• Gujarati News
 • National
 • 1.65 Lakh New Cases Were Reported In The Last 24 Hours, Killing 3,463 People; 2.64 Lakh Recovered, 27.40 Lakh People Recovered In Last 10 Days

મહારાષ્ટ્રમાં 15 જૂન સુધી લોકડાઉન લંબાવાયું:ઉદ્ધવે કહ્યું- દરરોજ મળી રહેલા કેસ હજુ પણ પહેલી લહેરની પીકની નજીક, આપણે સુરક્ષા ઘટાડવી જોઈએ નહીં

નવી દિલ્હી8 મહિનો પહેલા
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું-લોકડાઉન 15 જૂન સુધી લંબાવી શકાય છે
 • સરકાર જુલાઈ પુરો થતાં સુધીમાં 20-25 કરોડ ડોઝ ખરીદશે, જૂનમાં 10 કરોડ ડોઝ સીરમ પાસેથી મળશે
 • 47 દિવસ પછી સૌથી ઓછા કેસ, 19 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
 • દિલ્હી-મધ્યપ્રદેશમાં અનલોકની તૈયારી
 • દેશમાં હાલમાં 21.09 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

મહારાષ્ટ્રમાં કેસ ઓછા થવા છતાં રાજ્ય સરકારે લોકડાઉન 15 દિવસ માટે લંબાવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે કહી શકતા નથી કે કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, જોકે અમને અમારી સુરક્ષા ઓછી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે પ્રદેશના કેટલાક જિલ્લામાં હજુ પણ કેસ વધી રહ્યા છે.

ઉદ્ધવે કહ્યું કે દરરોજ મળી રહેલા કેસમાં ઘટાડો આવવા છતાં તે પહેલી લહેરની પીક નજીક છે. મહારાષ્ટ્રમાં રવિવારે 18,600 નવા કેસ સામે આવ્યા છે. તે મિડ માર્ચ બાદ સૌથી ઓછા છે. દરમિયાન 24 કલાકમાં 402 દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ અગાઉ 16 માર્ચના રોજ રાજ્યમાં 17,864 કેસ આવ્યા હતા.

દુકાન ખોલવાનો સમય લંબાવાઈ શકે છે
રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ જરૂરી દુકાન જે અત્યારે 7-11 વાગ્યા વચ્ચે ખોલવા માટે મંજૂરી છે, તેને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે ખોલવા મંજૂરી આપવામાં આવી શકે છે.

ઉદ્ધવે કહ્યું- મોટા શહેરોમાં કેસ ઘટી રહ્યા છે
CM ઠાકરેએ કહ્યું કે લોકડાઉન-15 જૂન સુધી લંબાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કડક લોકડાઉનની જરૂર નથી. પણ કેટલાક જિલ્લામાં સંક્રમણ હજુ પણ ઝડપથી વધી રહ્યું છે. અત્યારે પણ સ્થિતિ કાબૂમાં નથી. જોકે તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં કોરોના સંક્રમણના કેસ ઓછા થઈ રહ્યા છે.

કેન્દ્ર વેક્સિનના 20થી 25 કરોડ ડોઝ ખરીદશે
દેશભરમાં કોરોના વેક્સિનની અછતના સમાચાર વચ્ચે કેન્દ્ર સરકારે તેને ખરીદી વધારવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોએ રવિવારે જણાવ્યું કે કેન્દ્ર સરકાર જુલાઈના અંત સુધીમાં વેક્સિનના 20થી 25 કરોડ ડોઝ ખરીદશે. જે બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 30 કરોડ ડોઝ ખરીદવામાં આવશે. કોવિશીલ્ડ વેક્સિન બનાવી રહેલી કંપની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (SII) જૂનમાં સરકારને તેના 10 કરોડ ડોઝ આપી દેશે.

SIIએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મોકલવામાં આવેલા પત્રમાં SIIએ કહ્યું કે તેમના કર્મચારીઓ અનેક પડકારોની વચ્ચે પણ 24 કલાક કામ કરી રહ્યાં છે. જૂનમાં અમે કોવિશીલ્ડના લગભગ 10 કરોડ ડોઝ બનાવવા અને સપ્લાઈ કરવામાં સક્ષમ હોઈશું. મેમાં અમારી ઉત્પાદન ક્ષમતા 6.5 કરોડ ડોઝની હતી.

કંપનીના ડાયરેક્ટર ઓફ ગર્વમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેયર્સ પ્રકાશ કુમાર સિંહે આ પત્રમાં લખ્યું છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા આપણાં દેશ અને દુનિયાના નાગરિકોને મોટા પાયે કોરોનાથી સુરક્ષા આપવા માટે ચિંતાયુક્ત રહ્યું છે. અમારા CEO અદાર પૂનાવાલાના નેતૃત્વમાં અમારી ટીમ ખભેથી ખભો મિલાવીને કામ કરી રહી છે.

આગળ પણ પ્રોડક્શન કેપિસિટી વધારવાના રહેશે પ્રયાસ
પ્રકાશ કુમાર સિંહે જણાવ્યું કે અમે આવનારા મહિનામાં પણ કોવિશીલ્ડની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પ્રયાસ કરતા રહ્યાં છીએ. આ પહેલાં મેની શરૂઆતમાં SIIએ કેન્દ્રને જણાવ્યું હતું કે કોવિશીલ્ડનું ઉત્પાદન જૂનમાં 6.5 કરોડ, જુલાઈમાં 7 કરોડ અને ઓગસ્ટમાં 10 કરોડ સુધી પહોંચી જશે.

પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં ઝડપથી કેસ ઘટી રહ્યાં છે
દેશમાં કોરોનાની બીજી લહેર જે સ્પીડ વધી, તે જ ગતિએ તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરરોજ આવતા કેસના સાત દિવસના સરેરાશની વાત કરીએ તો બીજી લહેરના પીકથી માત્ર 3 સપ્તાહમાં જ કોરોનાના દરરોજ આવતા કેસમાં 50% સુધીનો ઘટાડો નોંધાયો છે.

7 દિવસની સરેરાશના મામલે દેશમાં પહેલી લહેરનો પીક 8 મેનાં રોજ આવ્યો હતો, ત્યારે 3 લાખ 91 હજાર 263 કોરોના કેસ નોંધાયા હતા. આ આંકડામાં પછી 50% સુધીનો ઘટાડો નોંધાયો હતો. એટલે કે 29 મેનાં રોજ આ આંકડો એક લાખ 95 હજાર 183 સુધી પહોંચી ગયો હતો.

જો પહેલી લહેરના પીકની વાત કરીએ તો ગત વર્ષે 17 સપ્ટેમ્બરે 93,735 સંક્રમિતોની ઓળખ થઈ હતી. આ આંકડાને અડધ થવામાં લગભગ 6 અઠવાડીયાનો સમય લાગ્યો હતો. એટલે કે 30 ઓક્ટોબરે 50%ના ઘટાડા સાથે સંક્રમિતોનો આંકડો 46,380 સુધી પહોંચ્યો હતો.

કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો
દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગઇકાલે અહીં એક લાખ 65 હજાર 144 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડો છેલ્લા 47 દિવસમાં સૌથી નીચો છે. આ પહેલા 12 એપ્રિલના રોજ 1 લાખ 60 હજાર 854 કેસ આવ્યા હતા. 19 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો છે. દિલ્હી-મધ્યપ્રદેશમાં અનલોકની તૈયારી થઈ રહી છે.

જો કે, વધતો મૃત્યુઆંક ચિંતાનું કારણ છે. છેલ્લા 24 કલાકમાં 3,463 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા. રાહતની વાત એ હતી કે આ દરમિયાન 2 લાખ 64 હજાર 342 લોકો કોરોનાને હરાવ્યો પણ છે.

વધતા જતા મોતની સંખ્યા વચ્ચે રિકવર થતાં લોકોની સંખ્યા વધતી જાય છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં સરેરાશ 2 લાખ લોકો રોજિંદા કોરોનામાંથી સાજા થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો, દેશમાં 27.40 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ કારણોસર, એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર કરવામાં આવે છે તે દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.65 લાખ
 • છેલ્લાં 24 કલાકમાં કુલ રિકવર થયા: 2.64 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,463
 • અત્યાર સુધીમાં કુલ કેસ: 2.78 કરોડ
 • અત્યાર સુધી સાજા થયા: 2.54 કરોડ
 • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 3.25 લાખ
 • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 21.09 લાખ

19 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધોદેશના 13 રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે. જેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીંયા છેલ્લા લોકડાઉન જેવાજ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

13 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉનદેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે. જેમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

અપડેટ્સ

 • નાગપુરની નેશનલ એનવાયરમેન્ટ એન્જીનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI)એ કોરોના ટેસ્ટની સરળ રીત સોદધિ કાશી છે. તેનાથી ત્રણ કલાકમાં જ RT-PCR જેટલા સટીક પરિણામ મળે છે. તેને સલાઇન ગાર્ગલ RT-PCR ટેસ્ટ નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે મીઠાના પાણીથી ગાર્ગલિંગ દ્વારા કોરોનાની તપાસ. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ શનિવારે તેને મંજૂરી આપી દીધી છે.
 • કોરોનાને કારણે પોતાના માતા-પિતા ગુમાવનારા બાળકો માટે, કેન્દ્ર સરકારે PM કેર ફોર ચિલ્ડ્રન યોજનાની જાહેરાત કરી છે. આવા બાળકોને 18 વર્ષની વય સુધી દર મહિને આર્થિક સહાય આપવામાં આવશે. 23 વર્ષની વય પૂર્ણ થવા પર તેને PM કેર ફંડમાંથી 10 લાખ રૂપિયાની રકમ મળશે.

મુખ્ય રાજયોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્રશનિવારે 20,295 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 31,964 લોકો સાજા થયા અને 832 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 57.13 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાં 53.39 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 94,030 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 2.76 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશશનિવારે, 2,014 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 7,902 લોકો સાજા થયા અને 155 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.88 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. આમાંથી 16.21 લાખ લોકોસાજા થયા છે, જ્યારે 20,208 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 46,201 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

3.દિલ્હીશનિવારે દિલ્હીમાં 956 લોકો કોરોના પોઝિટિવ જોવા મળી હતી. 2,380 લોકો સાજા થયા અને 122 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં, 14.24 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 13.87 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 24,073 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 13,035 અહીં સારવાર હેઠળ છે.

4. છત્તીસગઢઅહીં શનિવારે રાજ્યમાં 2,437 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 6,391 લોકો સ્વસ્થ થયા અને 64 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 9.67 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9.11 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,979 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 42,914 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. રાજસ્થાનશનિવારે, 2,314 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 8,108 લોકો સાજા થયા અને 70 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.36 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આ 8.71 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,251 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં, 56,628 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. ગુજરાતશનિવારે રાજ્યમાં 2,230 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 7,109 લોકો સાજા થયા અને 29 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 8.05 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.57 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,790 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 38,703 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

7. મધ્યપ્રદેશ​​​​​શનિવારે રાજ્યમાં 1,640 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 4,995 લોકો સાજા થયા અને 68 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.77 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.38 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7,959 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 30,899 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગઇકાલે અહીં એક લાખ 65 હજાર 144 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડો છેલ્લા 47 દિવસમાં સૌથી નીચો છે. આ પહેલા 12 એપ્રિલના રોજ 1 લાખ 60 હજાર 854 કેસ આવ્યા હતા. 19 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો છે. દિલ્હી-મધ્યપ્રદેશમાં અનલોકની તૈયારી થઈ રહી છે.

જો કે, વધતો મૃત્યુઆંક ચિંતાનું કારણ છે. છેલ્લા 24 કલાકમાં 3,463 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા. રાહતની વાત એ હતી કે આ દરમિયાન 2 લાખ 64 હજાર 342 લોકો કોરોનાને હરાવ્યો પણ છે.

વધતા જતા મોતની સંખ્યા વચ્ચે રિકવર થતાં લોકોની સંખ્યા વધતી જાય છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં સરેરાશ 2 લાખ લોકો રોજિંદા કોરોનામાંથી સાજા થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો, દેશમાં 27.40 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ કારણોસર, એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર કરવામાં આવે છે તે દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.65 લાખ
 • છેલ્લાં 24 કલાકમાં કુલ રિકવર થયા: 2.64 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,463
 • અત્યાર સુધીમાં કુલ કેસ: 2.78 કરોડ
 • અત્યાર સુધી સાજા થયા: 2.54 કરોડ
 • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 3.25 લાખ
 • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 21.09 લાખ

19 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 13 રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે. જેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીંયા છેલ્લા લોકડાઉન જેવાજ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

13 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે. જેમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

અપડેટ્સ

 • નાગપુરની નેશનલ એનવાયરમેન્ટ એન્જીનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI)એ કોરોના ટેસ્ટની સરળ રીત સોદધિ કાશી છે. તેનાથી ત્રણ કલાકમાં જ RT-PCR જેટલા સટીક પરિણામ મળે છે. તેને સલાઇન ગાર્ગલ RT-PCR ટેસ્ટ નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે મીઠાના પાણીથી ગાર્ગલિંગ દ્વારા કોરોનાની તપાસ. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ શનિવારે તેને મંજૂરી આપી દીધી છે.
 • કોરોનાને કારણે પોતાના માતા-પિતા ગુમાવનારા બાળકો માટે, કેન્દ્ર સરકારે PM કેર ફોર ચિલ્ડ્રન યોજનાની જાહેરાત કરી છે. આવા બાળકોને 18 વર્ષની વય સુધી દર મહિને આર્થિક સહાય આપવામાં આવશે. 23 વર્ષની વય પૂર્ણ થવા પર તેને PM કેર ફંડમાંથી 10 લાખ રૂપિયાની રકમ મળશે.

મુખ્ય રાજયોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
શનિવારે 20,295 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 31,964 લોકો સાજા થયા અને 832 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 57.13 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાં 53.39 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 94,030 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 2.76 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ
શનિવારે, 2,014 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 7,902 લોકો સાજા થયા અને 155 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.88 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. આમાંથી 16.21 લાખ લોકોસાજા થયા છે, જ્યારે 20,208 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 46,201 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

3.દિલ્હી
શનિવારે દિલ્હીમાં 956 લોકો કોરોના પોઝિટિવ જોવા મળી હતી. 2,380 લોકો સાજા થયા અને 122 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં, 14.24 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 13.87 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 24,073 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 13,035 અહીં સારવાર હેઠળ છે.

4. છત્તીસગઢ
અહીં શનિવારે રાજ્યમાં 2,437 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 6,391 લોકો સ્વસ્થ થયા અને 64 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 9.67 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9.11 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 12,979 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 42,914 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. રાજસ્થાન
શનિવારે, 2,314 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 8,108 લોકો સાજા થયા અને 70 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.36 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આ 8.71 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,251 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં, 56,628 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. ગુજરાત
શનિવારે રાજ્યમાં 2,230 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 7,109 લોકો સાજા થયા અને 29 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 8.05 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.57 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,790 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 38,703 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

7. મધ્યપ્રદેશ
​​​​​શનિવારે રાજ્યમાં 1,640 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 4,995 લોકો સાજા થયા અને 68 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 7.77 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.38 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7,959 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 30,899 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.