ચીન સાથેના સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે પબ્જી સહિત 119 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશની સુરક્ષાને ખતરો હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી પણ ભારત સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં PUBGના એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે.
શુ છે પબ્જી અને તેના પર પ્રતિબંધ શા માટે?
ભારતમાં પબજીના 5 કરોડ યુઝર, રેવન્યૂ 22 હજાર કરોડ
ભારતમાં પબજીના 5 કરોડથી વધુ યુઝર્સ છે, જેમાંથી અંદાજે 3.5 કરોડ એક્ટિવ યુઝર છે. ડેટા એનાલિટિકલ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યાનુસાર પબજીની આ વર્ષના 6 મહિનાની રેવન્યૂ અંદાજે 9,700 કરોડ રૂ. રહી. તેની અત્યાર સુધીની કુલ રેવન્યૂ 22 હજાર કરોડ રૂ.ને પાર જઇ ચૂકી છે. તેમાં સૌથી મોટું યોગદાન ભારતનું રહ્યું, કેમ કે વિશ્વમાં કુલ 17.5 કરોડ ડાઉનલોડમાંથી સૌથી વધુ ડાઉનલોડ ભારતમાં જ થયા છે.
આ પહેલા ચીનની 106 એપ બેન કરાઈ હતી
સરકારે પહેલા TikTok સહિત ચીનની 59 એપ બેન કરી હતી. ત્યાર પછી ચીનની 47 વધુ એપ બેન કરી હતી. IT મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે PUBG ઉપરાંત Baidu, APUS લોન્ચર પ્રો જેવી ચીનની એપ પર બેન મૂકાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.