નર્મદામાં બસની જળસમાધિ, 13 મૃતદેહ મળ્યા:ઈન્દોર નજીક અકસ્માત, ઓવરટેક કરતી વખતે બસ બેકાબૂ બની પુલ નીચે ખાબકી

ધાર4 મહિનો પહેલા
  • મુખ્યમંત્રી શિવરાજ અને પૂર્વ CM કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું હતું
  • બસ ધામનોદમાં ખલઘાટની પાસે નર્મદામાં ખાબકી હતી

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે એક ભીષણ દુર્ઘટના ઘટી હતી. બસ ઈન્દોરથી મહારાષ્ટ્રના અમલનેર જઈ રહી હતી. બસ ધામનોદમાં ખલઘાટની પાસે નર્મદામાં ખાબકી હતી. 10થી 10.15 વાગ્યાની વચ્ચે ખલઘાટમાં ટૂ-લેન પુલ પર કોઈ વાહનને ઓવરટેક કરતી વખતે બસ બેકાબૂ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દેતાં બસ રેલિંગ તોડીને નદીમાં પડી હતી.

બસમાં મહિલા-બાળકો સહિત 40 મુસાફર સવાર હતા
બસમાં મહિલાઓ-બાળકો સહિત 40 મુસાફર સવાર હતા. અત્યારસુધીમાં 13 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. તેમાં 8 પુરુષ, 4 મહિલા અને 1 બાળક છે. મૃતકોની ઓળખ હાલ થઈ શકી નથી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ 15 પેસેન્જરને જીવતા બહાર કાઢવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે ઘટનાસ્થળે હાજર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં એકપણ પેસેન્જર જીવતો મળ્યો નથી.

CM શિવરાજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાત કરી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર ચર્ચા કરી હતી. બસની દુર્ઘટનાની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે તમામ મૃતદેહોને સન્માન સાથે મહારાષ્ટ્ર મોકલાશે. શિવરાજે તેમને પ્રશાસનના પ્રયાસોથી માહિતગાર કર્યા હતા.

દુર્ઘટના પછી સ્થાનિક લોકોએ પેસેન્જરોને શોધવામાં મદદ કરી હતી. કેટલાક મૃતદેહો પાણીમાં વહી ગયા હતા.
દુર્ઘટના પછી સ્થાનિક લોકોએ પેસેન્જરોને શોધવામાં મદદ કરી હતી. કેટલાક મૃતદેહો પાણીમાં વહી ગયા હતા.

બસ ખલઘાટમાં ટૂ-લેન પુલ પર કોઈ વાહનને ઓવરટેક કરતી વખતે અનિયંત્રિત થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દીધું હતું અને રેલિંગ તોડીને બસ નદીમાં પડી હતી. ઘટનાની માહિતી મળતાં જ ખલઘાટ સહિત આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈન્દોર અને ધારથી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ પુલ જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગની છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રશાસનને બચાવ અને રાહતકાર્ય ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.

સ્થાનિક લોકોએ હોળીથી મૃતદેહોને શોધ્યા અને કિનારે લઈ ગયા.
સ્થાનિક લોકોએ હોળીથી મૃતદેહોને શોધ્યા અને કિનારે લઈ ગયા.

ઈન્દોરથી 80 કિલોમીટર દૂર દુર્ઘટના ઘટી
દુર્ઘટના આગ્રા-મુંબઈ હાઈવે પર ઘટી હતી. આ રોડ ઈન્દોરથી મહારાષ્ટ્રને જોડે છે. ઘટનાસ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજયુ સેતુ પુલથી બસ પડ, તે બે જિલ્લા-ધાર અને ખરગોનની સીમા પર છે. પુલનો અડધો હિસ્સો ખલઘાટ(ધાર) અને અડધો હિસ્સો ખલટાકા(ખરગોન)માં છે. ખરગોનથી કલેક્ટર અને SP પણ ઘટનાસ્થળે પણ પહોંચ્યા છે.

બસ પુલના આ હિસ્સાને તોડીને નર્મદા નદીમાં પડી.
બસ પુલના આ હિસ્સાને તોડીને નર્મદા નદીમાં પડી.

અત્યારસુધીમાં એકપણ યાત્રી જીવતો મળ્યો નથી
ખલઘાટ ટોલનાકેની હાઈવે એમ્બ્યુલન્સના ડ્રાઈવર શ્રીકૃષ્ણ વર્માએ જણાવ્યું હતું કે હું ડ્યૂટી પર હતો. સવારે 10.03 વાગ્યે કન્ટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું કે પુલ પરથી એક બસ નર્મદામાં પડી ગઈ છે. માહિતી મળ્યાની 3 મિનિટની અંદર જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. નદીમાંથી અત્યારસુધીમાં એકપણ વ્યક્તિ જીવિત કે ઘાયલ કાઢવામાં આવી નથી. બસને નદીમાંથી કાઢી લેવામાં આવી છે.

દુર્ઘટના પછી પુલ પર ટ્રાફિકજામ થયો હતો.
દુર્ઘટના પછી પુલ પર ટ્રાફિકજામ થયો હતો.

હોટલમાલિકે કહ્યું- મુસાફરો ચા-નાસ્તો કરવા રોકાયા હતા
બસ MH 40 N 9848 સવારે 9થી 9.15 વાગ્યે ખલઘાટથી 12 કિલોમીટર પહેલાં દૂધી બાયપાસના કિનારે એક હોટલે રોકાઈ હતી. હોટલ માલિકે જણાવ્યું હતું કે અહીં 12-15 મુસાફરોએ ચા-નાસ્તો કર્યો હતો. બાકીના લોકો અંદર જ બેઠા હતા. અંદર કેટલા લોકો બેઠા હતા એનો ખ્યાલ નથી. જોકે બસમાં 30થી 35 લોકો હતા.

બસ નદીમાં 5થી 6 ફૂટ ઊંડા પાણીમાં ખાબકી હતી. લોકોને બહાર નીકળવાનો સમય જ રહ્યો નહોતો.
બસ નદીમાં 5થી 6 ફૂટ ઊંડા પાણીમાં ખાબકી હતી. લોકોને બહાર નીકળવાનો સમય જ રહ્યો નહોતો.

મુખ્યમંત્રી શિવરાજ અને પૂર્વ CM કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું

અન્ય સમાચારો પણ છે...