તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 157 'Sea Gold' Fish Caught By A Fisherman In Palghar, UP And Bihar Traders Buy For Rs 1.33 Crore

માછલીએ બનાવ્યો કરોડપતિ:પાલઘરમાં એક માછીમારની જાળમાં ફસાઈ 157 'સી ગોલ્ડ' માછલીઓ, UP અને બિહારના વેપારીઓએ 1.33 કરોડમાં ખરીદી

પાલઘરએક મહિનો પહેલા
માછલીઓ પકડ્યા બાદ ખુશ જોવા મળતો ચંદ્રકાંતનો પુત્ર સોમનાથ તરે

મહારાષ્ટ્રના પાલઘરમાં એક માછીમારને નસીબ એવો સાથ આપ્યો કે તે એક જ ઝાટકે કરોડપતિ બની ગયો. પાલઘરમાં રહેતા ચંદ્રકાંત તરે પોતાના 7 સાથીઓની સાથે સમુદ્રમાં માછલી પકડવા ગયા હતા. જ્યારે આ લોકોએ દરિયામાં જાળ નાખી તો 'સી ગોલ્ડ' એવી દુર્લભ માછલીઓ તેની જાળમાં ફસાઈ હતી.

માનવામાં આવે છે કે ઘોલ માછલીઓ ઝુંડમાં જતી હતી તેથી એક સાથે જાળમાં ફસાઈ ગઈ
માનવામાં આવે છે કે ઘોલ માછલીઓ ઝુંડમાં જતી હતી તેથી એક સાથે જાળમાં ફસાઈ ગઈ

ચંદ્રકાંતનું નસીબ એટલું સારું હતું કે તેની જાળમાં એક-બે નહીં પણ 157 ઘોલ માછલીઓ એક સાથે ફસાઈ ગઈ. આ માછલીઓ 1.33 કરોડ રૂપિયામાં વેચાઈ. માછલીઓની હરાજી પાલઘરના મુર્બેમાં થઈ. ચંદ્રકાંતના પુત્ર સોમનાથે જણાવ્યું કે તેને એક-એક માછલીને લગભગ 85 હજાર રૂપિયામાં વેચી.

સમુદ્ર કિનારેથી 20થી 25 નોટિકલ માઈલ અંદરથી મળી સી ગોલ્ડ
સોમનાથે જણાવ્યું કે 7 લોકોની સાથે હારબા દેવી નામની બોટથી સમુદ્રમાં 20થી 25 નોટિકલ માઈલ અંદર વાઘવાન તરફ ગયા હતા. આ દરમિયાન તેમના પિતાને સમુદ્રમાં જાળું નાખ્યું જેમાં 157 ઘોલ માછલીઓ ફસાઈ હતી. આ સાથે જ બોટમાં સવાર લોકો ખુશ થઈ ગયા હતા, કેમકે આ તેમના જીવનની સૌથી મોટી કમાણીવાળી ટ્રિપ બની ગઈ હતી.

દવાઓ અને કોસ્મેટિક્સમાં 'સી ગોલ્ડ'નો ઉપયોગ થાય છે
ઘોલ માછલીઓનું વૈજ્ઞાનિક નામ 'Protonibea Diacanthus'છે. જેને 'સી ગોલ્ડ' પણ કહેવામાં આવે છે. આ માછલીનો ઉપયોગ દવાઓ અને કોસ્મેટિક્સ બનાવવામાં થાય છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપુર જેવા દેશોમાં તેની ઘણી જ માગ છે. સર્જરી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા દોરા, જે તેની જાતે જ ઓગળી જાય છે, તે પણ આ માછલીમાંથી જ બનાવવામાં આવે છે.

ઘોલ માછલીનો ઉપયોગ દવાઓ અને ટાંકા લગાવવામાં ઉપયોગમાં લેવાતા દોરા બનાવવામાં થાય છે.
ઘોલ માછલીનો ઉપયોગ દવાઓ અને ટાંકા લગાવવામાં ઉપયોગમાં લેવાતા દોરા બનાવવામાં થાય છે.

UP અને બિહારના વેપારીઓએ માછલી ખરીદી
સમુદ્રમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાને કારણે હવે આ માછલીઓ કાંઠાના વિસ્તારમાં નથી જોવા મળતી. આ માછલીઓની શોધમાં માછીમારોને ઘણે અંદર સુધી જવું પડે છે. સોમનાથના જણાવ્યા મુજબ આ માછલીઓને UP અને બિહારથી આવેલા વેપારીઓએ ખરીદી છે.

અન્ય સમાચારો પણ છે...