• Gujarati News
  • National
  • 12 Vacancies Following The Resignation Of 3 Ministers; Also Focus On The Selection Of The Pilot Group So As To Reconcile With Gehlot

ગેહલોતની નવી ટીમ તૈયાર:11 કેબિનેટ અને 4 નવા રાજ્યમંત્રી શપથ લેશે; પાયલટ છાવણીમાંથી 4 મંત્રી, 2 રાજ્યમંત્રી પ્રમોટ થશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાશે, જેમા અન્ય મહત્વના નિર્ણય લેવાશે

ગેહલોત કેબિનેટમાં રવિવારે મોટા ફેરફાર થશે. 11 કેબિનેટ અને 4 નવા રાજ્યમંત્રી શપથ લેશે. 4 વાગે રાજભવનમાં થપથ ગ્રહણ સમારંભ યોજાશે. આ અગાઉ ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા, જે પૈકી રઘુ શર્મા, હરીશ ચૌધરી, ગોવિંદ સિંહ ડોટાસરાના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. નવા મંત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. પાયલટ છાવણીમાંથી 4 મંત્રી બનશે. 2 રાજ્ય મંત્રીને પ્રમોટ કરી કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે.

આ સાથે રવિવારે બપોરે 2 વાગે પાર્ટી ઓફિસ ખાતે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ સાથે બપોરે ચાર વાગે નવા મંત્રીઓના શપથ ગ્રહણ થશે.આ અંગે કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકન અને CM અશોક ગેહલોતે મંત્રીઓ સાથે ચર્ચા કરી છે.

બીજી બાજુ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર જયપુર પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવા મંત્રીઓ અંગે સહમતિ બની ગઈ છે. બીજી બાજુ અજય માકન આ ધારાસભ્યોને ફોન કરી જાણકારી આપશે કે જેમને મંત્રી બનાવવામાં આવશે.

કુલ 15 મંત્રી બનશે
11 કેબિનેટ મંત્રીઃ
હેમારામ ચૌધરી, મહેન્દ્રીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોષી, વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણા, મમતા ભુપેશ, ભજનલાલ જાટવ, ટીકારામ જૂલી, ગોવિંદ મેઘવાલ, શકુંતલા રાવત

4 રાજ્યમંત્રીઃ જાહિદા, બ્રિજેન્દ્ર ઓલા, રાજેન્દ્ર ગુઢા અને મુરારીલાલ મીણા

અગાઉ 3 નેતાઓએ રાજીનામા આપેલા
આ અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકારના 3 મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરા, હરીશ ચૌધરી અને રઘુ શર્માએ રાજીનામું આપી દીધું હતા. રાજભવનને શપથગ્રહણની સૂચના જણાવી દેવામાં આવી હતી. રાજભવનમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. કોરોનાને ધ્યાનમાં લેતા શપથ ગ્રહનમાં વધુ ભીડ એકઠી કરવામાં નહી આવે. 4 પોઈન્ટમાં જાણો સમગ્ર પાવર ગેમ...

1. રાજીનામાંનું કારણ શું
શુક્રવારે આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા, મહેસૂલ મંત્રી હરીશ ચૌધરી અને શિક્ષણ રાજયમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોત-પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. જયપુર પહોંચેલા પ્રદેશ પ્રભારી અજય માકને કહ્યું હતું કે, ત્રણેય મંત્રીઓ સંગઠનમાં કામ કરવા માંગે છે.

2. હજી અન્ય કોઈ મંત્રી રાજીનામું આપશે
જણાવવામાં આવી રહ્યું છે કે સાંજ સુધીમાં વધુ મંત્રીઓ રાજીનામાં આપી શકે છે, પરંતુ એવું પણ કહેવામા આવી રહ્યું છે કે હવે કોઈનું રાજીનામું લેવામાં નહીં આવે. આ તે મંત્રીઓ માટે રાહતની વાત છે કે જેમને ડર હતો કે મંત્રીમંડળ વિસ્તરણમાં તેમનું પત્તું કપાઈ શકે છે.

3. ગેહલોત પાસે અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે
મંત્રીઓના રાજીનામાં પહેલા 9 પદ ખાલી હતા, હવે 12 પદ ખાલી છે. હવે મંત્રી પદ મેળવવાની આશામાં કેટલાક ધારાસભ્યોએ જયપુરમાં પડાવ નાંખ્યો છે. શક્યતાઓ છે કે ગેહલોત જ્યારે પોતાની નવી ટીમની જાહેરાત કરશે, ત્યારે 30 મંત્રીઓ બનાવવામાં આવી શેક છે.

4. ગેહલોત પાવર બેલેન્સ કઈ રીતે કરશે
રાજ્યસભાની ચૂંટણીને જોતાં સાથી પક્ષોને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે. સરકારને 13 અપક્ષોનું સમર્થન છે. બસપામાંથી કોંગ્રેસમાં જોડાયેલા 6 ધારાસભ્યોએ પણ આશા રાખીને બેઠા છે. આ સાથે જ સરકારની અંદર શાંતિથી ચાલી રહેલો વિરોધ વધુ ઉગ્ર ન બને માટે પાયલોટ સાથે પણ સમાધાન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણમાં સહયોગી પક્ષો ઉપરાંત પાયલોટ જુથને પણ પ્રાધાન્યતા આપવામાં આવશે. 3 રાજીનામા બાદ મંત્રી પદ માટે પાયલોટની નજીકના રમેશ મીણા, જાહિદા, શકુંતલા રાવતનું નામ ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...