• Gujarati News
  • National
  • 12% More Rainfall So Far, Normal In 20 States In 35 Days, Below Average Rainfall In 7 States

ચોમાસુ મહેરબાન:અત્યાર સુધીમાં 12% વધારે વરસાદ, 35 દિવસમાં 20 રાજ્યોમાં સામાન્ય, 7 રાજ્યમાં સરેરાશથી ઓછો વરસાદ

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની હેલી, ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ
  • મુંબઈમાં સતત ત્રીજા દિવસે વરસાદ, સમુદ્રમાં ફરી 13 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા

દેશભરમાં વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. રવિવારે લદાખ સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત સહિત બાકી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં રાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 

સમુદ્રમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં
મુંબઈની હાલત તો દયનીય થઇ ચૂકી છે. ત્યાં સતત ત્રીજા દિવસે મોન્સૂનના વરસાદથી અનેક વિસ્તારોમાં માર્ગો પર 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. સતત બીજા દિવસે હાઈટાઇડ આવતાં સમુદ્રમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં હતાં. થાણે અને તેની આજુબાજુના ક્ષેત્રોમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. મુંબઈમાં ખરાબ હવામાનને લીધે હૈદરાબાદમાં સ્વિસ એરની જ્યૂરિખ-મુંબઈ કાર્ગો ફ્લાઈટને લેન્ડ કરાવાઇ હતી. બીજી બાજુ આસામમાં પૂરનો કેર યથાવત્ છે. ત્યાં રવિવારે વધુ બેનાં મોત સાથે મૃતકાંક 63 થઈ ગયો હતો. રાજ્યના 33માંથી 18 જિલ્લાના 10.75 લાખ લોકો પ્રભાવિત થયા હતા. 

8 રાજ્યોમાં સરેરાશથી વધુ અને 2માં વધુ વરસાદ
ચોમાસાના 35 દિવસ વીતી ચૂક્યા છે અને તે અત્યાર સુધી સારું રહ્યું છે. 5 જુલાઈ સુધી દેશમાં 232.2 મિમી વરસાદ પડ્યો હતો. જોકે આ તારીખ સુધીની સરેરાશ 208.2 મિમી છે. એટલે કે સામાન્ય કરતાં 12 ટકા વધુ. 

રાજ્યસરેરાશઅત્યાર સુધી (મિલીમીટર)
ગુજરાત156.5141.4
મધ્યપ્રદેશ163.6233.7
આસામ499.2585.1
પ. બંગાળ366.7423.4
બિહાર220.5360.4
યુપી123.3160.2
ઉત્તરાખંડ226.8208.8
દિલ્હી81.466.5
પંજાબ70.970.7
હિમાચલ127.796.9
રાજસ્થાન69.965.4
ઓડિશા265.4292.6

સ્રોત: વરસાદના આંકડા મિલીમીટરમાં 5 જુલાઈ સુધી.સ્ત્રોત આઈએમડી.

અન્ય સમાચારો પણ છે...