દિલ્હી હિંસા કેસ:ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તોફાનો કરનારાઓ સામે કઠોર કાર્યવાહી કરવા આદેશ આપ્યા

એક મહિનો પહેલા
  • 100 વીડિયો સામે આવ્યા, 21 આરોપીની ધરપકડ

દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સભ્યો સામે કેસ દાખલ કરાયો છે. તેમના પર અનુમતિ વિના શોભાયાત્રા કાઢવાનો આરોપ લગાવાયો છે. પોલીસે VHP વિરૂદ્ધ જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની પણ ધરપકડ કરી લીધી છે. એક બાજુ, હનુમાન જયંતી પર તોફાનો થયા એના મુખ્ય આરોપી અંસાર અને અસલમ સહિત 14 લોકોને દિલ્હીના રોહિણી કોર્ટમાં હાજર કરાયા હતા. કોર્ટે અસલમ અને અંસારના 2 દિવસના પોલીસ રિમાન્ડ વધારી દીધા છે. જ્યારે અન્ય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

અમિત શાહે કઠોર કાર્યવાહી કરવા આદેશ આપ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તોફાની તત્વો સામે કઠોર કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. તેમણે દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે આદેશ આપ્યા છે કે તોફાની તત્વો સામે એવી કઠોર કાર્યવાહી કરવામાં આવે કે તે એક મિસાલ બની જાય

આરોપીની પત્નીને કસ્ટડીમાં લેવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો
દિલ્હીના જહાંગીરપુરીમાં સોમવારે ફરી એકવાર પથ્થરમારો થયો હતો. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વીડિયો ફુટેજના આધારે સોનૂ ચિકનાની પત્નીની ધરપકડ કરવા માટે જહાંગીરપુરીના C બ્લોક સ્થિત મકાનમાં પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે.

સોનૂ ચિકના એ જ શખસ છે જેણે 16 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસે જણાવ્યું હતું કે અત્યારે આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળ પર મોટી માત્રામાં પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટના પછી અહીં RAFની ટીમ તહેનાત કરવામાં આવી છે. આખા વિસ્તારનો માહોલ તણાવપૂર્ણ છે.

બીજી બાજુ દિલ્હી પોલીસ કમિશન રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર અમારી નજર છે. અમુક લોકો એવા છે જે ઈચ્છે છે વાતાવરણ ના સુધરે. સોશિયલ મીડિયા પર આવી ખોટી માહિતી અને વાતાવરણ ખરાબ કરનાર જે લોકો પોસ્ટ કરશે તેમની સામે પણ એક્શન લેવામાં આવશે. તેમણે કહ્યું કે, શનિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમારી અપીલ છે કે, અફવાઓ પર ધ્યાન ના આપવું.

હિંસાના 100 વીડિયો સામે આવ્યા
શનિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા મામલે અત્યારસુધી 21 આરોપીની ધરપકડ થઈ છે. હિંસામાં 8 પોલીસકર્મી અને એક નાગરિક સહિત 9 લોકો ઘાયલ થયા છે. અત્યારસુધી હિંસાથી જોડાયેલા સરેરાશ 100 વીડિયો સામે આવ્યા છે. એના આધારે પોલીસ આરોપીઓની ઓળખ કરી રહી છે.

દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર મેદાલાલ મીણા હિંસા દરમિયાન ત્યાં સુરક્ષામાં તહેનાત હતા. તેમના હાથમાં ગોળી વાગી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ બંને પક્ષને અલગ કરતી હતી, પરંતુ જોતજોતાંમાં તેમની વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.

આજનું ખાસ અપડેટ...

  • ફોરેન્સિક એક્સપર્ટ જહાંગીરપુરીમાં એ સ્થળે પહોંચ્યા છે, જ્યાં હનુમાનજયંતીએ હિંસા શરૂ થઈ હતી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જહાંગીરપુરી પહોંચી છે.
  • આ દરમિયાન ભીડમાં કોઈએ 7-8 રાઉન્ડ ગોળી પણ ચલાવી હતી. મેદાલાલ મીણાએ કહ્યું હતું કે હું જોઈ ના શક્યો કે ગોળી કોણે ચલાવી અને ભીડને કારણે એવું પણ ના જોઈ શક્યો કે લડાઈ કોણે શરૂ કરી.
  • રવિવારે બપોરે પોલીસે હિંસામાં જોડાયેલા 14 આરોપીને રોહિણી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 2 મુખ્ય આરોપીને અંસાર અને અસલમને પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે, જ્યારે 12 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
દિલ્હી પોલીસના કમિશનર રાકેશ અસ્થાના રવિવારે રાતે જહાંગીરપુરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મેદાલાલ મીણાને તેમના ઘરે મળવા ગયા હતા.
દિલ્હી પોલીસના કમિશનર રાકેશ અસ્થાના રવિવારે રાતે જહાંગીરપુરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મેદાલાલ મીણાને તેમના ઘરે મળવા ગયા હતા.

પોલીસની 10 ટીમ તપાસ કરી રહી છે
હિંસાની તપાસ હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે કાવતરું ઘડવા અને હત્યાનો પ્રયાસ જેવા આરોપ લગાવ્યા છે. તપાસ દરમિયાન ફાયરિંગવાળી જગ્યાએથી ગોળીનું ખોખું પણ મળ્યું છે. પોલીસની 10 ટીમ હિંસાની તપાસ કરી રહી છે.

પોલીસે 2 સગીર આરોપીને પણ પકડ્યા
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરિંગ કરનાર અંસાર અને અસલમ સહિત 21 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 2 સગીર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 3 દેશી રિવોલ્વર અને 5 તલવાર મળી આવી છે.

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ તહેનાત કરવામાં આવી છે, પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો.
દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ તહેનાત કરવામાં આવી છે, પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો.

કઈ રીતે ઘટી ઘટના
જહાંગીરપુરીના કુશલ સિનેમાની પાસે લગભગ સાંજે 5.30 વાગ્યે શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો થયો હતો. એ પછી બંને ગ્રુપ વચ્ચે અથડામણ થઈ હતી. ઘણી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી. કેટલાંક વાહનોમાં આગ લગાડવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમને પણ તેના કારણે ઈજા થઈ હતી.

તણાવને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પોલીસ તહેનાત કરાઈ છે.
તણાવને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પોલીસ તહેનાત કરાઈ છે.

દિલ્હી પોલીસના PRO અન્યેશ રાયે કહ્યું હતું કે આ એક પરંપરાગત નીકળતી શોભાયાત્રા હતી, જે દર વર્ષે નીકળે છે. યાત્રાના બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મચારીઓએ સ્થિતિને સંભાળી હતી. ઘટના પછીથી ઘણાં પોલીસ સ્ટેશનમાંથી એડિશનલ પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સે આ વિસ્તારમાં માર્ચ કરી છે.

15 દિવસમાં રાજસ્થાનમાં કરૌલી, મધ્યપ્રદેશના ખરગૌન અને દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા થઈ.
15 દિવસમાં રાજસ્થાનમાં કરૌલી, મધ્યપ્રદેશના ખરગૌન અને દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા થઈ.

પોલીસ અને પીસ કમિટીની બેઠક
DCP નોર્થ-વેસ્ટ ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે હિંસામાં આઠ પોલીસકર્મચારી અને એક નાગરિક ઘાયલ થયા છે. એક સબ-ઈન્સ્પેક્ટરને તોફાનીની ગોળી વાગી છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિમાં સુધારો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિંસા પછી અમન કમિટીની બેઠક થઈ હતી, જેમાં લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે તોફાનીઓએ અહીં આગ પણ લગાવી હતી. તલવારોથી હુમલો અને ફાયરિંગ પણ થયું હતું. આ મામલામાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. પહેલા 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પછીથી 5 લોકો ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં હાલ તણાવ છે. જોકે સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અહીં RAFની બે કંપની તહેનાત કરવામાં આવી છે. દિલ્હીના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તહેનાત છે અને અહીં હાઈ એલર્ટ છે.

હિંસાવાળા વિસ્તારોમાં RAF જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
હિંસાવાળા વિસ્તારોમાં RAF જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...