તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 11 Month Old Girl Died In Jind, 4 Year Old Son Opened The Tap; When Mother Came, The Innocent Got Drowned

અરેરાટીવાળી તે એક ક્ષણ:11 મહિનાની બાળકીને પિતા ટબમાં બેસાડી ફોનમાં વ્યસ્ત થયા, 4 વર્ષના દિકરાએ નળ ખોલી દીધો; મા આવી તો ડૂબેલી મળી લાશ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટબમાં ડૂબેલી 11 મહિનાની બાળકીનો ફાઈલ ફોટો - Divya Bhaskar
ટબમાં ડૂબેલી 11 મહિનાની બાળકીનો ફાઈલ ફોટો
  • બાળકીને ડબમાં બેસાડતાની સાથે પિતાને ફોન આવ્યો, વાત કરતા કરતા તે ઘરની બહાર નિકળી ગયો

હરિયાણાના જિંદમાં રવિવારે ખૂબ દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં 11 મહિનાની બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ દુર્ઘટના તે સમયે થઈ છે જ્યારે બાળકીને નવડાવવા માટે ટબમાં બેસાડીને ફોન પર વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન બાજુમાં રમતા 4 વર્ષના બાળકે અચાનક નળ ચાલુ કરી દીધો હતો. જ્યાં સુધી તેની માતા ત્યાં પહોંચી ત્યાં સુધી બાળકીએ જીવ ગુમાવી દીધો હતો.

પિતાની બેજવાબદારીએ દીકરીનો જીવ લીધો
ઘટનાના જિંદ શહેરની એમ્પ્લોયીઝ કોલોનીમાં થઈ હતી. મળેલી માહિતી પ્રમાણે અહીં રહેતા વિક્રમ નામના યુવકે રવિવારે તેની 11 મહિનાની બાળકી અર્ચનાને નવડાવવા માટે ખાલી ટબમાં બેસાડી દીધી હતી. અચાનક કોઈનો ફોન આવતા વિક્રમ વાત કરતા કરતાં ઘરની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન બાળકીની પાસે રમતા 4 વર્ષના દીકરા ચીરાગે પાણીનો નળ ચાલુ કરી દીધો હતો. જ્યાં સુધી તેની માતા રેખા તેને નવડાવવા માટે બાથરુમમાં પહોંચી ત્યાં સુધી બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી.

માતાને જાણ થઈ ત્યાં સુધી મોડું થઈ ગયું
​​​​​​​રેખાએ ઝડપથી બાળકીને પાણીમાં બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તેના શ્વાસ અટકી ગયા હતા. રેખાએ બુમાબૂમી શરૂ કરી ત્યારે અડોશ પડોશના લોકો ત્યાં પહોંચી ગયા હતા. બાળકીને તુરંત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધી હતી.

ઘટનાની માહિતી મળતાં જ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તેને પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. સિવિલ લાઈન પોલીસ અધિકારી હરીઓમે જણાવ્યું કે, બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. પરિવારે આ દુર્ઘટનાને એક એક્સિડન્ટ ગણાવ્યો છે. તેમ છતાં પોલીસ દ્વારા ઘટનાની તપાલ કરવામાં આવી રહી છે.

ત્રણ મહિના પહેલાં પણ બે બાળકોનું ડૂબવાથી મોત થયું હતું
આ પહેલાં જિલ્લાના ગામ ગાંગોલીમાં પણ એક માર્ચે પશુઓના પાણી પીવા માટે બનાવવામાં આવેલા હવાડામાં ડૂબવાથી ચાર વર્ષના લક્ષ્ય અને અઢી વર્ષના દત્તનું મોત થયું છે. આ દુર્ઘટના પણ બંને બાળકો રમતા હતા તે દરમિયાન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...