• Gujarati News
  • National
  • 11 Sub variants Of Omicron Found In 11 Days In India; 40% Of Chinese Infected In December

ભારતમાં ઓમિક્રોનના 11 સબ-વેરિયન્ટ મળ્યા:ભારતમાં 11 દિવસમાં 124 વિદેશીના ટેસ્ટમાં ઘટસ્ફોટ; ડિસેમ્બરમાં 40% ચીનીઓ સંક્રમિત થયા

એક મહિનો પહેલા
ચીનની હોસ્પિટલમાં પગ મૂકવાની પણ જગ્યા નથી.

ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથે ભારત, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પણ ચેપ ફેલાવાનો ખતરો તોળાઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે 11 દિવસમાં દેશમાં આવેલા 124 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ઓમિક્રોનના 11 સબ-વેરિયન્ટ મળ્યા છે.

એશિયા ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર મહિનામાં ચીનની 40% વસતિ કોરોનાથી સંક્રમિત થઈ છે. ચીનના રોગચાળાના નિષ્ણાત ઝેંગ ગુઆંગનો દાવો છે કે અહીંના દરેક શહેરના લગભગ 50% લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ચીની હેલ્થ એજન્સીના લીક થયેલા દસ્તાવેજમાં સામે આવ્યું છે કે 1 ડિસેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે 25 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

પહેલા ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈએ...
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 5 જાન્યુઆરીના ડેટા અનુસાર, દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયા છે. ત્યાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન સબ-વેરિયન્ટ BF.7ના ચાર નવા કેસ મળ્યા છે. આ લોકો તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા. ચારમાંથી ત્રણ લોકો એક જ પરિવારના છે અને નાદિયા જિલ્લાના વતની છે, જ્યારે એક વ્યક્તિ બિહારની છે, પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે.

હવે જાણીએ કે દુનિયામાં કોરોનાની શું સ્થિતિ છે...

WHOએ કહ્યું- XBB.1.5 29 દેશોમાં ફેલાયો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ XBB.1.5 વેરિયન્ટને લઈને ચેતવણી જારી કરી છે. WHO ડૉક્ટર મારિયા વાન કેરખોવના જણાવ્યા અનુસાર, આ વેરિયન્ટ અત્યારસુધીમાં 29 દેશમાં જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને જૂના વેરિયન્ટને રિપ્લેસ કરી રહ્યો છે. આ કારણે વિશ્વમાં કોરોનાની નવી લહેર આવવાનું જોખમ વધી ગયું છે.

ચીન: સ્મશાનગૃહ મોટાં બનાવાઈ રહ્યાં છે
ચીનમાં કોરોનાને કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. અહીં હજારો લોકો મરી રહ્યા છે. ચીનની સરકાર એના આંકડા આપતી નથી. દરમિયાન માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગ, જે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખે છે, તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે ચીનમાં સ્મશાનગૃહોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. ખરેખર, સ્મશાનમાં મૃતદેહોનો ઢગલો છે. જગ્યાના અભાવે ત્યાં લાંબી લાઇનો લાગી રહી છે અને ઘણા દિવસોથી વેઇટિંગ પણ ચાલી રહ્યું છે.

ઝેંગના જણાવ્યા અનુસાર આ વીડિયો હુનાન પ્રાંતના યિયાંગ શહેરનો છે. અહીં સ્મશાનગૃહોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
ઝેંગના જણાવ્યા અનુસાર આ વીડિયો હુનાન પ્રાંતના યિયાંગ શહેરનો છે. અહીં સ્મશાનગૃહોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

જેનિફર જેંગે અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ ચીનની ગંભીર સ્થિતિ સમજાવે છે. વીડિયો સાથે ઝેંગે લખ્યું- હેનાન પ્રાંતના સ્મશાનગૃહમાં મૃતદેહોની સંખ્યા ઘણી વધારે છે. અહીં મૃતદેહોને સંપૂર્ણ સળગાવવામાં આવતા નથી અને અવશેષો એવા જ છોડી દેવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 5થી 12 વર્ષની વયનાં બાળકો માટે કોરોના સામે રસીકરણ ફરજિયાત બનાવ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 5થી 12 વર્ષની વયનાં બાળકો માટે કોરોના સામે રસીકરણ ફરજિયાત બનાવ્યું છે.

જાપાન: 2 લાખથી વધુ કેસ નોંધાયા
જાપાનમાં પણ કોરોના કાબૂ બહાર થઈ રહ્યો છે. ગુરુવારે અહીં 2 લાખ 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. રાજધાની ટોક્યોમાં જ 20,735 કેસ નોંધાયા છે. દેશભરમાં 334 લોકોનાં મોત થયાં છે. અત્યારે પણ કોરોનાથી સંક્રમિત 650 દર્દીની હાલત ગંભીર છે.

ઝેંગના જણાવ્યા અનુસાર, આ વીડિયો હેનાન પ્રાંતનો છે. વીડિયો બનાવનારી વ્યક્તિને પ્રદૂષણની ફરિયાદ કરતા પણ સાંભળી શકાય છે.
ઝેંગના જણાવ્યા અનુસાર, આ વીડિયો હેનાન પ્રાંતનો છે. વીડિયો બનાવનારી વ્યક્તિને પ્રદૂષણની ફરિયાદ કરતા પણ સાંભળી શકાય છે.

જર્મની-સ્વીડન: મુસાફરોએ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો પડશે
ચીનમાં વધતા કોરોના વચ્ચે જર્મની અને સ્વીડને પણ ત્યાંથી આવતા મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- ચીનથી આવનાર દરેક યાત્રીએ કોરોના ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે. એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.

ચીનમાં કોરોનાથી હાલત ખરાબ થઈ છે.
ચીનમાં કોરોનાથી હાલત ખરાબ થઈ છે.
અન્ય સમાચારો પણ છે...