4 બાળકની વિધવા માએ ભૂખ્યા પેટે ખેંચ્યું બળદગાડું:રાજગઢમાં 15KM પગપાળા ચાલી; બાઇકસવારે પૂછ્યું તો રડી પડી

રાજગઢ(ભોપાલ)13 દિવસ પહેલા

ભૂખી અને લાચાર વિધવા મા. બળદ ગાડામાં સામાન મૂકીને જઈ રહી છે.બળદ ગાડામાં તેની દીકરી પણ બેઠી છે. આશ્ચર્યની વાત એ છે કે આ બળદગાડું તે ચલાવી નથી રહી, પરંતુ પોતે જ ખેંચી રહી છે. રુંવાડા ઉભા કરનારો આ વીડિયો મંગળવારે રાજગઢથી સામે આવ્યો છે. મહિલા બળદ ગાડું ખેંચતા પચોરથી 15 કિલોમીટર દૂર આવી. આ વચ્ચે રસ્તામાં બે બાઈક સવારોએ તેમની હાલત જોઈને તેમને પૂછ્યું, તો મહિલા રડી પડી અને કહ્યું- હું અને મારી દીકરી ભૂખ્યાં છીએ. 15 કિલોમીટર હજુ જવાનું છે. બાઈક સવારોએ મહિલાના બળદ ગાડાને બાઈક સાથે બાંધીને તેમને સારંગપુર પહોંચાડ્યા. વાંચો આખી વાત...

પતિનું નિધન થયું, અમારી પાસે ઘર નથી, કોઈ તો મદદ કરો સારંગપુરમાં રહેતી લક્ષ્મીએ જણાવ્યું- બે-અઢી વર્ષ પહેલાં મારા પતિનું નિધન થયું. અમારી પાસે બે ટંકનું ખાવાનું મળે તેના પૈસા પણ નથી. મારા 4 નાના-નાના બાળકો છે. અમારે ત્યાં દરેક લોકોએ ઘર બનાવી લીધું છે, પરંતુ અમે આજે પણ તંબુ બાંધીને રહીએ છીએ. વરસાદના સમયે ભારે મુશ્કેલી પડે છે. તોફાન આવે તો ઘરની છત ઉડી જાય છે. ઠંડીમાં અમારી કેવી હાલત થાય છે, તે વિશે શું ફરિયાદ કરું. મારા બાળકો પણ કામ કરે છે. સરકારે હજુ સુધી 1 રૂપિયાની મદદ નથી કરી. વિધવા પેન્શન યોજનાનો લાભ નથી મળતો. પેટ ભરવા માટે ખરાં બપોરે પોતે બળદગાડાને ખેંચુ છું. પહેલી વખત બે બાઈક સવારે મારી મદદ કરી. અમને લોકોને ઘરે છોડ્યા. હવે સરકાર મદદ કરે તેવી આશા છે.

મહિલા પાસે ઘર નથી, કાચા ઘરમાં બાળકી સાથે રહે છે.
મહિલા પાસે ઘર નથી, કાચા ઘરમાં બાળકી સાથે રહે છે.

મદદ કરનાર શિક્ષક છે
બળદગાડાથી બાઈકને ખેંચીને મહિલાને ઘર છોડનાર યુવકનું નામ દેવીસિંહ નાગર છે, જે એક શિક્ષક છે. તેમને જણાવ્યું- હું મંગળવારે બપોરે મારા મિત્ર સાથે જઈ રહ્યો હતો. ત્યારે અમે લક્ષ્મીને જોઈ. મહિલાની હાલત જોઈને અમને દયા આવી. હું મહિલા પાસે ગયો અને તેની સાથે વાત કરી. લક્ષ્મીએ જણાવ્યું કે તે પચોરથી આવી રહી છે, તેને સારંગપુર જવાનું છે. મહિલાએ જણાવ્યું કે તેની દીકરીએ કંઈ ખાધું જ નથી. તે ભૂખી છે. તો અમે તેમને ખાવાનું અપાવ્યું. જે પછી મેં તેમને કહ્યું કે તમારી પાસે દોરડું છે? મહિલાએ દોરડું આપ્યું. અમે બળદગાડાને દોરડાંથી બાઈક સાથે બાંધ્યું અને મહિલાને તેના ઘરે સારંગપુર છોડી.

બાઈક સવારે મહિલાની મદદ કરીને તેને સારંગપુર પહોંચાડી.
બાઈક સવારે મહિલાની મદદ કરીને તેને સારંગપુર પહોંચાડી.

કલેક્ટરે કહ્યું- મદદ કરીશું
રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિતનું કહેવું છે કે મહિલા અંગે તમારી પાસેથી મને જાણકારી મળી. હું જોઉં છું કે મહિલા શું કામ કરે છે. મહિલાને વધુને વધુ શાસનની યોજનાઓનો લાભ મળે, તેના પર કામ કરીશું અને તેની મદદ કરવાનો પુરતાં પ્રયાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...