તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ |:મોબાઈલ પર ‘દૃશ્યમ’ જોઈ 13 વર્ષના બાળકે હત્યા કરી, તજજ્ઞે કહ્યું- એપથી કાબૂમાં રાખો, નહીંતર બાળકો હાથથી જશે

પુણેએક મહિનો પહેલાલેખક: મંગેશ ફલ્લે
 • કૉપી લિંક
 • પૂણેના એસીપીએ કહ્યું, બાળકો ફેમસ થવા માટે મોબાઈલનો અનિયંત્રિત ઉપયોગ કરે છે
 • સાઈબર સાઈકોલોજિસ્ટે કહ્યું, વાલીઓ મોનિટરિંગ કરે, પરંતુ બાળકોને ન લાગે કે જાસૂસી થઈ રહી છે

અભ્યાસનું નુકસાન ન થાય એટલે વાલીઓએ બાળકોને મોબાઈલ ફોન આપ્યા હતા. જોકે, ઉચિત રીતે દેખરેખ ન રાખવાના દુષ્પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. તાજેતરમાં જ પૂણેમાં 13 વર્ષના એક છોકરાએ સામાન્ય ઝઘડામાં 11 વર્ષનાં બાળકની હત્યા કરી નાખી. પોલીસે તપાસ કરી તો ચોંકી ગઈ. હત્યા કરનારા બાળકે ‘દૃશ્યમ’ ફિલ્મને ડાઉનલોડ કરીને વારંવાર જોઈ અને ઘટનાને અંજામ આપ્યો હતો. આટલું જ નહીં, પોલીસે જણાવ્યું કે, સડકો પર કારણો વગર વાહનોની તોડફોડમાં પણ અનેક સગીર વયનાં બાળકો પકડાયાં છે.

પોલીસના અભ્યાસમાં ખબર પડી કે, બાળકો સ્માર્ટફોનનો અનિયંત્રિત ઉપયોગ કરી રહ્યાં છે અને ઝડપથી ખ્યાતિ મેળવવા માટે કોઈ પણ હદ પાર કરી દેવા માગે છે. આ સંદર્ભે પૂણેના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુરેન્દ્ર દેશમુખ કહે છે કે - ‘શહેરમાં મોટાભાગના વાલી નોકરી માટે ઘરની બહાર હોય છે. તેમને ખબર રહેતી નથી કે બાળકો મોબાઈલમાં શું જોઈ રહ્યા છે, તેના મિત્રો કોણ છે. એટલે વાલીઓનું જાગૃત થવું અત્યંત જરૂરી છે’. વિખ્યાત સાઈબર સાઈકોલોજિસ્ટ નિરાલી ભાટિયા આ બાબતે સહમત છે.

તેમણે કહ્યું કે, ‘વાલીઓએ બાળકોની ઓનલાઈન ગતિવિધિ પર ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને કિશોરો પર. ગૂગલની ફેમિલી લિન્ક જેવી એપથી સરળતાથી મોનિટરિંગ કરી શકાય છે. વાલીઓને એ ખબર હોવી જોઈએ કે, તેમનો બાળક ઈન્ટરનેટ પર કેટલો સમય પસાર કરી રહ્યો છે, શું જૂએ છે, કેટલા સમય ચેટિંગ અને ગેમ રમે છે.

સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે, બાળકને એવું ન લાગે કે તમે તેની જાસુસી કરી રહ્યા છો. એટલે, મોબાઈલને એવા સ્થાને જ મુકો જ્યાં દરેક સમયે તમારી નજર હોય. બાળકની ઓનલાઈન ગતિવિધિમાં સામેલ થાઓ. તેમને સારી અને ખરાબ કન્ટેન્ટ વચ્ચેનું અંતર સમજાવો. ખોટું કરે તો તેને સમજાવો. એપ ત્યારે જ કામ કરશે જ્યારે મોબાઈલ એમ હશે કે બાળકની સાથે હશે. ધમકાવવાથી બાળક મોબાઈલ બંધ કરી શકે છે.’

લોકેશન જાણો, સમયમર્યાદા નક્કી કરો, રિપોર્ટ જુઓ
ગૂગલ ફેમિલી લિન્ક એપ ડાઉનલોડ કરી તેના સેટિંગ્સમાં જાઓ. તેના લોકેશન, ટાઈમિંગ્સ, રિપોર્ટ પર ક્લિક કરો. એ તમારા મેલ સાથે લિન્ક-અપ રહેશે. પેરેન્ટ્સ તેનાથી આ ગતિવિધિઓને નિયંત્રિત કરી શકે છે.

 • દરેક વખતે બાળકોનું લોકેશન જાણી શકશો.
 • ઈન્ટરનેટ ઉપયોગની સમયમર્યાદા નક્કી કરી શકશો. એટલે, કેટલાથી કેટલા સમય સુધી. જેથી મોડી રાત સુધી તે ચેટિંગ ન કરે.
 • તેના નેટ ઉપયોગનો રિપોર્ટ લઈ શકશો.
 • મોબાઈલમાં કોઈ પણ એપને મંજૂરી આપી શકો છો કે બ્લોક પણ કરી શકો છો.
 • એટલે, બાળક માત્ર એ એપનો જ ઉપયોગ કરી શકશે, જેની તમે મંજુરી આપશો.

- નિરાલી ભાટિયા, સાઈબર સાઈકોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો