તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • 1.33 Lakh Cases Were Reported In The Last 24 Hours, 2.11 Lakh People Were Cured And 2,897 People Died; There Are Still More Than One Lakh Active Cases In 5 States

મહારાષ્ટ્રમાં અનલોકની જાહેરાત બાદ યૂ-ટર્ન:મંત્રીએ કહ્યું- 5 ફેઝમાં મહારાષ્ટ્ર અનલોક થશે; 4 કલાક બાદ સરકારે કહ્યું- હાલ કોઈ જ પ્રતિબંધ નથી હટાવવામાં આવ્યા

નવી દિલ્હી19 દિવસ પહેલા
અનલોક પહેલા મુંબઈના માર્ગો પર ભીડ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ઠાકરેએ આ અંગે નારાજગી પણ વ્યક્તિ કરી છે
 • દેશમાં હાલમાં 17.08 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે

મહારાષ્ટ્રમાં લોકડાઉન હટાવવાને લઈને ગુરૂવારે ભ્રમની સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વિજય વડેટ્ટીવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે થયેલી હાઈલેવલની મીટિંગ બાદ મીડિયામાં અનલોકની વાત કરી. વડેટ્ટીવારે કહ્યું કે મહારાષ્ટ્રને 5 તબક્કામાં અનલોક કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિવેદનના લગભગ 4 કલાક બાદ મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે હાલ રાજ્યમાં ક્યાં પણ અનલોકનો નિર્ણય નથી લેવાયો. CMOએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.

વડેટ્ટીવાર જે બેઠકમાં હાજર હતા, તે બેઠકમાં અનલોકને લઈને ચર્ચા થઈ અને તબક્કાવાર રાજ્યમાં પ્રતિબંધો હટાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત 5 તબક્કામાં અનલોકની ફોર્મયૂલા સામેઆવી હતી. પરંતુ મંત્રીજીએ બેઠકમાંથી બહાર આવતા જ અનલોકની જાહેરાત કરી દીધી. સાથે જ તે 18 જિલ્લાઓના નામ પણ જણાવી દીધા જ્યાં શુક્રવારથી અનલોક લાગુ કરવાનું હતું.

મંત્રીએ સ્પષ્ટતા આપતા કહ્યું- નીતિ નક્કી થઈ, પણ અંતિમ નિર્ણય મુખ્યમંત્રી જ લેશે
મંત્રીજી દ્વારા ફેલાવવામાં આવેલા આ કન્ફ્યૂઝનને કારણે તેમને ફટકાર પણ પડી. જે બાદ ઉદ્ધવ સરકારે અનલોકની સ્થિતિ સ્પષ્ટ કરી. કહ્યું કે રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન દરમિયાન લગાડવામાં આવેલા પ્રતિબંધ હટાવવાનો નિર્ણય હજુ નથી લેવામાં આવ્યો. વડેટ્ટીવારે મોડી રાત્રે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા આપી. તેઓએ કહ્યું કે મીટિંગમાં 5 ફેઝમાં રાજ્યને અનલોક કરવાની વાત નક્કી થઈ છે. જેને બેઠકમાં સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી.

તેઓએ કહ્યું કે જે જિલ્લાના લોકોને કોરોના સંક્રમણને રોકવામાં મદદ કરી છે. ત્યાં તબક્કાવાર રીતે લોકડાઉન હટાવવાની નીતિ નક્કી થઈ છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ તેને સિદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. કયા જિલ્લામાં કેટલો પોઝિટિવ રેટ છે. ઓક્સિજન બેડની વ્યવસ્થા કેટલી છે આ આધારે અનલોક શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉન હટાવવાનો આદેશ શુક્રવાર કે શનિવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. અંતિમ નિર્ણય મુખ્યમંત્રી જ લેશે અને તેઓ જ તેને જાહેર કરશે.

વડેટ્ટીવારને પૂછ્યું કે 4 જૂનથી મહારાષ્ટ્રમાં અનલોક શરૂ થશે? તેઓએ કહ્યું- સમગ્ર મહારાષ્ટ્રમાં અનલોક કરવાનો નિર્ણય નથી લેવામાં આવ્યો. તે જ જિલ્લામાં તબક્કાવાર રીતે અનલોક થશે જ્યાં સ્થિતિ અને વ્યવસ્થાઓ સુધરી ગઈ છે.

દેશમાં 24 કલાકમાં 1.33 લાખ કેસ આવ્યા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. અહીં બુધવારે 1 લાખ 33 હજાર 953 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ આંકડો મંગળવારની સરખામણીએ લગભગ 800 વધુ છે. જોકે સંક્રમણને કારણે મૃત્યુ પામતા લોકોના આંકમાં ખાસ ઘટાડો થયો નથી. છેલ્લા 24 કલાકમાં 2,897 લોકોનાં મોત થયાં છે.

રાહતની વાત એ હતી કે આ દરમિયાન 2 લાખ 11 હજાર 750 લોકો સાજા થયા હતા. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 80,749નો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાના ઘટતા આંકડા વચ્ચે, હજી પણ એવાં 5 રાજ્ય છે, જ્યાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે, જેમાં કર્ણાટક (2.93 લાખ), તામિલનાડુ (2.88 લાખ), મહારાષ્ટ્ર (2.16 લાખ), કેરળ (1.92 લાખ) અને આંધ્રપ્રદેશ (1.43 લાખ)નો સમાવેશ થાય છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.33 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા: 2.11 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 2,887
 • અત્યારસુધીમાં કુલ કેસ: 2.84 કરોડ
 • અત્યારસુધી સાજા થયા: 2.63 કરોડ
 • અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 3.38 લાખ
 • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 17.08 લાખ

15 રાજ્યમાં લોકડાઉન જેવી પ્રતિબંધો
દેશનાં 15 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં અગાઉના લોકડાઉનની જેમ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

 • કેન્દ્ર સરકારે મોડર્ના અને ફાઈઝરની કોરોના વેક્સિન વહેલી તકે દેશમાં ઉપલબ્ધ કરાવવા માટે તેમની શરતો સ્વીકારવાની સંમતિ આપી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો આ કંપનીઓની વેક્સિન મોટા દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે, તો ભારતમાં લોન્ચ કર્યા પછી, બ્રિજિંગ ટ્રાયલ્સની જરૂર નથી.
 • રશિયાની સિંગલ ડોઝની સ્પુતનિક લાઇટ વેક્સિન વૃદ્ધોમાં લગભગ 83 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ અહેવાલ આપ્યો છે કે આર્જેન્ટીનાના બ્યુનસ આયર્સ પ્રાંતના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, સ્પુતનિક લાઈટ વૃદ્ધોમાં 78.6%થી 83.7% સુધી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં બુધવારે, 15,169 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 29,270 લોકો સાજા થયા અને 553 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 57.76 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. આમાં 54.60 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 96,751 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.16 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.

2. છત્તીસગઢ
બુધવારે રાજ્યમાં 1,792 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 3,244 લોકો સાજા થયા અને 40 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 9.75 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.30 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 13,117 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 31,635 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત
અહીં બુધવારે રાજ્યમાં 1,333 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 4,098 લોકો સાજા થયા અને 18 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 8.12 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.75 લાખ સાજા થયા છે, જ્યારે 9,873 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 26,232 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

4. ઉત્તરપ્રદેશ
અહીં બુધવારે 1,283 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 4,939 લોકો સાજા થયા હતા અને 115 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 16.93 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.44 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 20,787 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 28,694 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

5. રાજસ્થાન
અહીં બુધવારે 1,276 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 6,038 લોકો સાજા થયા અને 65 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.42 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 9.01 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,515 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 32,650 દર્દી સારવાર લઈ રહ્યા છે

6. મધ્યપ્રદેશ
અહીં બુધવારે 1,276 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 6,038 લોકો સાજા થયા અને 65 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.42 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં 9.01 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,515 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 32,650 દર્દી સારવાર લઈ રહ્યા છે.

7. દિલ્હી
દિલ્હીમાં બુધવારે 576 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 1,287 લોકો સાજા થયા હતા અને 103 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 14.27 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 13.93 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 24,402 દર્દી મૃત્યુ પામ્યા છે. 9,364ની સારવાર અહીં કરવામાં આવી રહી છે.