તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 11 Patients Die After 5 Minutes Delay In Reloading Oxygen Cylinder At Andhra Pradesh Government Hospital

કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાઇ અટક્યો:આંધ્રપ્રદેશની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન-સિલિન્ડર રિલોડ કરવામાં 5 મિનિટ મોડું થતાં 11 દર્દીનાં મોત

તિરૂપતિ2 મહિનો પહેલા
આ હોસ્પિટલમાં ICU અને ઓક્સિજન બેડ પર 700 કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યા હતા.
  • ICU વોર્ડમાં ઓક્સિજન સપ્લાઇ અટકી જવાને કારણે 11 દર્દીનાં મોત નીપજ્યાં

આંધ્રપ્રદેશમાં એક હોસ્પિટલના ICU વોર્ડમાં ઓક્સિજન સપ્લાઇ અટકી જવાને કારણે 11 દર્દીનાં મોત નીપજ્યાં છે. સોમવારે રાત્રે તિરુપતિની રૂઇયા સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ ઘટના બાદ સોશિયલ એક્ટિવિસ્ટ લિસિપ્રિયાએ હોસ્પિટલમાં મચેલી અફરાતફરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં હોસ્પિટલમાં બેડ પર ઓક્સિજન અને વેન્ટિલેટર સપોર્ટ પર દર્દીઓ નજરે પડી રહ્યા છે.

ચિત્તૂરના જિલ્લા કલેક્ટર એમ. હરિ નારાયણે જણાવ્યું હતું કે ઓક્સિજન-સિલિન્ડર ફરીથી લોડ કરવામાં 5 મિનિટ વિલંબ થયો હતો. આને કારણે ઓક્સિજનનું દબાણ ઓછું થયું હતું. આ દરમિયાન 11 દર્દી મૃત્યુ પામ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે 5 મિનિટમાં ફરી ઓક્સિજન સપ્લાઇ શરૂ થઈ ગયો હતો. હવે બધું સામાન્ય છે. આને કારણે અમે વધુ લોકોના જીવ બચાવી શક્યા. દર્દીઓની સારવાર માટે લગભગ 30 ડોકટરોને તાત્કાલિક ICU વોર્ડની અંદર લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ કમી નહીં
કલેકટરે જણાવ્યું હતું કે ઓક્સિજનની કોઈ કમી નથી. એનો સપ્લાઇ પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો હતો. આ હોસ્પિટલમાં 700 કોરોના દર્દી ICU અને ઓક્સિજન બેડ પર સારવાર લઈ રહ્યા હતા. 300 દર્દી જનરલ વોર્ડમાં હતા.

અન્ય સમાચારો પણ છે...