તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • 1.20 Lakh Cases Were Reported In The Last 24 Hours, 1.97 Lakh People Were Cured And 3,370 People Died; Yesterday 66% Of Patients Met In Only 5 States

કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં 1.20 લાખ કેસ નોંધાયા, 1.97 લાખ લોકો સાજા થયા અને 3,370 લોકોનાં મોત; નવા કેસના 66% દર્દી માત્ર 5 રાજ્યમાં મળ્યા

નવી દિલ્હી9 દિવસ પહેલા
 • દેશમાં હાલમાં 15.51 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 20 હજાર 332 લોકો કોરોના પોઝિટિવ મળ્યાછે, જ્યારે 1 લાખ 97 હજાર 371 લોકો સાજા થયા અને 3,370 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પ્રમાણે એક્ટિવ કેસ, એટલે કે સારવાર ચાલી રહેલા દર્દીની સંખ્યામાં 80,490નો ઘટાડો થયો. આ તરફ નવા કેસમાં થયેલો ઘટાડો પણ રાહત આપનારો છે. ગુરુવારે નવા દર્દીઓની સંખ્યા 59 દિવસમાં સૌથી ઓછી રહી છે. આ પહેલાં 6 એપ્રિલે 1.15 લાખ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી નવા કેસ 1.50 લાખથી પણ ઓછા નોંધાઈ રહ્યા છે.

દેશમાં શુક્રવારે નવા નોંધાયેલા કેસમાંથી 66% કેસ માત્ર 5 રાજ્યમાં જ મળ્યા છે. એમાં તામિલનાડુ (22,651), કેરળ (16,229), કર્ણાટક (16,068), મહારાષ્ટ્ર (14152) અને આંધ્રપ્રદેશ (10,413) સામેલ છે. આ ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા કેસ 10 હજારની નીચે પહોંચી ગયા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.20 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 1.97 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,370
 • અત્યારસુધીમાં કુલ કેસ : 2.86 કરોડ
 • અત્યારસુધી સાજા થયા: 2.67 કરોડ
 • અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 3.44 લાખ
 • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 15.51 લાખ

15 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 15 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં ગત લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

17 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે, પરંતુ કેટલીક છૂટછાટ પણ છે. એમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

અપડેટ્સ

 • એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ફાઇઝરની વેક્સિન ઓરિજિનલ વેરિયન્ટ કરતાં ભારતીય ડેલ્ટા વેરિયન્ટ સામે 5 ગણા ઓછા એન્ટિબોડીઝ ઉત્પન્ન કરશે. ધ લેંસેટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, વધતી ઉંમરની સાથે-સાથે આ એન્ટિબોડીઝના વાયરસને ઓળખવા અને લડવાની ક્ષમતામાં પણ ઘટાડો થશે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વેક્સિનની સ્થિતિ બાબતે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. તેમણે અધિકારીઓને વેક્સિનનો બગાડ અટકાવવા માટે કડક આદેશ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એક-એક વેક્સિન ખૂબ જ મૂલ્યવાન છે. જેટલી વેક્સિનનો બગાડ થશે... એનો અર્થ એ થશે કે એટલા લોકોએ પોતાનો ડોઝ ગુમાવી દીધો.

મુખ્ય રાજ્યોનો પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં શુક્રવારે 14,152 લોકો પોઝિટિવ મળ્યા હતા. 20,852 લોકો સજા થયા અને 1377 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં રાજ્યમાં 58.02 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 55.07 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 98,771 લોકો મૃત્યુ પામ્યા છે. 1.96 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

2. છત્તીસગઢ
અહીં શુક્રવારે રાજ્યમાં 1,460 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 3,838 લોકો સાજા થયા અને 23 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 9.78 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.38 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 13,162 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં 26,977 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત
રાજ્યમાં શુક્રવારે 1,120 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 3,339 લોકો સાજા થયા અને 16 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 8.14 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.82 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,906 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 24,004 લોકો સારવાર હેઠળ છે.

4. ઉત્તરપ્રદેશ
અહીં શુક્રવારે 1,112 લોકોને સક્રમણ લાગ્યું હતું. 3,646 લોકો સાજા થયા અને 136 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 16.96 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.52 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 21,031 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 22,876 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

5. રાજસ્થાન
શુક્રવારે અહીં 1,006 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 4,370 લોકો સાજા થયા અને 40 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.44 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.11 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,599 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 24,004 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
​​​​​​​શુક્રવારે રાજ્યમાં 798 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 2,045 લોકો સાજા થયા હતા અને 50 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 7.83 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.62 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,257 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં 12,889 દર્દી સારવાર લઈ રહ્યા છે.

7. દિલ્હી
દિલ્હીમાં શુક્રવારે 523 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 1,161 લોકો સાજા થયા અને 50 લોકોનાં મોત થયા. અત્યારસુધીમાં 14.28 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 13.95 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 24,497 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 8,060 લોકો સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...