તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 12 Of The 13 Engineering Students Arrested 7 Years Ago Were Declared Terrorists By The Court; Worked For The Indian Mujahideen

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનનો સ્લીપર સેલ કેસ:7 વર્ષ પહેલાં પકડાયેલાં 13માંથી 12 એન્જિનિયરના વિદ્યાર્થીઓને કોર્ટે આતંકી જાહેર કર્યા; ઈન્ડિયન મુજાહિદ્દીન માટે કામ કરતા હતા

જયપુર2 મહિનો પહેલા
  • દિલ્હીમાં પકડાયેલા આતંકીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે રાજસ્થાનમાં ATS અને SOGની ટીમોએ 2014માં જયપુર, સીકર અને અન્ય બીજા જિલ્લાઓમાં 13 સંદિગ્ધ યુવકોની ધરપકડ કરી હતી.

જયપુરની જિલ્લા અદાલતે સિમીના 13 સભ્યોમાંથી 12ને આતંકી જાહેર કર્યા છે, જ્યારે એકને નિર્દોષ છોડી મુક્યો છે. આ લોકોને સજા આજે જ સંભળાવવામાં આવશે. આ તમામ એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સ હતા જે આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન માટે કામ કરતા હતા. આ લોકોને 2014માં ATS અને SOGએ પક્ડયા હતા. આતંકી જાહેર થયેલા સ્ટૂડન્ટ્સમાં 6 સીકરના , 3 જોધપુરના, એક-એક જયપુર અને પાલીના અને એક બિહારના ગયાનો છે. જે એક સ્ટૂડન્ટને છોડવામાં આવ્યો તો જોધપુરનો રહેવાસી છે.

રાજસ્થાનમાં સિમીના સ્લીપર સેલ સાથે જોડાયેલો આ મામલો સાત વર્ષ જૂનો છે. દિલ્હીમાં પકડાયેલા આતંકીઓ પાસેથી મળેલા ઈનપુટના આધારે રાજસ્થાનમાં ATS અને SOGની ટીમોએ 2014માં જયપુર, સીકર અને અન્ય બીજા જિલ્લાઓમાં 13 સંદિગ્ધ યુવકોની ધરપકડ કરી હતી. આ લોકો પર આરોપ હતો કે આ લોકો પ્રતિબંધિત સંગઠન સિમી સાથે જોડાયેલાં છે અને રાજસ્થાનમાં આતંકી પ્રવૃતિઓને વેગ આપવા માટે બોમ્બ બનાવવા જેવા કામોમાં લાગેલા છે.

ત્યારે ATSએ પણ એવો દાવો કર્યો હતો કે સિમીની સ્લીપર સેલને એક્ટિવ કરવા માટે જયપુરથી પકડાયેલા મારુફના સંબંધી ઉમરે ઈન્ટરનેટની મદદથી સંપર્ક કરીને આ યુવકોને સંગઠનમાં જોડ્યા હતા. જે બાદ આ યુવક એક્ટિવ થઈને આતંકી પ્રવૃતિઓમાં સામેલ થઈ ગયા હતા. આ કોઈ ષડયંત્રને પાર પાડત તે પહેલાં જ ATS અને SOGના સ્લીપર સેલ સાથે જોડાયેલાં આ 13 યુવકોની ધરપકડ કરી હતી. આ મામલે છેલ્લાં સાત વર્ષથી કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી. આ કેસમાં અભિયોજન પક્ષે 178 સાક્ષી અને 506 ડોક્યુમેન્ટ્રી એવિડન્સ કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં સરકારી વકીલ લિયાકત ખાને દલીલ કરી હતી.

આ કેસમાં દોષિત જાહેર
આ આતંકી નકલી દસ્તાવેજોથી સિમ ખરીદવા, જેહાદના નામે ફંડ એકઠું કરવા, આતંકીઓને આશરો આપવો અને બોમ્બ વિસ્ફોટ માટે રેકી કરવા જેવા મામલે દોષી જાહેર થયા છે. તે વાત પણ સામે આવી છે કે આ ગોપાલગઢમાં થયેલી પોલીસ ફાયરિંગના કારણે પણ રોષમાં હતા. ATSએ તેમની પાસેથી લેપટોપ, ફોન, પેન ડ્રાઈવ, પુસ્તક, દસ્તાવેજ અને ઈલેકટ્રોનિક સામાન જપ્ત કર્યો હતો. દિલ્હી ATSની સુચના પર રાજસ્થાન ATSએ 28 માર્ચ, 2014નાં રોજ આ મામલે FIR દાખલ કરી હતી.

કોર્ટે આ લોકોને આતંકી જાહેર કર્યા
1. મોહમ્મદ અમ્માર યાસાર પુત્ર મોહમ્મદ ફિરોઝ ખાન, ઉંમર 22 વર્ષ, નિવાસી કાઝી મહોલ્લા શેરઘાટી, ગયા (બિહાર)

2. મોહમ્મદ સજ્જાદ પુત્ર ઈકબાલ ચૌહાન (32), અન્ઝુમ સ્કૂલની પાસે, કુરૈશીયાન મહોલ્લા, સીકર

3. મોહમ્મદ આકિબ પુત્ર અશફાક ભાટી (22), જમીદારાન વોર્ડ 13, સીકર

4. મોહમ્મદ ઉમર પુત્ર ડૉ. મોહમ્મદ ઈલિયાસ (18), જમીદારાન વોર્ડ 2, સીકર

5. અબ્દુલ વાહિદ ગૌરી પુત્ર મોહમ્મદ રફીક (26), કુરૈશીયાન મહોલ્લા, વોર્ડ 31, સીકર

6. મોહમ્મદ વકાર પુત્ર અબ્દુલ સત્તાર (22), મોહલ્લા રોશનગંજ, વોર્ડ 13, સીકર

7. અબ્દુલ માજિદ ઉર્ફે અદ્દાસ પુત્ર અસરાર અહમદ (21), જમીદારાન વોર્ડ 12, સીકર

8. મોહમ્મદ મારુફ પુત્ર ફારુક એન્જિનિયર, ડી 105, સંજય નગર, ઝોટવાડા, જયપુર

9. વકાર અઝહર પુત્ર મોહમ્મદ તસ્લીમ રઝા, 20 જૂનાં ચૂડીઘરોનો વિસ્તાર, પાલી

10. બરકત અલી પુત્ર લિયાકત અલી (28), મકાન નંબર 8, હાજી સ્ટ્રીટ, શાંતિપ્રિય નગર, જોધપુર

11. મોહમ્મદ સાકિબ અંસારી પુત્ર મોહમ્મદ અસલમ (25), એ 45, બરકતુલ્લા કોલોની, જોધપુર

12. અશરફ અલી ખાન, પુત્ર સાબિર અલી (40), 653, લાયકાન મોહલ્લા, જોધપુર

મશરફ ઈકબાલ પુત્ર છોટુ ખાં (32), નઈ સડક, ગુલઝારપુરા, જોધપુરને છોડવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો