તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 11 Children Die In Last 15 Days In Mathura, Many Families Leave Home; Fear In People

ઉત્તરપ્રદેશમાં તાવનો કહેર:મથુરામાં છેલ્લા 15 દિવસમાં 11 બાળકોના મૃત્યુ, ઘણા પરિવારોએ ઘર છોડ્યું; લોકોમાં ભય

મથુરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિરોજાબાદમાં તાવથી અત્યાર સુુધીમાં 50 લોકોના મૃત્યુ
  • આગ્રા, કાનપુર, મથુરા, મૈનપુરી, એટા, કાસગંજમાં પણ કેસ મળ્યા

ઉત્તરપ્રદેશના કેટલાક શહેરોમાં ઘણા બાળકોને અજાણ્યો તાવ આવી રહ્યો છે. અચાનક તાવ વધી જવાથી કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. ફિરોજાબાદમાં આ રહસ્મયી તાવથી અત્યાર સુુધીમાં 50 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મથુરામાં છેલ્લા 15 દિવસમાં 11 બાળકોના મૃત્યુ થયા છે. આજે સવારે વધુ બે બાળકોના મૃત્યુ થયા છે.

11 બાળકો સહિત 13 લોકોના મૃત્યુ
એક રિપોર્ટ મુજબ, મથુરામાં અત્યાર સુધીમાં 11 બાળકો સહિત 13 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પછી લોકોમાં ડરનો માહોલ છે. ફરહના કૌંહ ગામમાં ફેલાયેલી મહામારીના કારણે ઘણા પરિવારોએ પોતાના ઘરને તાળુ મારી દીધું છે અને પોતાના સંબંધીઓના ઘરે ચાલ્યા ગયા છે. જોકે જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ પાણીની સાથે લોકોની તપાસ કરવી રહ્યું છે.

કેસ વધતા ગ્રામીણોમાં ભયનો માહોલ
અત્યાર સુધીના રિપોર્ટમાં ગામમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે કેટલીક અન્ય બીમારીના લક્ષણ પણ મળ્યા છે. જોકે મૃત્યુના વધતા આંકડાએ લોકોની બેચેની વધારી દીધી છે. ગામમાં દિલ્હી અને લખનઉની ટીમે પણ કેમ્પ કરીને એ વાત જાણવાની કોશિશ કરી રહી છે કે અંતે ગામમાં ફેલાઈ રહેલી મહામારીનું કારણ શું છે? મથુરાના ફરહના 4, ગોવર્ધનના 2 અને મથુરા બ્લોકના 2 ગામના લોકો આ બીમારીથી સૌથી વધુ પ્રભાવિત છે અને મૃત્યુ સતત વધી રહ્યાં છે. કેસના પગલે ગ્રામીણોમાં ડર છે. બીજી તરફ પ્રશાસને અસ્થાયી હોસ્પિટલ બનાવી દીધી છે અને બીમાર લોકોની આગ્રા, મથુરા જિલ્લા હોસ્પિટલ અને વૃન્દાવનમાં સારવાર ચાલી રહી છે.

જે બાળકીને CM મળ્યા હતા તેનું પણ મૃત્યુ
ઉલ્લેખનીય છે કે અજાણ્યા તાવના સૌથી વધુ કેસ ફિરોજાબાદમાં નોંધાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ફિરોજાબાદની મુલાકાત કરીને સ્થિતિ જાણી હતી. તેમણે હોસ્પિટલમાં દાખલ કોમલની મુલાકાત કરી હતી અને પરિવારને ભરોસો આપ્યો પરંતુ સીએમએ મુલાકાત લીધી તેના થોડા કલાકો પછી બાળકીનું મૃત્યુ થયું હતું.

ફિરોજાબાદ સિવાય અજાણ્યા તાવના દર્દીઓ આગ્રા, કાનપુર, મથુરા, મૈનપુરી, એટા, કાસગંજમાં પણ મળી રહ્યાં છે. બીજી તરફ પૂર્વી ઉત્તરપ્રદેશના ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આઝામગઢ, સુલ્તાનપુર અને ગાજીપુરમાં પણ તાવના દર્દીઓ વધ્યા છે. કોરોનાની ત્રીજા લહેર પહેલા ઉત્તરપ્રદેશમાં અજાણ્ય તાવનો કહેર શરૂ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...