• Gujarati News
  • National
  • 12 States And One Union Territory Refuse To Reduce VAT On Petrol diesel, Claim Budget Will Be Affected

પેટ્રોલ-ડિઝલ પર રાજકારણ:12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું પેટ્રોલ-ડીઝલ પર વેટમાં ઘટાડો કરવાનો ઈનકાર, બજેટમાં અસર થશે તેવો દાવો

એક મહિનો પહેલા

પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને વેટમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે. જ્યારે ભાજપ શાસિત 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો (UT)એ વેટમાં કાપ મૂક્યો હતો, ત્યારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ શાસિત રાજ્યોએ વેટ ઘટાડવાનો ઇનકાર કર્યો છે. વેટમાં ઘટાડો ન કરવાનારા 12 રાજ્યો અને એક UTએ તેના પાછળ બજેટ ખરાબ થવાનો હવાલો આપ્યો છે.

સરકારી તેલ કંપનીઓએ જાણકારી આપી છે કે શુક્રવારે સાંજ સુધી 13 રાજ્યો અને એક UTએ પેટ્રોલ-ડિઝલ પર વેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, મેઘાલય, આંદામાન અને નિકોબાર અને ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જોકે, શુક્રવારે રાત્રે ઓરિસ્સાએ પેટ્રોલ અને ડીઝલ પર નો વેટ 3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડ્યો હતો.

ભાજપનો કટાક્ષ- રાજ્યો વેટ કેમ નથી ઘટાડતા
પેટ્રોલ-ડીઝલ પર વેટ ન ઘટાડવા બદલ ભાજપે વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ શુક્રવારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ટેક્સ ન ઘટાડવા બદલ આકરા પ્રહાર કર્યા હતા. ભાટિયાએ કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથે પેટ્રોલ અને ડીઝલમાં 12 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે. આ ઘટાડો કેન્દ્રથી અલગ છે.

ભાટિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત અને આસામમાં પણ ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે પંજાબ, છત્તીસગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં લોકો જાણવા માંગે છે કે ત્યાંની રાજ્ય સરકારોએ આવા પગલાં કેમ લીધા નથી.

ગેહલોત બોલ્યાં- અમે અગાઉ જ ટેક્સ ઘટાડી ચૂક્યા છે
ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તે પહેલાં જ રાજ્યનો વેટ ઘટ્યો છે. જો કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં વધુ ઘટાડો કરશે તો રાજ્યોનો વેટ પણ આપોઆપ ઘટશે. ગેહલોતે ભાજપના એ આક્ષેપનો જવાબ આપ્યો નથી કે રાજસ્થાન પેટ્રોલિયમ પર સૌથી વધુ વેટ વસૂલી રહ્યું છે.

કેન્દ્રે દિવાળીના એક દિવસ પહેલા ટેક્સમાં ઘટાડો કર્યો હતો
દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.5 અને ડીઝલમાં લિટર દીઠ 10 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી. ત્યારબાદ તેમણે રાજ્યોને વેટ ઘટાડવાની અપીલ કરી હતી જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ નીચે આવી શકે. કેન્દ્રની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...