તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMIEનો ઓગસ્ટનો રિપોર્ટ:1 મહિનામાં 15 લાખે નોકરી ગુમાવી

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં જુલાઇમાં બેરોજગારી દર 6.95% હતો જે ઓગસ્ટમાં વધીને 8.32% થયો
  • ગ્રામીણ બેરોજગારી દર જુલાઇમાં 6.34 %થી વધીને ઓગસ્ટમાં 7.64%
  • ગુજરાતમાં બેરોજગારીનો દર 1.6 ટકા તો રાજસ્થાનમાં 26.7 ટકા નોંધાયો

દેશમાં હાલમાં જીડીપી વૃદ્ધિદર અને જીએસટીના રેકોર્ડબ્રેક કલેક્શનના આંકડા આવ્યા. આ દરમિયાન ઓગસ્ટ મહિનામાં બેરોજગારીનો દરના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. દેશમાં બેરોજગારીના આંકડા પર નજર રાખતી સંસ્થા સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના તાજા આંકડાઓ મુજબ રાષ્ટ્રીય બેરોજગારીનો દર ઓગસ્ટમાં 1.37 ટકાથી વધીને 8.32 ટકા થયો છે.

જુલાઇમાં આ આંકડો 6.95 ટકા હતો. સીએમઆઇઈના જણાવ્યા પ્રમાણે શહેરોમાં બેરોજગારીનો દર 1.5 ટકા વધીને 9.78 ટકા થયો છે. જુલાઇમાં આ દર 8.3 ટકા હતો. સાથે જ ગ્રામીણ બેરોજગારીનો દર 1.3 ટકાના વધારા સાથે 7.64 ટકા થયો છે, જે જુલાઇમાં 6.34 ટકા હતો.

રિપોર્ટ અનુસાર દેશમાં કામકાજ કરતા લોકોની સંખ્યા જુલાઈમાં 39.77 કરોડ નોંધાઈ હતી. જે ઓગસ્ટમાં 39.33 કરોડ થઈ. એ જોતા એક મહિનામાં અંદાજે 16 લાખ લોકો બેરોજગાર થયા છે. તેમાં સૌથી વધુ સંખ્યા ગ્રામીણ વિસ્તારની છે. જો કે તેની પાછળ ખરીફ સિઝનમાં ઓછા વાવેતરને પણ કારણરૂપ મનાય છે.

હરિયાણામાં સૌથી વધુ 35.7% બેરોજગારી દર, સિક્કિમમાં શૂન્ય
સીએમઆઇઇના ઓગસ્ટ મહિનામાં દેશમાં બેરોજગારીનો સૌથી વધુ દર હરિયાણામાં 35.7 ટકા નોંધાયો છે. જ્યારે સિક્કિમમાં શૂન્ય દર નોંધાયો છે.જ્યારે ગુજરાતમાં 1.6 ટકા, ઓડિશામાં 2.2 ટકા બેરોજગારી દર નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...