તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 15.28 Lakh People Over The Age Of 45 Were Vaccinated On The First Day, So Far 6.75 Crore People Have Been Vaccinated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનનો ત્રીજો તબક્કો:પ્રથમ દિવસે 45 વર્ષથી વધુ ઉંમરના 15.28 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી, અત્યારસુધીમાં 6.75 કરોડ લોકોને વેક્સિન લગાવાઈ

નવી દિલ્હી2 મહિનો પહેલા
ફોટો જમ્મુનો છે. અહીંની ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
  • દેશભરમાં અત્યારસુધીમાં 88 લાખ 48 હજાર 558 આરોગ્યકર્મચારીને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે

દેશભરમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કો ગુરુવારથી શરૂ થઈ ગયો. પ્રથમ દિવસે 45 કે તેથી વધુ ઉંમરના 15 લાખ 28 હજાર 639 લોકોને વેક્સિન આપવામાં આવી. આરોગ્ય મંત્રાલય મુજબ, 1 એપ્રિલે રાત્રે 8 વાગ્યા સુધી દેશભરમાં કુલ 6.75 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. તેમાં 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના 4 કરોડ 1 લાખ 6 હજાર 304 લોકો પણ સામેલ છે.

દેશમાં વેક્સિનેશનના 76મા દિવસે કુલ 17 લાખ 47 હજાર 94 લોકોને વેક્સિન આપવામાં આવી. તેમાં 16 લાખ 20 હજાર 746 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 1 લાખ 26 હજાર 348 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

અત્યારસુધીની વેક્સિનેશનની તમામ માહિતી
દેશભરમાં અત્યારસુધીમાં 88 લાખ 48 હજાર 558 આરોગ્યકર્મચારીને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 52 લાખ 63 હજાર 108 આરોગ્યકર્મચારી બીજો ડોઝ લઈ ચૂક્યા છે. ફ્રન્ટલાઇનવર્કર્સ 93 લાખ 99 હજાર 776 લોકોને પ્રથમ ડોઝ અને 39 લાખ 18 હજાર 646 લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.

16 જાન્યુઆરીથી શરૂ થયું હતું વેક્સિનેશન અભિયાન
દેશભરમાં વેક્સિનેશન અભિયાન હેઠળ વેક્સિનેશનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીથી શરૂ થયો હતો. સૌથી પહેલા એમાં આરોગ્યકર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇનવર્કર્સ એટલે કે પોલીસ, સફાઈકર્મીઓને આમાં સામેલ કરવામાં આવ્યા. ત્યાર બાદ 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો અને 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો જે ગંભીર બીમારીથી પીડિત હતા, તેમણે વેક્સિન આપવામાં આવી.

દર મહિને દરરોજ લગાવવામાં આવશે વેક્સિન
દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એપ્રિલમાં દરરોજ વેક્સિનેશન કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે સરકારી રજાના દિવસે પણ સરકારી અને પ્રાઈવેટ સેન્ટરો પર લોકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવે. કોરોનાની બીજી લહે વચ્ચે વેક્સિનેશનની ઝડપ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

100% વેક્સિનેશન સુનિશ્ચિત કરવામાં આવે
બીજી તરફ, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ એક દિવસ પહેલાં જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કહ્યું છે કે જે જિલ્લાઓમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે ત્યાં 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને 100% વેક્સિનેશન સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું છે કે આ સ્ટેજ પર કોઈપણ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો