તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીન સરહદે ચાંપતી નજર:ચીન સરહદે ભારતીય સેના 10 હજાર સૈનિકો ખડકશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માઉન્ટેઈન સ્ટ્રાઈક પર ચીન સાથેની સરહદી સુરક્ષા અને સેનાના આક્રમક અભિયાનોની જવાબદારી છે.  - Divya Bhaskar
માઉન્ટેઈન સ્ટ્રાઈક પર ચીન સાથેની સરહદી સુરક્ષા અને સેનાના આક્રમક અભિયાનોની જવાબદારી છે. 
  • પાકિસ્તાનની જેમ ચીન સરહદે પણ મજબૂત સુરક્ષા
  • શિયાળો પૂરો થતાં પર્વતીય ક્ષેત્રોમાં સૈનિકોની તહેનાતી શરૂ

દેશની ઉત્તર સરહદે સુરક્ષા મજબૂત કરવા ભારતીય સેનાએ પોતાની એકમાત્ર માઉન્ટેઈન સ્ટ્રાઈક કોરમાં આશરે 10 હજાર સૈનિક સામેલ કરી રહી છે. આ કોર પર ચીન સાથેની સરહદી સુરક્ષા અને સેનાના આક્રમક અભિયાનોની જવાબદારી છે.

ભારતીય સેના પશ્ચિમમાં પાકિસ્તાન સરહદની જેમ ઉત્તર અને ઉત્તર-પૂર્વ ચીન સરહદે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે.
ભારતીય સેના પશ્ચિમમાં પાકિસ્તાન સરહદની જેમ ઉત્તર અને ઉત્તર-પૂર્વ ચીન સરહદે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે, ભારતીય સેના પશ્ચિમમાં પાકિસ્તાન સરહદની જેમ ઉત્તર અને ઉત્તર-પૂર્વ ચીન સરહદે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે. આ માટે પૂર્વ ક્ષેત્રમાં તહેનાત 10 હજાર સૈનિકોના હાલના એક ડિવિઝનને 17 માઉન્ટેઈન સ્ટ્રાઈક કોર સાથે જોડવામાં આવ્યું છે. આ કોરનું વડુંમથક પશ્ચિમ બંગાલના પાનાગઢમાં છે. કેન્દ્ર સરકારે માઉન્ટેઈન સ્ટ્રાઈક કોરને આશરે એક દસકા પહેલા મંજૂરી આપી હતી. જોકે, તેની સાથે ફક્ત એક ડિવિઝન જોડવામાં આવ્યું હતું. આ નવું ડિવિઝન જોડાવાથી આ કોર વધુ મજબૂત થઈ ગઈ છે.

શિયાળો પૂરો થતા LAC, લદાખમાં ફરી સૈનિકો તહેનાત
નોંધનીય છે કે, લદાખ સરહદે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા વિવાદ પછી સેનાએ બીજા પણ ફેરફાર કર્યા છે, જેથી ભવિષ્યમાં ચીનને આક્રમક જવાબ આપી શકાય. આ અંતર્ગત મથુરા સ્થિત વન સ્ટ્રાઈક કોરની પણ ઉત્તર સરહદે તહેનાતી કરાઈ છે. મધ્ય ક્ષેત્ર અને ઉત્તર-પૂર્વ સરહદોમાં તહેનાતી વધારવાની સાથે માળખાગત સુવિધાને પણ મજબૂત કરાઈ છે. સેનાએ શિયાળો પૂરો થતાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી), લદાખ અને અન્ય પર્વતીય ક્ષેત્રોમાં ફરી એકવાર સૈનિકો ખડવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...