આ તે કેવા માતા-પિતા!:પુણેમાં 11 વર્ષનો માસૂમ 2 વર્ષ સુધી 22 કૂતરાઓ વચ્ચે કેદ રહ્યો, પોલીસે માતા-પિતાની ધરપકડ કરી

પુણે14 દિવસ પહેલા
  • ઘરમાં કૂતરાઓ વચ્ચે કેદ માસુમ બાળક બારીમાં બેસી રહેતો હતો.

પુણેનાં કોંઢવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં માતા-પિતાએ 11 વર્ષના પુત્રને છેલ્લા બે વર્ષથી 22 કૂતરા વચ્ચે કેદ કરી રાખ્યો હતો. જો કે, તેના માતા-પિતા ઘણીવાર તેની મુલાકાત લેતા હતા. પાડોશીઓની ફરિયાદના આધારે પોલીસે ફ્લેટ પર દરોડો પાડીને બાળકની સાથે કુતરાઓને પણ મુક્ત કરાવ્યા હતા. બુધવારે મોડી રાત્રે આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે આરોપી માતા-પિતાની ધરપકડ કરી હતી.

પુણે પોલીસના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સરદાર પાટીલે કહ્યું કે માસુમને ખોટી રીતે ઘરમાં કેદ કરવા બદલ અમે સંજય લોધરિયા અને શીતલ લોધરિયાને ધરપકડ કરી છે. બંને કોંઢવાના કૃષ્ણાઈ બિલ્ડિંગમાં રહે છે. તેમણે પોતાના ઘરમાં 22 કૂતરા રાખ્યા હતા. આમાંથી મોટા ભાગના રસ્તા પરથી લાવવામાં આવ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે આરોપી દંપતી ખાવાનું આપવા માટે ઘરમાં આવતા હતા અને થોડો સમય ત્યાં રહીને પરત જતા રહેતા હતા.

બાળક ઘરમાં કેદ હોવાનો આ રીતે ખુલાસો થયો હતો
પાટીલે જણાવ્યું કે, કૃષ્ણાઈ બિલ્ડિંગમાં રહેતા કેટલાક લોકોએ ઘરમાં કેદ એક માસુમ બાળકને બારી પર ઉભા રહીને વિચિત્ર હરકતો કરતા જોયો હતો, ત્યારબાદ ચાઇલ્ડ લાઇનના અનુરાધા સહસ્રબુદ્ધેને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ માસુમ બાળક સામાન્ય રીતે બાલ્કની અથવા બારી પર બેસી રહેતો હતો. ઘરમાં આખો દિવસ કૂતરાં ભસવાનો અવાજ આવતો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાંથી દુર્ગંધ પણ આવતી હતી, જેના પછી પાડોશીઓએ પરેશાન થઈને ફરિયાદ કરી હતી.

બાળકની માનસિક સ્થિતિના તપાસ કરવામાં આવશે.
બાળકની માનસિક સ્થિતિના તપાસ કરવામાં આવશે.

એક બેડરૂમના ઘરમાં 22 કૂતરા સાથે કેદ હતો માસુમ
ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ચાઈલ્ડ લાઈનની મદદથી કૃષ્ણાઈ બિલ્ડિંગના ફ્લેટમાં દરોડો પાડીને બાળકને છોડાવ્યો હતો. બાદમાં તે માસુમને બાળ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે, તેના માતા અને પિતા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 અને 28 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં સૌથી પીડાદાયક વાત એ છે કે બાળકને એક બેડરૂમના ઘરમાં 22 કૂતરા સાથે રહેવા માટે મજબુર થવું પડ્યું હતુ

બાળક કૂતરાની જેવી હરકત કરવા લાગ્યો હતો
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દંપતીને કૂતરા પાળવાનો શોખ હતો. તે ઘણીવાર કૂતરાઓને ઘરમાં લાવતા હતા અને તેની સાથે જ રહેવાથી બાળકમાં પણ કુતરા જેવા સમાન લક્ષણો જોવા મળતા હતા. પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે બાળક બારીમાં બેસીને કૂતરાની જેવી હરકત કરતો હતો. કોરોનાને કારણે શાળાઓ બે વર્ષથી બંધ હતી. જ્યારે શાળા શરૂ થઈ, ત્યારે શાળામાં બાળકે કૂતરાની જેમ બીજા બાળકોને બચકું ભરી લીધું હતુ. આ દાવાની પુષ્ટિ કરવા માટે પોલીસ ગુરુવારે શાળામાં જઈને મામલાની તપાસ કરશે.

ઘરમાંથી માસુમ ખુબ જ ખરાબ સ્થિતિમાં મળી આવ્યો હતો.
ઘરમાંથી માસુમ ખુબ જ ખરાબ સ્થિતિમાં મળી આવ્યો હતો.

માસુમ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતોઃ ચાઈલ્ડ લાઈન
આ મામલે ચાઈલ્ડ લાઈનના કોઓર્ડિનેટર અપર્ણા મોદકે જણાવ્યું હતું કે જ્યારે બાળકને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. આખું ઘર ખુબ જ ગંદુ હતું. કૂતરાઓ તે ઘરમાં પલંગની ઉપર અને નીચે સૂતા હતા. આ બધા રખડતા કૂતરા છે.

અન્ય સમાચારો પણ છે...