તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 100 Million Vaccine Doses Are Ready In The Country, 80 Million Are Made Every Month, Then Why Vaccine The Common People From Mid March? Why Not This Month?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર સવાલ:દેશમાં 10 કરોડ વેક્સિન ડૉઝ તૈયાર, દર મહિને 8 કરોડ બને છે, તો પછી સામાન્ય લોકોને માર્ચના મધ્યથી વેક્સિન કેમ? આ મહિને કેમ નહીં?

નવી દિલ્હી13 દિવસ પહેલાલેખક: પવન કુમાર
 • કૉપી લિંક

દેશમાં કુલ 80 લાખ લોકોને કોરોના વેક્સિનના પહેલા ડૉઝ અપાઈ ચૂક્યા છે, જેમાં 10 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સ છે. કેન્દ્ર સરકારે માર્ચના મધ્ય સુધી 3 કરોડ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જે હજુ ત્રીજા ભાગનું પણ પૂરું નથી થયું. દિલ્હી, ચંદીગઢ સહિત અનેકરાજ્ય એવા છે, જ્યાં વેક્સિન કેન્દ્રો પર આખો દિવસ ફક્ત 20-25 લોકો પહોંચ્યાના સમાચાર છે.

અનેક રાજ્યોમાં સેંકડો વેક્સિન કેન્દ્રો હાલ બંધ છે કારણ કે, મોટા ભાગના કેન્દ્રોને મર્જ કરાયા છે. એવું કહેવાય છે કે, ભવિષ્યમાં સામાન્ય લોકોને વેક્સિન આપવાનું શરૂ થશે, ત્યારે આ કેન્દ્રો ફરી શરૂ કરાશે. આ કેન્દ્રો પર વેક્સિનેશનની તમામ સુવિધા મોજુદ છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર કહે છે કે, 50 વર્ષથી વધુ ઉંમરના 27 કરોડ લોકોને માર્ચના મધ્યથી વેક્સિન આપવાનું શરૂ થશે.

તો એ સવાલ ઉઠે છે કે, આ લોકોને એક મહિનાની રાહ કેમ જોવડાવાઈ રહી છે? હાલ દેશમાં 10 કરોડથી વધુ ડૉઝ તૈયાર છે. 8 કરોડ ડૉઝ દર મહિને બની રહ્યા છે. હવે ના તો વેક્સિનની અછત છે, ના તો એક મહિનામાં સપ્લાય અને સ્ટોરેજ ચેઈનમાં કોઈ ખામી છે.

ડૉ. નરેન્દ્ર અરોરા, ચેરમેન, ઓપરેશન રિસર્ચ ટાસ્કફોર્સ, આઈસીએમઆર આ અંગે શું કહે છે જાણીએ...

 • રોજ 10 લાખ ડૉઝ આપવાનો દાવો હતો, પરંતુ એક મહિના પછી પણ 4 લાખ સુધી નથી પહોંચ્યા કેમ?

અમે સિસ્ટમને દુરસ્ત કરી રહ્યા છીએ. અમે 3 હજાર વેક્સિન કેન્દ્રથી શરૂઆત કરી હતી, જે હવે 10 હજાર છે. જોકે, એ પણ સાચું કે તેમાં ક્ષમતાથી 35-40% ઓછા ડૉઝ અપાઈ રહ્યા છે.

 • તો પછી 50 વર્ષથી વધુ ઉંમરના 50 કરોડ લોકોને પણ વેક્સિન આપવાનું શરૂ કેમ નથી કરાતું?

હાલ કોવિન એપ ડેશબોર્ડની કેટલીક તૈયારી બાકી છે. તે પણ મોડું થવાનું કારણ છે.

 • વેક્સિનેશન અભિયાન ગતિ ક્યારે પકડશે?

અમે રોજ 70-80 લાખ વેક્સિન લગાવવાની તૈયારી કરી રહ્યા છીએ. આ માટે આગામી સમયમાં 50 હજાર વેક્સિન કેન્દ્રો બનાવાશે, જેની યોજના રાજ્યોને મોકલી દેવાઈ છે.

 • રોજ 80 લાખ ડૉઝની જરૂર પડશે, શું તે શક્ય છે?

હા, શક્ય છે. આપણી પાસે જરૂરિયાતથી વધુ ડૉઝ છે. હાલ બે કંપની વેક્સિન બનાવે છે. પછી પાંચ વધુ કંપની બનાવશે. આગામી વર્ષે દેશમાં 250 કરોડ વેક્સિન બનશે.

મધ્ય પ્રદેશના આરોગ્ય મંત્રીએ કહ્યું- અમે તો ગયા વર્ષે તૈયારી કરી લીધી હતી
મધ્ય પ્રદેશના આરોગ્ય મંત્રી પ્રભુરામ ચૌધરીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર અમને કહે છે 50થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ થાય તો આપણે સંપૂર્ણપણે તૈયાર છીએ. આપણી પાસે 48 હજાર હેલ્થ વર્કર્સની ટીમ છે. અમે તો વેક્સિનની તૈયારી ગયા વર્ષે મેમાં શરૂ કરી દીધી હતી.

ભારતમાં હવે રોજ 3.65 લાખ વેક્સિન અપાય છે, જ્યારે અમેરિકામાં આ આંકડો 17 લાખ
ભારતમાં 16 જાન્યુઆરીએ રસીકરણના પહેલા દિવસે 1.92 લાખને રસી અપાઈ હતી. એ દિવસે અમેરિકામાં 8.4 લાખ ડૉઝ અપાયા હતા. હવે એક મહિના પછી અમેરિકામાં રોજ 17 લાખને વેક્સિન અપાય છે, જ્યારે ભારતમાં રોજ 3.65 લાખને અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો