મોટો નિર્ણય:દેશમાં 112 મેડિકલ કોલેજ શરૂ થશે, સૌથી વધુ 21 કોલેજ MPમાં

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષમાં 36 હજાર કરોડ રૂ. ખર્ચાશે
  • 10 લાખની વસતી ધરાવતા જિલ્લાઓમાં નવી કોલેજની સ્થાપના થશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની દિશામાં મોટો નિર્ણય કર્યો છે. મંત્રાલયે 4 વર્ષમાં દેશના 112 જિલ્લામાં મેડિકલ કોલેજો બનાવવાની યોજના તૈયાર કરી છે. આ કોલેજ એ જ જિલ્લાઓમાં બનાવાશે જ્યાં વસતી 10 લાખથી વધુ છે અને હાલ કોઈ સરકારી કે ખાનગી મેડિકલ કોલેજ ત્યાં નથી.

સરકારનું અનુમાન છે કે 112 કોલેજ બનાવવા પાછળ 36 હજાર કરોડ ખર્ચાશે. ટૂંક સમયમાં આ યોજના અંગે નાણામંત્રાલયની મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 112 જિલ્લાની ઓળખ કરી લીધી છે જ્યાં હાલ મેડિકલ કોલેજ નથી. આવા સૌથી વધુ 21 જિલ્લા મધ્યપ્રદેશમાં છે.

એમબીબીએસની 11 હજાર સીટો વધશે
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં આગામી 4 વર્ષમાં નવી મેડિકલ કોલેજો બન્યા પછી એમબીબીએસની 11 હજાર સીટો વધી જશે.

22 હજાર કરોડ કેન્દ્ર આપશે, 14 હજાર કરોડ રાજ્ય આપશે| નવી મેડિકલ કોલેજો પર ખર્ચ થનાર કુલ 36 હજાર કરોડ રૂ.માંથી 22 હજાર કરોડ રૂ. કેન્દ્ર આપશે. 14 હજાર કરોડ રૂ. રાજ્યોએ ખર્ચ કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...