દેશમાં રવિવારે કોરોનાના 1 લાખ 1 હજાર 159 કેસ નોંધાયા હતા. આ આંકડો છેલ્લા 32 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલા 5 એપ્રિલે 96,563 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 2,444 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં લગભગ 45 દિવસ બાદ મૃત્યુ આંક 2500થી નીચે આવ્યો છે. આ પહેલા 22 એપ્રિલે 2257 લોકોના મોત થયા હતા. રાહતની વાત તે પણ છે કે ગઈ કાલે 1 લાખ 73 હજાર 831 લોકો સાજા પણ થયા હતા. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીની સંખ્યામાં 75,151નો ઘટાડો થયો.
દેશમાં કોરોના મહામારીના આંકડા
13 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધ
દેશના 13 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેમ અહીં પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. એટલે કે અહીં પ્રતિબંધો છે,પરંતુ છૂટ પણ છે. આમાં દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.
અપડેટ્સ
મુખ્ય રાજ્યોનો પરિસ્થિતિ
1. મહારાષ્ટ્ર
અહીં રવિવારે 12,557 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 14,433 લોકો સાજા થયા અને 618 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં રાજયમાં 58.31 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 55.43 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 1 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 1.85 લાખ દર્દી સારવાર હેઠળ છે.
2. ઉત્તરપ્રદેશ
અહીં રવિવારે 1,037 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 2,446 લોકો સાજા થયા અને 101 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં રાજયમાં 16.98 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 16.59 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 21,252 દર્દીના મોત થયા છે. અહીં 17,928 દર્દી સારવાર હેઠળ છે.
3. છત્તીસગઢ
રાજયમાં રવિવારે 999 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 2,589 લોકો સાજા થયા અને 25 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 9.80 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 9.44 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 13,217 લોકો મૃત્યુ પામ્યા છે. 23,280 દર્દી એવા છે જેમની સારવાર કરવામાં આવી રહી છે.
4. રાજસ્થાન
અહીં રવિવારે 904 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 3,854 લોકો સજા થયે અને 25 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 9.46 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 9.19 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 8,656 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે હાલમાં 18,575 દર્દી સારવાર હેઠળ છે.
5. ગુજરાત
રવિવારે રાજ્યમાં 848 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 2,915 લોકો સાજા થયા અને 12 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 8.16 લાખ લોકો સક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.88 લાખ લોકો સાજા થાય છે, જ્યારે 9,933 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 18,008 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
6. મધ્યપ્રદેશ
રવિવારે અહીં 735 નવા કેસ નોંધાયા છે. 1,934 લોકો સાજા થયા અને 42 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7.85 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.67 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,337 લોકો મૃત્યુ પામ્યા હતા. હાલમાં 10,103 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
7. દિલ્હી
રવિવારે 381 લોકોને દિલ્હીમાં કોરોના પોઝિટિવ મળી હતી. 1,189 લોકો સાજા થયા હતા અને 34 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 14.29 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 13.99 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 24,591 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 5,889 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.