• Gujarati News
  • National
  • 13 Lakh Water Samples Were Collected Across The Country, 1.11 Lakh Were Found To Be Polluted

પ્રદૂષણ:દેશભરમાં પાણીનાં 13 લાખ સેમ્પલ એકત્ર, 1.11 લાખ પ્રદૂષિત નીકળ્યાં

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 લાખથી વધુ ગામોમાંથી નમૂના લેવાયા હતા
  • ફેક્ટરીઓના કારણે પાણીના સ્રોત અશુદ્ધ થયા

પીવાના પાણીની સરકારી યોજનાઓ દ્વારા ગામડાંઓમાં લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવતું પીવાનું પાણી કેટલું શુદ્ધ છે એને લઈને અવારનવાર અભ્યાસો સામે આવતા રહે છે. સરકારના કાર્યક્રમ હેઠળ દેશભરનાં 2 લાખથી વધુ ગામોમાંથી પીવાના પાણીના 13 લાખ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં. લેબોરેટરીમાં તપાસ બાદ તેમાંથી 1.11 લાખ નમૂના અત્યંત પ્રદૂષિત હોવાનું સામે આવ્યું હતું.

જળ શક્તિ મંત્રાલયના કાર્યક્રમ હેઠળ એકત્ર કરવામાં આવેલા આંકડાઓમાં આ જાણકારી સામે આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે 2,05,941 ગામોમાંથી આ નમૂના લેવાયા હતા. જેની 2,011 લેબોરેટરીઓમાં ચકાસણી કરવામાં આવી હતી.

પ્રદૂષિત પાણીના નમૂનામાં અશુદ્ધિઓ, આર્સેનિક, ફ્લોરાઇડ, આયર્ન તથા યુરેનિયમ જેવા હાનિકારક તત્ત્વો મળ્યા હતા. પાણીના સ્રોતોની આસપાસ ફેક્ટરીઓ, ભારે ધાતુનું ઉત્પાદન કરતી કંપનીઓના કારણે પીવાનું પાણી અશુદ્ધ થયાનું જાણવા મળ્યું હતું.

કેન્દ્ર સરકારના જળ જીવન કાર્યક્રમ હેઠળ પાણીના સેમ્પલની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ 2024 સુધીમાં દેશના દરેક ઘરોમાં પીવાના પાણીના કનેક્શન આપવાનો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસમાં પાણીના નમૂના પ્રદૂષિત મળે, તો ઓનલાઈન ફરિયાદ પણ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...