મુંબઈમાં વરસાદનો કહેર:મલાડમાં 4 માળની ઈમારત પડતાં 11નાં મોત, 7ને ઈજા; મુંબઈમાં ભારે વરસાદને પગલે આજે પણ રેડ અલર્ટ, હાઈટાઈડની પણ ચેતવણી

મુંબઈએક વર્ષ પહેલા
  • મુંબઈમાં બુધવારે સવારે આઠ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી 164.8 મિલીમીટર વરસાદ થયો

બુધવારે સમગ્ર દિવસ દરમિયાન પડેલા વરસાદ પછી મુંબઈના મલાડ-વેસ્ટમાં આવેલા માલવાની વિસ્તારમાં એક ચાર માળની ઈમારત રાત્રે 11.10 કલાકે ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના પછી કાટમાળમાંથી 18 લોકોને કાઢવામાં આવ્યા હતા, એમાંથી 11નાં મૃત્યુ થયાં છે, બાકી 7 લોકોની બીડીબીએનગર જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાના સમયે ઈમારતમાં ત્રણ પરિવાર જ રહેતા હતા, એમાં કેટલાંક બાળકો પણ સામેલ છે.

રેસ્ક્યૂની કામગીરી આખી રાત ચાલુ રહી. કાટમાળમાં લોકોને શોધી રહેલા રેસ્ક્યૂ ટીમના સભ્યો.
રેસ્ક્યૂની કામગીરી આખી રાત ચાલુ રહી. કાટમાળમાં લોકોને શોધી રહેલા રેસ્ક્યૂ ટીમના સભ્યો.
દુર્ઘટનામાં રેસ્ક્યૂ કરવામાં આવેલા લોકોને બીડીબીએનગર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
દુર્ઘટનામાં રેસ્ક્યૂ કરવામાં આવેલા લોકોને બીડીબીએનગર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ઘટના પછી ફાયરબ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ગીચ વસતિ હોવાને કારણે ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો ખૂબ સાંકળો છે. એવામાં રેસ્ક્યૂમાં મુશ્કેલી થઈ રહી છે. એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને JCBને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી.

રેસ્ક્યૂ હજી પણ ચાલુ છે. કાટમાળમાં કેટલાક બીજા લોકો પણ દબાયેલા હોવાની શંકા છે.
રેસ્ક્યૂ હજી પણ ચાલુ છે. કાટમાળમાં કેટલાક બીજા લોકો પણ દબાયેલા હોવાની શંકા છે.
ઘટનાસ્થળ પરથી કાટમાળ હટાવતું JCB. ગીચ વસતિ હોવાને કારણે કાટમાળ હટાવવામાં મુશ્કેલી પડી રહી છે.
ઘટનાસ્થળ પરથી કાટમાળ હટાવતું JCB. ગીચ વસતિ હોવાને કારણે કાટમાળ હટાવવામાં મુશ્કેલી પડી રહી છે.

બ્રૃહન્મુંબઈ નગર નિગમે કહ્યું હતું કે આસપાસની ત્રણ ઈમારત ભયાનક સ્થિતિમાં છે, એને પણ ખાલી કરાવી લેવામાં આવી છે. ઝોન-11ના DCP વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે અમારી ટીમે આખી રાત રેસ્ક્યૂની કામગીરી કરી છે અને હજી પણ કાટમાળમાં કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. આ ઘટનાને આખે જોનાર શાહનવાઝ ખાને જણાવ્યું હતું કે અમારો ફોન ગયા પછી તરત જ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું હતું.

મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

મુંબઈમાં આજે પણ વરસાદનું રેડ અલર્ટ
મુંબઈ અનેે એની આસપાસના વિસ્તારોમાં બુધવારે લગભગ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ થયો હતો. એને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. પશ્ચિમ ઉપનગર સાંતાક્રુઝમાં બુધવારે સવારે આઠ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી, એટલે કે છ કલાકમાં 164.8 મિલીમીટર વરસાદ થયો છે. હવામાન વિભાગનું આજે પણ વરસાદનું રેડ અલર્ટ છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું બુધવારે મુંબઈમાં આગમન થયું
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું બુધવારે મુંબઈમાં આગમન થયું હતું. ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે 9થી 10 જૂન સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે પણ આ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. IMD મુંબઈએ બુધવારે કહ્યું હતું કે સેટેલાઈટ ઓબ્ઝર્વેશન પ્રમાણે મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી 3-4 કલાક દરમિયાન 2-3 સે.મી. પ્રતિ કલાક પ્રમાણે વરસાદ થવાની સંભાવના છે.

મુંબઈમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બુધવારે હાઈટાઈડની કરાઈ હતી આગાહી
મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે બુધવારે સવારે 11.45 વાગ્યે હાઈટાઈડ આવવાની આગાહી કરાઈ હતી. આ દરમિયાન સમુદ્રમાં 4થી 5 મીટર ઊંચાં મોજાં ઊછળવાનું પણ કહેવાયુ હતું. જો વરસાદ આમ જ વરસતો રહ્યો તો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાની સંભાવના રહેલી છે. આગામી કેટલાક દિવસોમાં મોન્સૂન તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય કેટલાક ભાગો સક્રિય થઈ શકે છે. આગામી 4-5 દિવસમાં છત્તીસગઢ, વિદર્ભ, ઝારખંડ, ગુજરાત, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યમાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે.

ચેન્નાઈમાં પણ સોમવાર અને મંગળવારે ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. ઓછી વિઝિબિલિટીને કારણે દિવસ દરમિયાન પણ વાહન લાઇટ્સ ચાલુ કરવી પડી હતી.
ચેન્નાઈમાં પણ સોમવાર અને મંગળવારે ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. ઓછી વિઝિબિલિટીને કારણે દિવસ દરમિયાન પણ વાહન લાઇટ્સ ચાલુ કરવી પડી હતી.

મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ યથાવત
મુંબઈમાં મોન્સૂન આગામી 2-3 દિવસમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મોન્સૂન મુંબઈ અને કોલકાતામાં એકસાથે પહોંચી શકે છે. અત્યારે મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. આ સપ્તાહે મુંબઈ અને અન્ય કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદનાં એંધાણ જણાયાં છે.

મુંબઈ અને કોલકાતામાં ચોમાસાનું આગમન 11 જૂન આસપાસ થશે. આની સાથે તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય વિસ્તારોમાં મોન્સૂન સક્રિય થશે. આગામી 4-5 દિવસોમાં છત્તીસગઢ, વિદર્ભ, બિહાર, ઝારખંડ, ગુજરાત, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યમાં ભારે વરસાદ થવાનાં એંધાણ છે.