તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • 13 Years Of Struggle, 32 Thousand Signatures, When Women Got The Right To Vote, Became The First Country To Do So

ઈતિહાસમાં આજે:13 વર્ષ સંઘર્ષ, 32 હજાર હસ્તાક્ષર, ત્યારે મળ્યો મહિલાઓને વોટિંગનો અધિકાર, આવું કરનાર પ્રથમ દેશ બન્યો

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર કેટ શેફર્ડની છે, જેમણે મહિલાઓને વોટિંગનો હક અપાવવાની લડાઈ લડી. તેમની તસવીર અહીંના 10 ડોલરની નોટ પર પણ છપાઈ છે. - Divya Bhaskar
તસવીર કેટ શેફર્ડની છે, જેમણે મહિલાઓને વોટિંગનો હક અપાવવાની લડાઈ લડી. તેમની તસવીર અહીંના 10 ડોલરની નોટ પર પણ છપાઈ છે.

ભારત જે દિવસે આઝાદ થયો, એ દિવસથી મહિલાઓને વોટિંગનો અધિકાર મળી ગયો હતો. અમેરિકાને દેશની મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપવામાં 144 વર્ષ લાગી ગયા હતા. બ્રિટનને તો એક સદીનો સમય લાગી ગયો. કંઈક એવું જ હતું ન્યુઝીલેન્ડમાં પણ, જ્યાં 13 વર્ષના સંઘર્ષ પછી મહિલાઓને વોટિંગનો અધિકાર મળી શક્યો હતો. ન્યૂઝીલેન્ડ દુનિયાનો પ્રથમ દેશ છે, જેણે સૌપ્રથમ મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો હતો.

ન્યુઝીલેન્ડની સરકારી વેબસાઈટ પર રહેલી જાણકારી અનુસાર, અહીં મહિલાઓને પણ વોટિંગનો અધિકાર મળ્યો, તેના માટે 1880ની આસપાસ આંદોલન શરૂ થયા. મહિલાઓને વોટિંગનો અધિકાર અપાવવાની લડાઈ માટે વુમન્સ ક્રિશ્ચિયન ટેમ્પરન્સ નિયન(ડબલ્યુસીટીયુ) બન્યું, જેના લીડર કેટ શેપર્થ હતા.

કેટ શેપર્થે જ મહિલાઓના વોટિંગના અધિકારની લડાઈ લડી. તેના માટે તેમણે એક પિટિશન પર સાઈન કરાવી. તેમણે લગભગ 3 વર્ષ મહેનત કરી, ત્યારે જઈને 32 હજાર મહિલાઓના હસ્તાક્ષર મળ્યા. એ એ સમયની ન્યુઝીલેન્ડની મહિલા વસતીના લગભગ એક ચતુર્થાંશ જેટલી હતી.

તેમની પિટિશનને સમર્થન મળ્યા પછી 8 સપ્ટેમ્બર, 1893ના રોજ બિલ લાવવામાં આવ્યું. તેના પછી 19 સપ્ટેમ્બરે લોર્ડ ગ્લાસ્ગોએ બિલ પર સાઈન કરીને તેને કાયદો બનાવ્યો. ત્યારે મહિલાઓને વોટિંગનો અધિકાર મળ્યો. 28 નવેમ્બર 1893ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓએ પ્રથમવાર વોટ નાખ્યા. પ્રથમ ચૂંટણીમાં 1.09 લાખ મહિલા વોટર હતી, જેમાં 82 % એટલે કે 90290 મહિલાઓએ મત આપ્યા.

પ્રથમવાર કોઈ મહિલાએ ઉડાવ્યું એરબસ એ-300
એરબસ એ-300 વિમાન અમેરિકન કંપની બોઈંગે બનાવ્યો છે. આ વિમાન ઘણું મોટું છે. 28 નવેમ્બર, 1996 અગાઉ સુધી તેને માત્ર પુરૂષો જ ઉડાવતા હતા. પરંતુ 28 નવેમ્બર 1996ને કેપ્ટન ઈન્દ્રાણી સિંહે તેને ઉડાવીને ઈતિહાસ રચી દીધો હતો. કેપ્ટન ઈન્દ્રાણી સિંહ આ વિમાનના કમાન્ડર પણ હતા.

તેઓ દુનિયાના પ્રથમ મહિલા છે, જેઓ એરબસ-300ના કમાન્ડર રહી ચૂક્યા છે. ઈન્દ્રાણીને 1986માં પાયલટનું લાયસન્સ મળ્યું અને થોડા સમય પછી તેઓ એર ઈન્ડિયાના બોઈંગ 737ની પાયલટ બની ગયા. ઈન્દ્રાણી સિંહ હવે ગરીબ બાળકોને ભણાવે પણ છે.

ઈન્દ્રાણી સિંહ હવે ફ્લાઈંગ કરિયરની સાથે ગરીબ બાળકોને ભણાવવાનું કામ પણ કરે છે.
ઈન્દ્રાણી સિંહ હવે ફ્લાઈંગ કરિયરની સાથે ગરીબ બાળકોને ભણાવવાનું કામ પણ કરે છે.

ભારત અને દુનિયામાં 28 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

 • 1520ઃ ફર્ડિનાન્ડ મેગલને પ્રશાંત મહાસાગરને પાર કરવાની શરૂઆત કરી.
 • 1660ઃ લંડનમાં ધ રોયલ સોસાયટીની રચના થઈ.
 • 1676ઃ બંગાળની ખાડીના તટ પર પૂર્વ ભારતના મહત્વપૂર્ણ બંદર પુડુચેરી પર ફ્રેન્ચ લોકોનો કબજો.
 • 1814ઃ ધ ટાઈમ્સ ઓફ લંડનને પ્રથમવાર ઓટોમેટિક પ્રિન્ટ મશીનથી છાપવામાં આવ્યું.
 • 1821ઃ પનામાએ સ્પેનથી આઝાદ થવાની ઘોષણા કરી.
 • 1912ઃ ઈસ્માઈલ કાદરીએ તુર્કીથી અલ્બાનિયા આઝાદ થવાની ઘોષણા કરી.
 • 1954ઃ મહાન ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મીનું નિધન થયું
 • 1956ઃ ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઈ ભારતની મુલાકાતે આવ્યા.
 • 1962ઃ બંગાળના પ્રસિદ્ધ દૃષ્ટિહિન ગાયક કેસી ડેનું નિધન.
 • 1966ઃ ડોમિનિકન રિપબ્લિકે બંધારણ અપનાવ્યું.
 • 1997ઃ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલે પોતાના પદેથી રાજીનામું આપ્યું.
 • 2012ઃ સિરિયાની રાજધાની દમાશ્કમાં બે કાર બોંબ વિસ્ફોટોમાં 54 લોકોનાં મોત થયા અને 120 ઘાયલ થયા.
અન્ય સમાચારો પણ છે...