અગેઇન, ફૂંક) રહી.
2007થી આવેલી હિટ હોરર ફિલ્મો : બુલબુલ, હોન્ટેડ હિલ્સ, તુંબાડ, શૈતાન, રાગિણી એમએમએસ, પિત્ઝા, આત્મા, ગો ગોવા ગોન, 1920: ધ એવિલ રિટર્ન્સ, હોન્ટેડ, રાગિની એમએમએસ2, ભૂતનાથ, ફૂંક.
હજુ 7 હોરર ફિલ્મો આવવાની તૈયારીમાં
બોલીવૂડમાં હજુ 7 વધુ હોરર ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. તેમાં રોઝી- ધ સેફ્રન ચેપ્ટર, ઢૂંઢ, ફોનભૂત, રોકેટ ગેંગ, કકૂડા, ભેડિયા ઔર ગો ગોવા ગોન2 સામેલ છે. ભેડિયા ફિલ્મ 2018માં આવેલી સ્ત્રીની સિકવલ છે. જો કે હાલમાં આમાંથી કોઇ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી થઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.