તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 12th Standard Students Took The Guide At Home And Wrote The Answers, The Education Minister Said The Children Are Writing.

છત્તીસગઢમાં એક્ઝામ ફ્રોમ હોમ:12માં ધોરણના છાત્રોએ ઘરમાં જ ગાઈડ લઈને જવાબો લખ્યા, શિક્ષણ મંત્રી બોલ્યા- બાળકો લખી તો રહ્યાં છે ને

રાયપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાયપુરના એક વિસ્તારની વિદ્યાર્થિની - Divya Bhaskar
રાયપુરના એક વિસ્તારની વિદ્યાર્થિની

કોરોના મહામારી વચ્ચે દેશભરમાં CBSEની 12માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે. 8થી વધુ રાજ્યોએ પોતાને ત્યાં બોર્ડ એક્ઝામ કેન્સલ કરી નાખી છે. તો છત્તીસગઢમાં 12માં ધોરણની પરીક્ષા આ વખતે 'એક્ઝામ ફ્રોમ હોમ' અંતર્ગત થઈ રહી છે. એટલે કે સ્ટૂડન્ટ્સ કવેશ્નન પેપર અને આન્સરશીટ ઘરે લઈ જઈને જવાબ લખી રહ્યાં છે. દરેક પેપર માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

જેમાંથી મોટા ભાગના સ્ટૂડન્ટ આન્સર લખવા માટે ગાઈડ લઈને બેસી ગયા છે. સ્ટૂડન્ટ્સ કેટલાંક સવાલના જવાબ ઈન્ટરનેટમાં પણ શોધી રહ્યાં છે. છત્તીસગઢના કેટલાંક યૂટ્યૂબ ચેનલોએ પણ જવાબ અપલોડ કર્યા છે. તમામ વિષયોના જવાબ આન્સર શીટમાં 5 દિવસમાં લખવાના છે. જે બાળકોએ 1 જૂને પેપર લીધા હતા તેઓએ 6 જૂને આ જમા કરાવશે. કવેશ્ચન પેપર 5 જૂન શનિવાર સુધી આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે પેપર ઘરે લઈ ગયેલા બાળકોને પણ 5 દિવસનો સમય મળશે. ભાસ્કરે શિક્ષણ મંત્રીને એક્ઝામ કમ ચીટિંગ કરીને આન્સર લખવાની પ્રક્રિયા પર સવાલ કર્યા. વાંચો છત્તીસગઢના શિક્ષણ મંત્રી પ્રેમ સાય સિંહ ટેકામ સાથેની વાતચીત....

સવાલઃ બાળકો જોઈ જોઈને જવાબો લખે છે, શું આનાથી નકલ કે ચોરી કરવાની વાતને પ્રોત્સાહન નહીં મળે?
જવાબઃ જે લોકો પરીક્ષા લીધા વગર જ પાસ કરે છે તેનું શું, અરે ભાઈ ઓછામાં ઓછું બાળકો લખી તો રહ્યાં છે, તેનાથી તેનો થોડો ઘણો તો અભ્યાસ થશે ને. છેવટે ગમે તે રીતે લખીને પરીક્ષા તો આપી રહ્યાં છે ને.

સવાલઃ મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવશે?
જવાબઃ કરીશું... યોગ્ય રીતે જ કરવામાં આવશે મૂલ્યાંકન.

રાયપુરના ડીડી નગર વિસ્તારનો સ્ટૂડન્ટ
રાયપુરના ડીડી નગર વિસ્તારનો સ્ટૂડન્ટ

સવાલઃ શું તમે આ રીતે પરીક્ષા લેવાનું યોગ્ય માનો છો?
જવાબઃ અહીં તો બાળકોને ભણાવ્યા વગર, પરીક્ષા અપાવ્યા વગર જ પાસ કરવામાં આવે છે. અમે પરીક્ષા તો લઈ રહ્યાં છીએ. જો કોઈ બાળક આખું વર્ષ નથી ભણ્યું તો તેને તે પણ ખબર નહીં હોય કે ક્યું ચેપ્ટર ક્યાં છે. 5 દિવસમાં બધાં જવાબ લખીને પેપર જમા પણ કરાવવાના છે. ઓછામાં ઓછું પરીક્ષા દેવાને બહાને બાળક કંઈક તો ભણી લેશે.

એકદમ નિંરાતે આન્સર શીટમાં જવાબ કોપી કરવામાં આવી રહ્યાં છે
એકદમ નિંરાતે આન્સર શીટમાં જવાબ કોપી કરવામાં આવી રહ્યાં છે

તો મળશે 100માંથી 100 માર્ક્સ
છત્તીસગઢ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા જણાવ્યા મુજબ આ વખતે 12માં ધોરણના મૂલ્યાંકનનો આધાર આન્સરશીટમાં લખેલા જવાબને જ બનાવવામાં આવ્યા છે, તેના પર માધ્યમિક શિક્ષણ મંડળના સચિવ વીકે ગોયલે કહ્યું કે જ્યારે અમે ઓપન બોર્ડ એક્ઝામ લઈ રહ્યાં છે તો સ્પષ્ટ છે કે બાળકો જોઈ જોઈને જ લખશે.

ગોયલે કહ્યું કે જે જવાબ આન્સરશીટમાં લખશે તેના આધારે જ બાળકેને માર્ક્સ મળશે. જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે- મોટા ભાગ બાળકો ચીટિંગ કરીને જવાબ લખી રહ્યાં છે, એવામાં તો તેને 100માંથી 100 માર્ક્સ મળી શકે છે, બધાં જ સાચા જવાબો લખીને? ગોયલે કહ્યું અમે મૂલ્યાંકનના નિયમો નથી બદલ્યા, જેવો જવાબ આન્સરશીટમાં હશે તે પ્રમાણે માર્કસ આપવામાં આવશે.

આ પ્રક્રિયામાં તે બાળકો પણ સારા માર્ક્સ મેળવી શકશે જેઓએ આખું વર્ષ કોઈ તૈયારી જ નથી કરી.
આ પ્રક્રિયામાં તે બાળકો પણ સારા માર્ક્સ મેળવી શકશે જેઓએ આખું વર્ષ કોઈ તૈયારી જ નથી કરી.

કેરિયર એક્સપર્ટે કહ્યું- છેલ્લે તો જ્ઞાન જ કામ આવવાનું છે
ડૉ. અજીત વરવંડકર છત્તીસગઢના કેરિયર કાઉન્સેલર છે. તેઓએ જણાવ્યું કે CBSEએ પરીક્ષા રદ કરી અને છત્તીસગઢ બોર્ડના બાળકો ઘરમાં બેસીને જવાબ લખી રહ્યાં છે. અનેક વખત નિર્ણય તમામ બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. ઓનલાઈન એક્ઝામના વિકલ્પ પર વાત થાય છે પરંતુ તે સાચું છે કે ટેકનિકલ સુવિધાના અભાવે ઘણાં બધા બાળકો ઓનલાઈન ક્લાસ એટેન્ડ નથી કરી શકતા. એવામાં તે લોકો કઈ રીતે પરીક્ષા આપશે.

ડૉ. વરવંડકરે કહ્યું કે હવે મારી પેરેન્ટ્સના અનેક કોલ આવે છે. લગભગ બધાંનો સવાલ એ જ હોય છે કે હવે આગળ શું થશે. જુઓ 12માંના માર્ક્સ ગ્રેજ્યુએશન માટે કોલેજમાં એડમિશન માટે મહત્વના હોય છે, તેના પર અસર પડશે તે તો નિશ્ચિત છે. પરંતુ કેરિયરમાં 12માંના માર્ક્સ તેટલું મહત્વ નથી રાખતા. સ્ટૂડન્ટને આગળ તો તેનું જ્ઞાન જ આગળ લઈ જશે. તેથી મારી સલાહ છે કે પેરેન્ટ્સ ખોટું સ્ટ્રેસ ન લે. જો કે તેઓએ સાથે જ કહ્યું કે જો વિદ્યાર્થી પોતાને આવડતું હોય તેટલું જ આન્સર શીટમાં જાતે જ લખે તો તે સારી વાત હશે.

અન્ય સમાચારો પણ છે...