• Gujarati News
  • National
  • 1.58 Lakh Crore More Than The Estimated GST Requirement; Call A Special Session To Discuss

વિપક્ષની માગ:1.58 લાખ કરોડના અનુમાનથી વધુ GST વળતરની જરૂર; ચર્ચા કરવા વિશેષ સત્ર બોલાવો

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બિનભાજપ રાજ્યોની વધુ જીએસટી વળતરની માગ

દેશના બિન ભાજપ રાજ્યોએ કેન્દ્રને કહ્યું છે કે, જીએસટી વળતરની રકમ કેન્દ્ર સરકારના રૂ. 1.58 લાખ કરોડના અનુમાનથી વધુ હશે. આ મુદ્દે ચર્ચા કરવા માટે જીએસટી કાઉન્સિલનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. કેરળ, પંજાબ અને છત્તીસગઢના નાણા મંત્રીઓએ રવિવારે કેન્દ્ર સમક્ષ આ રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું કે, ‘જીએસટી કાઉન્સિલની બેઠક 28 મેના રોજ યોજાઈ હતી. તેમાં નાણાકીય વર્ષ 2021-22ની આવક સરભર કરવાની જરૂરિયાત મુદ્દે સંમતિ સાધી શકાઈ ન હતી. એટલે હવે એક વિશેષ સત્ર બોલાવીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવે.’

જીએસટી કાઉન્સિલની પાછલી બેઠકમાં કેન્દ્રએ ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યો માટે રૂ. 2.69 લાખ કરોડના વળતરનું અનુમાન કર્યું હતું. તેમાં કહેવાયું હતું કે, રૂ. 1.11 લાખ કરોડથી વધુની રકમ લક્ઝુરિયસ તેમજ તમાકુ ઉત્પાદનો પર લાગતા સેસથી આવશે. બાકીની રૂ. 1.58 લાખ કરોડની રકમ ઉધાર લઈને ભેગી કરાશે. નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્રએ રાજ્યો તરફથી ઉધાર લઈને રૂ. 1.10 લાખ કરોડ રાજ્યો માટે જારી કર્યા હતા, જ્યારે અન્ય સેસ થકી રૂ. 68,700 કરોડ ભેગા કરાયા હતા.

વિપક્ષી રાજ્યોના નાણા મંત્રીઓની શું દલીલો છે?
પંજાબના નાણા મંત્રી મનપ્રીત સિંહ બાદલે કહ્યું કે, તમામ રાજ્યોની જીએસટી આવકમાં 20-50% સુધીના ઘટાડાનો સામનો કરી રહ્યા છે. એટલે રાજ્યોની આવક મુદ્દે ચર્ચા કરવા દર ત્રણ મહિના કાઉન્સિલ બેઠક બોલાવવી જોઈએ. એપ્રિલ સુધઈ પંજાબનું વળતર રૂ. 5000 કરોડ ઓછું હતું. કેરળના નાણા મંત્રી એન. બાલગોપાલે કહ્યું કે, કેન્દ્ર પાસે અમારે રૂ. 4077 કરોડ લેવાના બાકી છે. કેન્દ્રએ રાજ્યોની આવકમાં 14%ની વૃદ્ધિ કરી આપવી જોઈએ. જીએસટી લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારે આ વચન આપ્યું જ હતું. છત્તીસગઢના નાણા મંત્રી ટીએસ સિંહદેવે પણ કહ્યું કે, જીએસટી કાઉન્સિલના વિશેષ સત્રની તારીખ નક્કી નથી, પરંતુ એટલું નક્કી છે કે તેમાં વળતર અને ઉધારી સાથે જોડાયેલું અનુમાન કેન્દ્રનું છે. એ વિશે ચર્ચા થવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...