તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 12 Members Of The Same Family Drowned While Bathing In Saryu, Three People Were Rescued; Divers Engaged In Search Of Missing People

અયોધ્યામાં મોટી દુર્ઘટના:સરયૂ નદીમાં સ્નાન કરતા સમયે એક જ પરિવારના 15 લોકો ડૂબ્યા, 5 લોકોના મોત, 6નો બચાવ; 4ની શોધખોળ ચાલૂ

14 દિવસ પહેલા
  • CM યોગીએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા આદેશ આપ્યો
  • આગરાનો પરિવાર અયોધ્યામાં રામલીલાના દર્શન કરવા આવ્યા હતા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોટી દુર્ઘટના સામે આવી છે. આગરાના સિંકદરાબાદથી અયોધ્યા આવેલો એક પરિવાર શુક્રવારે સરયુ નદીના ગુપ્તાર ઘાટમાં સ્નાન કરવા ગયો હતો. સ્નાન કરતા સમયે અચાનક 15 લોકો નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યાં છે તો 6ને બચાવી લેવાયા છે જ્યારે 4ની તપાસ ચાલૂ છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લઈને અધિકારીઓએ બચાવ કામગીરી હાથ ધરવા આદેશ આપ્યો.

અયોધ્યામાં સરયુ નદીમાં અકસ્માત બાદ સ્થાનિક તરવૈયાએ તપાસ હાથ ધરી
અયોધ્યામાં સરયુ નદીમાં અકસ્માત બાદ સ્થાનિક તરવૈયાએ તપાસ હાથ ધરી

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાણીના પ્રચંડ પ્રવાહના કારણે પહેલા પરિવારના 2 લોકો તણાયા હતા. ત્યારપછી એક બીજાને બચાવવા જતા 13 લોકો પણ સરયૂ નદીમાં ડૂબી ગયા હતા. લોકોને ડૂબતા જોઇને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી. લગભગ 1 કલાકની મહેનત પછી 6 લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો, ત્યારે અન્ય 6 લોકોની હજુ લાપતા છે. પરિવારમાં મહિલાઓ તથા બાળકો પણ હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી દીધી હતી. અત્યારે ડૂબેલા પરિવારના સભ્યોની તપાસ કરાઈ રહી છે.

રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે
પોલીસની સાથે સ્થાનિક તરવૈયાની સહાયતાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. સરયૂમાં જળસ્તર વધી જતા બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ સામે આવી રહી છે. ગુપ્તાર ઘાટના પૂર્વના તમામ કિનારા પર નજર રખાઈ રહી છે. આસપાસના પોલીસ સ્ટેશનોને પણ સતર્ક કરાઈ રહ્યા છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી
પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી

CM યોગીએ ઘટનાની નોંધ લીધી
અયોધ્યાના ગુપ્તાર ઘાટમાં 12 લોકોના ડૂબવાના સમાચાર સામે આવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓને રેસ્ક્યૂ કરવાનો આદેશ આપ્યો છે. લોકોનો જીવ બચાવવા માટે સ્થાનિક તરવૈયાની સહાયતા લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...