તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 11 Kashmir Government Employees Suspended, Including Hezbollah Chief Salahuddin's 2 Sons, Accused Of Having Links With Terrorists

સરકારી નોકરી કરનારની દેશ સાથે ગદ્દારી:હિઝબુલ ચીફ સલાહુદ્દીનના 2 દિકરા સહિત કાશ્મીરના 11 સરકારી કર્મચારી નોકરીમાંથી સસ્પેન્ડ, આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ

શ્રીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીર વહિવટીતંત્રમાં સરકારી વિભાગોમાં કામ કરી રહેલા 11 કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની પર દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનો આરોપ છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં આતંકવાદી સલાહુદ્દીનના 2 દિકરાનો પણ સમાવેશ થાય છે.

સૈયદ સલાઉદ્દીન કાશ્મીરનો રહેવાસી છે, જોકે વર્તમાન સમયમાં તે પાકિસ્તાનમાં રહી આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનને લીડ કરી રહ્યો છે. તે યુનાઈટેડ જેહાદ કાઉન્સિલનો વડો પણ છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.

આતંકવાદીઓને અંદરની માહિતી આપતા હતા
આ કર્મચારીઓમાં 4 અનંતનાગના, 3 બડગામના, 1-1 બારામૂલા શ્રીનગર, પુલવામા અને કુપવાડાનો હતો. તેમાંથી 4 શિક્ષણ વિભાગમાં, 2 જમ્મુ-કાશ્મીર પોલીસમાં અને એક એગ્રીકલ્ચર, સ્કિલ ડેવલપમેન્ટ, વિજળી, SKIMS અને આરોગ્ય વિભાગમાં હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ લોકો આતંકવાદીઓને અંદરની માહિતી આપતા હતા.

સલાઉદ્દીનનો દિકરો આતંકવાદીઓને ફંન્ડિંગ કરવામાં સંડોવાયેલો
ચોથી બેઠકમાં જે 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે તેમાં 2 કોન્સ્ટેબલ છે. તે વિભાગમાં રહી આતંકવાદીઓને જાણકારી આપવા સાથે બાતમીદાર પણ બની ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોન્સ્ટેબલ અબ્દુલ રાશિદ શિગન સુરક્ષા દળો પરના હુમલામાં પણ સામેલ હતો.

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સૈયદ સલાઉદ્દીનનો દિકરો સૈયદ અહેમદ શકીલ અને શાહિદ યૂસુફ ટેરર ફંન્ડિગમાં સામેલ હતો. NIAની બન્ને પર નજર હતી. તે હિઝબુલ મુઝાહિદ્દીન માટે હવાલા મારફતે ભંડોળ એકત્રિત કરતો હતો અને ટ્રાન્સફર કરવામાં સંડોવાયેલો હતો.

અનંતનાગમાં લશ્કરના ત્રણ આતંકી ઠાર
બીજી તરફ અનંતનાગના રાનીપોરામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. IG વિજય કુમારે જણાવ્યું હતું કે તમામ લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા હતા.