તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાષ્ટ્ર વિધાનસભામાં હોબાળો:સ્પીકરની સાથે ગાળાગાળી કરવાના આરોપમાં ભાજપના 12 ધારાસભ્ય એક વર્ષ માટે સસ્પેન્ડ, ગૃહમાં સત્તાપક્ષના MLA સાથે ધક્કામુક્કીનો પણ આરોપ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર વિધાનસભાના મોન્સૂન સત્ર દરમિયાન OBC અનામતના મુદ્દે સ્પીકરની ખુરસી પર બેઠેલા ભાસ્કર જાધવની સાથે ગેરવર્તણૂક કરવાના આરોપમાં ભાજપના 12 ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે આક્ષેપ કર્યા હતો કે જ્યારે ગૃહ સ્થગિત થયું એ બાદ ભાજપના નેતા મારી કેબિનમાં આવ્યા અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલે મને ગાળો આપી. કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે સંસદીય મામલાના મંત્રીને આ મુદ્દે તપાસ કરવાનું કહ્યું છે.

વિપક્ષનો પણ આરોપ
તો વિપક્ષના નેતાએ પણ આરોપ લગાવ્યો કે કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે વિપક્ષી દળોના નેતાને ગાળો આપી. બે દિવસ સુધીના ચાલનારા મોન્સૂન સત્રના પહેલા દિવસે OBC અનામતના મુદ્દે વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો. વિપક્ષનો આરોપ છે કે કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે ગૃહમાં પોતાની વાત રજૂ કરવા માટે પૂરતો સમય ન આપ્યો. વિપક્ષે કાર્યવાહીનો બહિષ્કાર કર્યો

શું સમગ્ર મામલો
વિધાનસભાએ સોમવારે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં કેન્દ્રને 2011ની જનગણનાના આંકડા ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો, જેથી રાજ્ય પછાત વર્ગ આયોગને ઓબીસીની વસતિનો ડેટા તૈયાર કરવામાં સક્ષમ બનાવી શકાય, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત લાગુ કરી શકાય.

NCP નેતા અને રાજ્યના ખાદ્ય તેમજ નાગરિક આપૂર્તિ મંત્રી છગન ભુજબળે રજૂ કરેલા પ્રસ્તાવને ભાજપના સભ્યોના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પસાર કરી દેવાયો. આ દરમિયાન ભાજપના સભ્ય વેલમાં ધસી આવ્યા હતા અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પ્રસ્તાવ રાજનીતિથી પ્રેરિત છે.

શિવસેના-NCPએ ભાજપ પર લગાવ્યો આરોપ
શિવસેનાના નેતા સુનીલ પ્રભુ અને NCP નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો કે ભાજપના સભ્યોએ કાર્યવાહક સ્પીકરની સાથે દુર્વ્યવહાર કર્યો અને અધ્યક્ષના રૂમમાં તેમની સાથે મારામારી કરી હતી. તેમણે ભાજપના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ માગ કરી. એ બાદ ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે ગૃહને 15 મિનિટ સુધી સ્થગિત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...