• Gujarati News
  • National
  • 11 RTIs Every Minute In The Country, 2,858 Complaints Of Not Providing Information In Gujarat

ભાસ્કર રિસર્ચ:દેશમાં દર મિનિટે 11 RTI, ગુજરાતમાં માહિતી નહીં આપવાની 2,858 ફરિયાદ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં માહિતીના અધિકાર હેઠળ વર્ષે 40-60 લાખ અરજી
  • ગુજરાતમાં માહિતી ઈનકારની ફરિયાદનો નિકાલ પાંચ મહિને થાય છે

દેશમાં દર વર્ષે આશરે 40થી 60 લાખ આરટીઆઈ દાખલ થઈ રહી છે. એટલે કે દર મિનિટે આશરે 11 અરજી. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, આ માહિતી આપવાનો ઈનકાર કરવાના કેસનો ઉકેલ આવતા અનેક વર્ષો લાગી જાય છે.

એટલે કે જો પશ્ચિમ બંગાળમાં પહેલી જુલાઈ, 2022ના રોજ માહિતી નહીં મળ્યાની ફરિયાદ કરાય, તો તેનો ઉકેલ આવવામાં 24 વર્ષ, ત્રણ મહિના વીતી જશે. જ્યારે માંડ એક વર્ષ પહેલા આ સમયગાળો ચાર વર્ષ, સાત મહિનાનો હતો.

સતર્ક નાગરિક સંગઠન દ્વારા માહિતી અધિકાર કમિશનરોના દેખાવને લઈને જારી એક અહેવાલમાં આ આંકડા સામે આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, પૂરતો સ્ટાફ નહીં હોવાથી ફરિયાદની અરજીઓનો ઢગલો સતત વધી રહ્યો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થિતિ થોડી સારી છે અને છતાં આઠ-નવ મહિના રાહ જોવી પડે છે.

સ્થિતિ, મહારાષ્ટ્ર-બિહારમાં પણ વર્ષો લાગી શકે

  • ઝારખંડમાં માહિતી કમિશનરની નિમણૂક નથી કરાઈ. મેઘાલયમ-મિઝોરમમાં વેઇટિંગ નથી.
  • આરટીઆઈમાં માહિતી નહીં આપવાની જેટલી ફરિયાદ પેન્ડિંગ છે અને દર મહિને જે ઝડપથી તેનો નિકાલ થાય છે, એ હિસાબે 1 જુલાઈ, 2022ની ફરિયાદનો ઉકેલ આવવામાં પ. બંગાળમાં 24 વર્ષ, ત્રણ મહિનાનો સમય લાગશે.
  • 30 જૂન, 2022 સુધી સૌથી વધુ 99,722 ફરિયાદ મહારાષ્ટ્રમાં પેન્ડિંગ હતી. ઉ. પ્રદેશ (44,482) બીજા, કર્ણાટક (30,358) ત્રીજા અને બિહાર (21,342) ચોથા ક્રમે છે.
  • રાજસ્થાનમાં 13,188, મ.પ્ર.માં 5,929, પંજાબમાં 4,671 અને ગુજરાતમાં 2,858 ફરિયાદ માહિતી અધિકાર કેન્દ્રમાં પેન્ડિંગ.

કારણ, 11માંથી 9-9 હોદ્દા તો મહિનાઓથી ખાલી
RTI હેઠળ રાજ્યના માહિતી અધિકાર કેન્દ્રમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને દસ સૂચના કમિશનર નિમેલા હોવા જોઈએ. મહારાષ્ટ્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિત પાંચનો સ્ટાફ છે.

  • કેન્દ્રીય માહિતી પંચમાં ડિસેમ્બર 2019માં ચાર હોદ્દા ખાલી હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ત્રણ મહિનામાં તે ભરવાનું કહ્યું હતું, પરંતુ હજુ સુધી અમલ નહીં.
  • બિહારમાં 21 હજાર ફરિયાદ પેન્ડિંગ હોવા છતાં અનેક મહિનાથી ચાર હોદ્દા ખાલી છે.
  • પ. બંગાળમાં સ્થિતિ એટલી બદતર છે કે, દસ હજારથી વધુ ફરિયાદ પેન્ડિંગ હોવા છતાં ફક્ત બે સૂચના કમિશનર છે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત નવ હોદ્દા ખાલી છે.

ઉદાહરણ... મોડું થવાના વિચિત્ર તર્ક અને સજા

1. જાન્યુ. 2021માં ઉ.પ્ર.માહિતી કમિશનરે RTI જવાબમાં પાંચવર્ષ મોડું કરતા દંડ તરીકે 250 બાળકને એક સમયનું ભોજન કરાવવાનો આદેશ કર્યો હતો.

2. ઉત્તરાખંડમાં વિદ્યુત વિભાગે માહિતી આપવામાં 30 દિવસના બદલે ચાર મહિના લગાવ્યા. આ અંગે સંબંધિત અધિકારીનો તર્ક હતો કે, કાર્યાલયમાં રંગરોગાન થતું હોવાના કારણે અરજી ક્યાંક મૂકાઈ ગઈ હતી. તેથી તેને રૂ. પાંચ હજાર દંડ કરાયો હતો.

3. ભોપાલના એક કેસમાં લોક સૂચના અધિકારીને માહિતીની ફોટોકોપીના ખર્ચના નામે અરજદાર પાસેથી રૂ. 40 હજાર લીધા હતા. તેથી માહિતી કમિશનરે અધિકારીને રૂ. 25 હજાર દંડ કર્યો અને રૂ. 40 હજાર પણ પાછા અપાવ્યા.

4. રાજસ્થાનના એક કેસમાં ખાદ્ય સુરક્ષા વિભાગે એવું કહીને માહિતી ના આપી કે, તે રેકોર્ડ અમારી ઓફિસમાં નથી બનતા, તેની માહિતી ના આપી શકીએ, પરંતુ કાયદામાં તો એવી કોઈ બાધ્યતા નથી.

અન્ય સમાચારો પણ છે...