તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સફેમનો ચોંકાવનારો રિપોર્ટ:ભૂખથી વિશ્વમાં દર મિનિટે 11નાં મોત, 15.5 કરોડ લોકો સંકટમાં

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરનારા 6 ગણા વધ્યા

વિશ્વમાં દર મિનિટે 11 લોકો ભૂખને કારણે મોતને ભેટે છે. દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરનારાની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ આ સંખ્યા છ ગણી વધી ગઈ છે. વિશ્વભરમાં 15.5 કરોડ લોકો સંકટમાં જીવી રહ્યાં છે.

ધ હંગર વાઈરસ મલ્ટીપ્લાઇઝ નામના ઓક્સફેમના રિપોર્ટમાં આ મુજબ જણાવાયું છે. દુષ્કાળને કારણે મરનારાની સંખ્યા કોવિડ-19ને કારણે મરેલા લોકોથી પણ વધુ થઈ ગઈ છે.

રોગચાળો છતાં ઓક્સફેમનો રિપોર્ટ કહે છે કે આ આંતરરાષ્ટ્રીય સ્તરે લશ્કરી ખર્ચમાં 51 અબજ ડૉલરનો વધારો થયો છે. રિપોર્ટમાં અફઘાનિસ્તાન, ઇથિયોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા અને યમન જેવા અનેક દેશોને સૌથી ખરાબ ભૂખમરાવાળા હોટસ્પોટમાં દર્શાવાયા છે.

ગ્લોબલ વોર્મિંગ, રોગચાળાને કારણે આર્થિક સ્થિતિ કથળી છે. વૈશ્વિકસ્તરે ખાદ્ય પદાર્થોની કિંમતમાં 40 ટકાનો વધારો થયો છે. છેલ્લા દાયકાનો આ સૌથી વધુ વધારો છે. આને કારણે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...