તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 14 Banks Were Fined Rs 14.50 Crore And Action Was Taken Against Them For Violating Various Rules

RBIનાં કડક પગલાં:14 બેન્કને 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, વિવિધ નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ

મુંબઈ21 દિવસ પહેલા
ફાઇલ તસવીર
  • મોટા ભાગની બેન્કોને DHFL સાથે કરેલા વ્યવહારને કારણે દંડ કરાયો

રિઝર્વ બેન્કે બુધવારે સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બંધન બેન્ક સહિત 14 બેન્ક પર 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ 2 કરોડ રૂપિયાનો દંડ બેન્ક ઓફ બરોડા પર લાગ્યો છે. સ્ટેટ બેન્કને 50 લાખનો દંડ ફટકારાયો છે. વિવિધ નિયમોના ભંગ બદલ તથા NBFCને ધિરાણ આપવાના મુદ્દે કરાયેલા નિયમ ભંગ બદલ રિઝર્વ બેન્ક દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે કહ્યું હતું કે બેન્કોના હિસાબ તપાસતાં જણાયું હતું કે DHFL અને તેની જૂથ કંપનીઓ સાથેના વ્યવહારમાં બેન્કોએ કેટલીક જોગવાઈનું પાલન કર્યું નહોતું. રિઝર્વ બેન્કે આ અગાઉ આ તમામ બેન્કોને શો કોઝ નોટિસ પાઠવી હતી. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યું હતું કે આ દંડ જોગવાઈનું પાલન નહીં કરવા માટે છે. બેન્કો દ્વારા કરાયેલા વ્યવહારને કાયદેસરતા આપવાનો કોઈ હેતુ નથી.

કંઈ કંઈ બેન્કને કેટલો દંડ

બેન્કરકમ રૂ.
બંધન બેન્ક1.0 કરોડ
બેન્ક ઓફ બરોડા2.0 કરોડ
બેન્ક ઓફ મહારાષ્ટ્ર1.0 કરોડ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા1.0 કરોડ
ક્રેડિટ સ્યુઇસ એજી1.0 કરોડ
ઇન્ડિયન બેન્ક1.0 કરોડ
ઇન્ડસઇન્ડ બેન્ક1.0 કરોડ
કર્ણાટક બેન્ક1.0 કરોડ
કરુર વૈશ્ય બેન્ક1.0 કરોડ
પંજાબ એન્ડ સિંધ બેન્ક1.0 કરોડ
સાઉથ ઇન્ડિયન બેન્ક1.0 કરોડ
સ્ટેટ બેન્ક0.50 લાખ
જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક1.0 કરોડ
ઉત્કર્ષ સ્મોલ ફાઈ.બેન્ક1.0 કરોડ