તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 112 Deaths In Bhopal For The First Time, Only 4 In Government Records, Burial Of So Many Infected People For The First Time

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સળગતી ચિતા જણાવે છે સત્ય:ભોપાલમાં પહેલી વખત 112 લોકોનાં મોત, સરકારી રેકોર્ડમાં માત્ર 4, પહેલી વખત આટલા સંક્રમિતોના અંતિમસંસ્કાર કરાયા

ભોપાલ25 દિવસ પહેલા
આ તસવીર ભોપાલના ભદભદા વિશ્રામઘાટની છે, ગુરુવારે અહીં એકસાથે કોરોના સંક્રમિતોની 40થી વધુ ચિતા સળગતી નજરે પડી હતી.

મધ્યપ્રદેશના ભોપાલની આ તસવીર ગુરુવારની સાંજે 7 કલાક અને 10 મિનિટની છે. જગ્યા છે શહેરનું ભદભદા વિશ્રામઘાટ. આ સળગતી તસવીરમાં ગણવા જશો તો એકસાથે 40થી વધુ ચિતા સળગતી નજરે પડી રહી છે. તમામેતમામ કોરોના સંક્રમિતોની... સ્માશાનોમાં સ્થિતિ એવી બની ગઈ છે કે હવે જગ્યા ઓછી પડી રહી છે. લાકડાં સમાપ્ત થવાને આરે છે. લાકડાં એકઠાં કરી ચિતા ગોઠવનારાઓના હાથ છોલાય ગયા છે અને મૃતદેહના અંતિમસંસ્કાર માટે કલાકો ને કલાકો રાહ જોવી પડી રહી છે.

સરકાર, તમે કોરોના સંક્રમિતોના આંકડાઓને ન છુપાવ્યા હોત તો લગભગ આજે ભોપાલના લોકોને પોતાના લોકોની આટલી ચિતાઓ ન સળગાવી પડત. કાશ, અમારા પોતાનાને આ રીતે કબરમાં દફનાવવા ન પડ્યા હોત. પહેલાં સંક્રમિતોના આંકડા છુપાવવામાં આવ્યા અને હવે મોતના આંકડા. આજે ન તો હોસ્પિટલમાં જગ્યા છે કે ન તો સ્મશાનોમાં. દર્દી પોતાના પરિવારના સભ્યને લઈને ઠેર-ઠેર ભટકી રહ્યા છે. લગભગ એ જ કારણ છે કે સ્મશાનો આજે પોતાની જ સેજ જલાવીને, સત્યની બૂમો પાડી પાડીને ઉજાગર કરે છે.

પાંચ દિવસમાં 356 સંક્રમિતના અંતિમસંસ્કાર
ગુરુવારે ભોપાલમાં 112 કોરોના સંક્રમિતના અંતિમસંસ્કાર થયા. ભદભદામાં 72, સુભાષનગરમાં 30 દાહ સંસ્કાર થયા અને ઝદા કબ્રસ્તાનમાં 10 મૃતદેહને દફન કરવામાં આવ્યા, પરંતુ સરકારી આંકડામાં ભોપાલમાં માત્ર 4 લોકોનાં મોત થયા હોવાનું જ જણાવવામાં આવે છે. છેલ્લા 5 દિવસમાં 356 સંક્રમિતોના અંતિમસંસ્કાર ભોપાલમાં થયા, પરંતુ સરકારી આંકડા મુજબ, એની સંખ્યા માત્ર 21 જ જણાવવામાં આવી રહી છે. તો સ્મશાનો આ સળગતી ચિતાઓ કોની છે? આ તસવીર ઘણી જ ભયાનક છે, એટલે માત્ર હવે એક જ વાત- મહેરબાની કરીને હવે તો સમજી જાઓ... !

મધ્યપ્રદેશમાં 24 કલાકમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા
રાજ્યમાં ગુરુવારે 10,166 લોકો કોરના સંક્રમિત મળી આવ્યા છે. 3,970 લોકો રિકવર થયા છે અને 53 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યારસુધીમાં અહીં 3.73 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.13 લાખ લોકો ઠીક થઈ ગયા છે. 4,356 દર્દીએ જીવ ગુમાવ્યા છે. 55,694 દર્દીની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો