• Gujarati News
  • National
  • 121% Increase In Mortality In Last 9 Days In The Country; 66 Students In Karnataka College Positive For Corona, Central Government Instructs To Increase Testing

13 રાજ્યમાં કોરોનાનું અલર્ટ:દેશમાં છેલ્લા 9 દિવસમાં મૃત્યુદરમાં 121%નો વધારો; કર્ણાટકની મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, કેન્દ્રની ટેસ્ટિંગ વધારવાની સૂચના

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • ઉત્તરાખંડમાં 11 IFS અધિકારી પોઝિટિવ આવ્યા, 48 આઇસોલેટ
  • કોરોનાના ખતરા વચ્ચે મહારાષ્ટ્રમાં 1 ડિસેમ્બરથી શાળાઓ ખોલવાની તૈયારી

દેશભરમાં કોરોના સંક્રમણના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 9 દિવસના આંકડા જોઈએ તો મૃત્યુદરમાં 121%નો વધારો નોંધાયો છે. 15 નવેમ્બરે દેશભરમાં 197 કોરોના પોઝિટિવ દર્દીનાં મોત થયાં હતાં, જ્યારે 23 નવેમ્બરે એ વધીને 437 સુધી પહોંચી ગયાં છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં કેન્દ્ર સરકારને પણ અલર્ટ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગમાં થયેલા ઘટાડા બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

કર્ણાટકમાં 66 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા
ઉત્તરાખંડના દેહરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (FRI)માં 11 IFS અધિકારી પોઝિટિવ મળ્યા છે. ત્યાર બાદ 48 અધિકારીને આઇસોલેટ કરી દેવાયા છે, જ્યારે કર્ણાટકના ધારવાડમાં SDM મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓનું સંપૂર્ણ વેક્સિનેશન થઈ ગયું છે. 400 વિદ્યાર્થીની સંખ્યા ધરાવતા આ કોલેજના બિલ્ડિંગની સાથે સાથે 2 હોસ્ટેલ પણ સીલ કેરી દેવામાં આવી છે. 300 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ આવી ચૂક્યા છે, હજી 100 રિપોર્ટ આવવાના બાકી છે.

ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે કહ્યું હતું કે લગભગ એક અઠવાડિયા પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ એક કાર્યક્રમમાં ગયા હતા. આ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તમામ પોઝિટિવ આવ્યા છે. તેમની પ્રાથમિક અને સેકન્ડરી સંપર્કોની શોધ કરવામાં આવી રહી છે.

બંગાળમાં પોઝિટિવિટી રેટ વધવાથી ચિંતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે જો ટેસ્ટિંગમાં ઘટાડો થશે તો સંક્રમણનું યોગ્ય મૂલ્યાંકન નહીં કરી શકાય. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંગાળ સહિત ઘણાં રાજ્યોમાં પણ પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું છે કે જો ટેસ્ટિંગ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો લોકોમાં સંક્રમણ ફેલાવાનો અંદાજો લગાવવો મુશ્કેલ બનશે. તેમણે બંગાળના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે કોર્પોરેશનને પત્ર લખીને જણાવાયું હતું કે જૂન 2021 સુધીમાં સરેરાશ 67,644 ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. હવે 22 નવેમ્બર સુધી દરરોજ 38,600 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

એન્ટિજન ટેસ્ટને બદલે RT-PCR પર ધ્યાન આપો
ભૂષણે પત્રમાં આગળ લખ્યું છે કે હાલમાં બંગાળમાં પોઝિટિવિટી રેટ 2.1% છે. આ છેલ્લાં 4 અઠવાડિયાંમાં સૌથી વધુ છે. ઘણા જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે. એમાં દાર્જીલિંગ, દક્ષિણ દિનાજપુર, હાવડા, પશ્ચિમ 24 પરગના, દક્ષિણ 24 પરગના, જલપાઈગુડી અને કોલકાતાનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ લખ્યું કે એન્ટિજન ટેસ્ટને બદલે RT-PCR ટેસ્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ.

આ રાજ્યોને પણ લખ્યો પત્ર
બંગાળ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે ગોવા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, લદાખ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન અને સિક્કિમને પણ પત્ર લખ્યો છે. કેરળને લખવામાં આવેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે રાજ્યે ઓગસ્ટમાં 2.96 લાખ કોરોના ટેસ્ટ કર્યા હતાં, જે હવે ઘટાડીને 56 હજાર કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીનો દાવો- ડિસેમ્બરમાં આવશે ત્રીજી લહેર
મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ડિસેમ્બરમાં આવી શકે છે. આ વાત રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ત્રીજી લહેરતો આવશે, પરંતુ એ બીજી લહેર જેવી નહીં હોય.

તેમણે કહ્યું હતું કે રાજ્યમાં વેક્સિનેશન વધુ છે, તેથી ત્રીજી લહેર હળવી રહેશે. ત્રીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજન અને ICU બેડની જરૂર રહેશે નહીં. જ્યારે નિષ્ણાતો એવો પણ દાવો કરે છે કે લહેર સમય સમય પર તેમની નિશ્ચિત ફ્રિક્વન્સીમાં આવે છે. પ્રથમ લહેર સપ્ટેમ્બર 2020માં આવી હતી. બીજી લહેર એપ્રિલ 2021માં આવી હતી. હવે ત્રીજી લહેર ડિસેમ્બરમાં આવવાની ધારણા છે.

મહારાષ્ટ્રમાં શાળાઓ ખોલવાની તૈયારી
આરોગ્યમંત્રીએ ત્રીજી લહેરની ચેતવણી આપ્યા બાદ બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે શાળાઓ ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુરુવારે રાજ્યના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા બાદ શાળા ખોલવાનો નિર્ણય કર્યો છે. મંત્રીએ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં ધોરણ 1થી ધોરણ 4 અને શહેરી વિસ્તારોમાં ધોરણ 1થી ધોરણ 7 સુધીની શાળાઓ 1 ડિસેમ્બરથી ખોલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...