દેશના સૌથી નાના રાજ્ય ગોવાની તમામ 40 વિધાનસભા સીટ પર વોટિંગ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાંજે 6 વાગે પોલિંગ ખતમ થયું ત્યાં સુધીમાં 78.94% મતદાન થયું. જો કે ફાઈનલ આંકડા હજુ બૂથથી અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જાહેર થશે. નોર્થ ગોવાની સીટ પર 79.84% જ્યારે સાઉથ ગોવાની સીટ પર 78.15% પોલિંગ નોંધાયું.
રાજ્યમાં 2017માં ગત વિધાનસભા ચૂંટણીમાં 82.56% વોટર્સે મતદાન નોંધાયું હતું, જે 2012ની તુલનાએ 0.38% ઓછું હતું. આ વખતે પણ ફાઈનલ પોલ પર્સેન્ટેજ આવવા પર તે ઓછું રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી વધુ 89.64% મતદાન નોર્થ ગોવાના સેંકોલિન વિધાનસભા સીટ પર પડ્યા, જ્યાંથી હાલ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ચૂંટણી લડી રહ્યાં છે. પૂર્વ CM અને દેશના રક્ષા મંત્રી રહેલા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરની પણજી વિધાનસભા સીટ પર 73.75% મતદાન નોંધાયું. આમઆદમી પાર્ટી તરફ મુખ્યમંત્રી ચહેરો જાહેર થયેલા અમિત પાલેકરની સેન્ટ ક્રુઝ વિધાનસભા સીટ પર પણ 73.97% મતદાતાઓએ જ મતદાન કર્યું.
આ દરમિયાન ભાસ્કરે પુર્વ સીએમ મનોહર પર્રિકરના બહેન લતા પ્રકાશ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે કહ્યું, 'અમને ભાજપ તરફથી સારો ઉમેદવાર અપાયો નથી. અમે ભાજપ પાસે ઉત્પલને ટિકિટ આપવાની માંગણી કરી હતી. અમારા ભાઈએ બલિદાન આપ્યું, ભાજપે તેની કદર ન કરી. પાર્ટીએ ઉત્પલને ટિકિટ ન આપીને અન્યાય કર્યો છે. તેનું પરિણામ ભોગવવું પડશે.
ગોવા મતદાન અપડેટ્સ...
અહીં, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે પણજીમાં પોતાનો મત આપ્યો. તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાસ્કરે તેની સાથે વાત કરી તો ઉત્પલને તેની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ જ્યારે તેમને તેમના ભાજપ વિરોધ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓ ચૂપ રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભાજપનો વિરોધ કરીને તેઓ તેમના પિતાના મૃત્યુ પછી સહાનુભૂતિના મતને ખતમ કરવા માંગતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.