તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MPમાં ટ્રકથી કપાયું બાળકીનું માથું:11 વર્ષની કિશોરીએ ઊલટી કરવા માટે માથું બસમાંથી બહાર કાઢ્યું, ટ્રકની ટક્કરથી ધડ-માથું અલગ થયાં

ખંડવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા અને મોટી બહેનની સાથે સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહી હતી કિશોરી
  • ખંડવાની પાસે ઈન્દોર-ઈચ્છાપુર માર્ગ પર ઘટી દુર્ઘટના

મધ્યપ્રદેશના ઈન્દોર-ઈચ્છાપુર હાઈવે પર ઘટેલી દુર્ઘટનામાં 11 વર્ષની કિશોરી તમન્નાનું ગળું કપાઈ ગયું છે. ઘટના દેશગાંવ ચોકીના રોશિયા ફાટા પાસે ઘટી. બસમાં બેઠેલી કિશોરીએ ઊલટી કરવા માટે બારીમાંથી પોતાનું ડોકું બહાર કાઢ્યું હતું. આ સમયે જ સામેથી આવતી ટ્રકની ઝપેટમાં આવી જતાં તેનું માથું કપાઈ ગયું અને ઘટનાસ્થળે જ કિશોરીનું મોત નીપજ્યું

દેશગાંવ ચોકીના પ્રભારી રમેશ ગવલેએ જણાવ્યું હતું કે પ્રભાત સર્વિસની બસ મંગળવારે સવારે લગભગ 8 વાગ્યે ખંડવાથી નીકળી અને લગભગ 9 વાગ્યે રોશિયા ફાટાની પહેલાં કાશ્મીર નાળા સુધી પહોંચી જ હતી કે સામેથી આવેલી ટ્રક નાળા પર બસને ક્રોસ કરવા લાગી. આ વચ્ચે એ બસની એકદમ નજીકથી જ નીકળી. આ દરમિયાન બસમાં ડ્રાઈવર સીટની પાછળ બેઠેલી તમન્નાનું માથું બારીમાંથી બહાર હતું જે બસ અને ટ્રકની વચ્ચે આવી ગયું. એને કારણે કિશોરીનું માથું ધડથી અલગ થઈને રસ્તા પર જ પડી ગયું. દુર્ઘટના પછી ટ્રકડ્રાઈવર ફરાર થઈ ગયો. આ મામલે પોલીસે ટ્રકડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરીને ટ્રક જપ્ત કરી છે.

ખંડવાની બંગાલી કોલોનીમાં રહેતી હતી તમન્ના (આસમાની રંગના દરવાજાવાળું ઘર)
ખંડવાની બંગાલી કોલોનીમાં રહેતી હતી તમન્ના (આસમાની રંગના દરવાજાવાળું ઘર)

ખાલાના લગ્નમાં સામેલ થવા જઈ રહી હતી તમન્ના
તમન્નાની કાકીએ જણાવ્યું હતું કે કિશોરી પોતાની માતા અને મોટી બહેનની સાથે ખાલાની શાદીમાં બડવાહ જઈ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે તમન્નાને સાઇકલ ચલાવવાનો ઘણો જ શોખ હતો. તમન્નાનો પરિવાર ખંડવાના બંગાલી કોલોનીમાં ગલી નંબર-3માં રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ ઠીક નથી. તમન્નાના પિતા હૈદર કૃષિ ઊપજ મંડીમાં હમાલીનું કામ કરે છે અને માતા લોકોના ઘરમાં કચરા-પોતાં કરે છે.

તમન્નાને ઓફિસર બનાવવા માગતા હતા પિતા
પરિવારના જણાવ્યા મુજબ, તમન્ના અને તેની મોટી બહેન રુબીના સાથે જ સ્કૂલે જતી હતી. પરદેશીપુરાના પાની દફતર સ્કૂલમાં તમન્ના છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. એરિયામાં માત્ર આ બે જ બહેનો હતી જે સ્કૂલે જતી હતી. જ્યારે બીજી અન્ય છોકરીઓ મદરેસામાં ભણતી હતી. તમન્નાના પિતા તેને ભણાવીગણાવીને ઓફિસર બનાવવા માગતા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો