હિમાચલમાં બસ ખીણમાં પડી:કુલુમાં દુર્ઘટના સર્જાઈ, 16 લોકોનાં મોત, 45 મુસાફરમાં મોટા ભાગનાં બાળકો હતાં

એક મહિનો પહેલા
કુલુમાં સોમવારે સવારે 8 વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી. બસ ખીણમાં ખાબકતાંની સાથે જ બુકડો વળી ગઈ હતી.

હિમાચલના કુલુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થયાં છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં 45 લોકો હતા. કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને 2-2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ઘટના વિશે વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે- હિમાચલ પ્રદેશના કુલુમાં થયેલી દુર્ઘટના હચમચાવી દે તેવી છે. આ દુખદ ઘડીએ મૃતકના પરિવાર સાથે મારી સંવેદના છે. મને આશા છે કે, જે ઘાયલ છે તેઓ ખૂબ ટૂંક સમયમાં સાજા થઈ જશે.

કુલુમાં દુર્ઘટના પછી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
કુલુમાં દુર્ઘટના પછી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએઆઈ મુજબ, કુલુમાં સૈંજ ખીણમાં સવારે 8 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડિસ્ટ્રિક્ટ કમિશનરનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં સ્કૂલનાં બાળકો હતાં.

બસના કાટમાળમાંથી લોકોને બહાર કઢાયા હતા.
બસના કાટમાળમાંથી લોકોને બહાર કઢાયા હતા.

દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશના કુલુમાં સર્જાયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે. આવી દુ:ખદ ક્ષણોમાં મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. મને આશા છે કે ઘાયલો ઝડપથી સાજા થઈ જશે.

સહાયની જાહેરાત
હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બસ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યં છે. તેમણે મૃતના પરિવારજનોને 5-5 લાખ અને ગાયલોને 15-15 હજાર આપવાની જાહેરાત કરી છે. PMNRF ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર દેવાની જાહેરાત કરી છે.

મૃતકોની યાદી

 1. તનુ (ઉં.20 વર્ષ)
 2. પ્રેમ ચંદ (ઉં. 82 વર્ષ)
 3. ફતેહ ચંદ (ઉં.70 વર્ષ)
 4. અનીતા (ઉં.19 વર્ષ)
 5. સુશીલ (ઉં.21 વર્ષ)
 6. રોશી દેવી (ઉં.45 વર્ષ)
 7. ખીમ (ઉં. 40 વર્ષ)
 8. અમિત
 9. પાર્વતી દેવી (ઉં.40 વર્ષ)
 10. ઝાવલુ (ઉં.28 વર્ષ)
 11. આકાશ (ઉં.16 વર્ષ)
 12. રાખી માયા.
અન્ય સમાચારો પણ છે...