તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકાશી વીજળીનો કહેર:જયપુરમાં આમેર મહેલ પર વીજળી પડતાં સેલ્ફી લઈ રહેલા 11 લોકોનાં મોત

લખનઉ / જયપુર2 મહિનો પહેલા
  • ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડતાં 58નાં મોત
  • કાનપુરમાં 18 અને પ્રયાગરાજમાં 13નાં મોત, 38 પશુ પણ ભોગ બન્યાં

જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી હતી. અહીં ફરવા આવેલા 35થી વધુ ટૂરિસ્ટ એની ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે. ઘટનામાં અનેક લોકો પહાડી પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઘાયલોમાં હજુ અનેકની હાલત ગંભીર બનેલી છે. હાલ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની છે, જેમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વરસાદી માહોલ સર્જાતાં મોટી સંખ્યામાં લોકો આમેરની પહાડીઓ પર ફરવા નીકળ્યા હતા. અહીં ફોટોગ્રાફી અને સેલ્ફીનો સિલસિલો ચાલી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડી હતી, જેને કારણે ત્યાં રહેલા અનેક લોકો દાઝી ગયા હતા, જેમાં અનેકની હાલત ગંભીર છે. અનેક લોકો ટાવર પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઝાડીઓમાં પહોંચવું રેસ્ક્યૂ ટીમ માટે મુશ્કેલ છે. જેઓ નીચે પડી ગયા છે, તેમની બચવાની આશા ખૂબ ઓછી હોવાનું જણાવાઈ રહ્યું છે. રાતે આ કામ ખૂબ મુશ્કેલ બની ગયું હતું.

ઘાયલોને SMS ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા

વીજળી પડવાની ઘટનામાં ભોગ બનેલા લોકોને SMS હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે, તેમાંથી કેટલાકની ઓળખ થઈ છે. તેમનાં નામ અમન, રહયાન, અબ્દુલ, સોયલ, ફૈઝ, શરીફ, ઈરજાદ અલી, સમીર, ઈસ્તાહ અલી, મોહમ્મદ શાહિદ ખાન, સાહિલ, સોયલ, આરિફ, શાહદાબ, સીનુ, નિર્મલ મહાવર અને વિશ્વજિત છે. જ્યારે આ દુર્ઘટનામાં 12 વર્ષીય જિશાન્ત રહેવાસી હાંડીપુરા આમેર, 22 વર્ષના શોએબ રહેવાસી છોટી ચૌપડ, 24 વર્ષીય શાકીબ રહેવાસી ઘાટગેટ, 21 વર્ષીય નાઝિમ રહેવાસી શાંતિ કોલોની, 22 વર્ષીય આરિફ રહેવાસી ચાર દરવાજા શહીદ કોલોની, 25 વર્ષીય રાજા દાસ રહેવાસી રાજા પાર્ક, 25 વર્ષીય અભિનિષ રહેવાસી જનતા કોલોની, 20 વર્ષના વૈભવ જાખડ રહેવાસી આનંદનગર સીકર, અમૃતસરના 27 વર્ષીય અમિત શર્મા અને 25 વર્ષીય શિવાની શર્માનાં મોત થયાં છે.
રાજ્યમાં વીજળી પડવાથી 20નાં મોત
જયપુરના આમેર મહેલના વોચ ટાવર પર વીજળી પડવાથી 11 લોકોનાં મોત સહિત રાજ્યમાં કુલ 20 લોકોનાં મોત થયાં છે. જયપુરમાં જ શિવદાસપુરામાં એક બાળકનું મોત વીજળી પડવાથી થયું છે, જ્યારે કોટામાં 4 અને ધૌલપુરના બાડીમાં 3 બાળકોનાં મોત થયાં છે. સવાઈ માધોપુર-ટોંક બોર્ડર પર એક ગામમાં એક વ્યક્તિનું મોત થયું છે.

ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાની ઘટનાઓ
ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાથી 58 લોકોનાં મોત થયાં છે. ઉત્તરપ્રદેશમાં અનેક જિલ્લામાં વીજળી પડવાથી 40થી વધુનાં મોતના અહેવાલ છે. કાનપુરની આસપાસ 18, પ્રયાગરાજમાં 13, કૌશામ્બીનમાં 3, પ્રતાપગઢમાં 1, આગ્રામાં 3 અને વારાણસી તથા રાયબરેલી જિલ્લામાં 1-1 વ્યક્તિનાં મોત થયાં છે. 38 જેટલાં પશુ પણ ભોગ બન્યાં હોવાનું જણાવાયું છે.

જ્યારે જયપુરમાં આમેર મહેલ પર વીજળી પડી હતી. આ દરમિયાન વરસાદમાં સેલ્ફી લઈ રહેલા 35 લોકો ઝપટમાં આવ્યા હતા. 11નાં મોત થયાં છે. 25 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય એક ઘટનામાં કોટા નજીકના એક ગામમાં 4 અને ધોલપુર નજીકના ગામમાં 3 બાળકનાં મોત થયાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે બાળકોનાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે.