તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 13 Prisoners Escaped From Kovid Jail In Rewari, Serving Sentences For Serious Offenses; Were Brought Here Infected

હરિયાણામાં કોરોના જેલ બ્રેક:રેવાડીમાં કોવિડ જેલમાંથી 13 કેદી ફરાર, ગંભીર ગુનાઓમાં સજા કાપી રહ્યાં હતા; સંક્રમિત થતા અહીં લાવવામાં આવ્યા હતા

રેવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટો ફિદેડી જેલનો છે. અહીં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને બહારની દીવાલ પૂરી રીતે બની પણ ન હતી. - Divya Bhaskar
ફોટો ફિદેડી જેલનો છે. અહીં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને બહારની દીવાલ પૂરી રીતે બની પણ ન હતી.

હરિયાણાના રેવાડીમાં શનિવારે મોડી રાત્રે 13 કોરોનના સંક્રમિત કેદી કોવિડ જેલમાંથી ફરાર થઈ ગયા છે. રવિવાર સવારે કેદીઓની ગણતરી દરમિયાન જેલ બ્રેકનો ખ્યાલ પડ્યો. તમામ કેદી કોરોના પોઝિટિવ થયા બાદ પ્રદેશની બીજી જેલમાંથી અહીં લાવવામાં આવ્યા હતા. જિલ્લાના એસપી અભિષેક જોરવાલે ઘટનાની પુષ્ટિ કરી છે.

જાણકારી મુજબ, રેવાડીની ફિદેડી જેલને સપ્તાહ પહેલાં જ કોવિડ જેલ બનાવી દેવામાં આવી હતી. આ જેલમાં પ્રદેશભરની જેલમાંથી શિફ્ટ કરીને લગભગ 450 કોરોના સંક્રમિત કેદીઓને રાખવામાં આવ્યા છે. શનિવારે રાત્રે અહીં એક જ બેરેકમાં બંધ 13 કેદી ગ્રિલ કાપીને બહાર નીકળી ગયા હતા. પછી ચાદરનું દોરડું બાંધીને જેલની દીવાલ કૂદીને ભાગી ગયા હતા.

જેલમાંથી ફરાર કેદીઓનો ફાઈલ ફોટો. જેની તપાસ માટે હરિયાણા પોલીસ હવે અભિયાન ચલાવી રહી છે.
જેલમાંથી ફરાર કેદીઓનો ફાઈલ ફોટો. જેની તપાસ માટે હરિયાણા પોલીસ હવે અભિયાન ચલાવી રહી છે.

ગંભીર ગુનાઓમાં સજા કાપી રહ્યાં હતા ફરાર કેદી
ભાગી જનારા કેદીમાં રાજેશ ઉર્ફે કાલિયા વિરૂદ્ધ નારનૌલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ દાખલ છે. નવીન શર્મા ઉર્ફે ગોલુ રેવાડી સામે મોડલ ટોઉન પોલીસ સ્ટેશનમાં બંધક બનાવવાનો અને હત્યાનો કેસ દાખલ છે. રેવાડી પોલીસ સિટીમાં 379-Aમાં નામજોગ કાલા ઉર્ફે ધર્મપાલ, રામપુરામાં હત્યાના પ્રયાસ તેમજ અન્ય કલમમાં નામજોગ રિંકુ ઉર્ફે કાલિયા, બાવલમાં હત્યાના મામલામાં નામજોગ ઓમપ્રકાશ ઉર્ફે ટોની, મહેન્દ્રઘઢ જિલ્લાના સતનાલીમાં હત્યા અને અન્ય કેસમાં નામજોગ શક્તિ, આશીષ અને અજીત ઉર્ફે નેતા પણ ભાગી ગયા છે. આ ઉપરાંત જીતેન્દ્ર ઉર્ફે સોનુ વિરૂદ્ધ મંડી અટેલીમાં, અભિષેક અને અનુજ પર નારગોલમાં સદર પોલીસ સ્ટેશન, બલવાન પર મહેન્દ્રગઢના સિટી પોલીસ સ્ટેશનમાં અને દીપક વિરૂદ્ધ નારનોલ સિટીમાં હત્યા અને બીજા ગંભીર ગુનાઓ દાખલ છે.