દેશભરમાં શીતલહેર શરૂ છે. રાજસ્થાન દિલ્હીમાં ઘણી જગ્યાએ પહાડી વિસ્તારમાં પારો નીચે ગગડ્યો છે. શિમલા, મસૂરી કરતા પણ દિલ્હી વધુ ઠંડુગાર છે. આયાનગરમાં લધુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે શિમલામાં 3.7, મસૂરીમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. ધુમ્મસના કારણે 100 ફ્લાઈટ મોડી પડી હતી.
દેશના 10 સૌથી વધુ ઠંડા શહેરોમાં મધ્યપ્રદેશના 4 નોંધાયા છે. છત્તરપુરનું નૌગાંવ દેશનું બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું. અહિંયા રાતનું તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.
IMD અનુસાર પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. જમ્મુ, હિમાચલ અને ઉત્તરાખંડમાં આજે હિમવર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે.
દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે 26 જાન્યુઆરીની તૈયારી
રાજસ્થાન: 11 શહેરોમાં દિવસના તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો થયો
રાજસ્થાનના 11 શહેરોમાં ધુમ્મસ અને કોલ્ડ-વેવના કારણે દિવસનું તાપમાન સામાન્યથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે. ગયા અઠવાડિયે રાજસ્થાનમાં કોલ્ડ-વેવની સ્થિતિ બની છે. શુક્રવારે હનુમાનગઢ, ગંગાનગરમાં દિવસનો પારો સિંગલ ડિજિટમાં રહ્યો. આ બંને શહેરોમાં દિવસનું મહત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ તાપમાન 4.9 સેલ્સિયસ નોંધાયું.
મધ્યપ્રદેશઃ દેશના 10 સૌથી ઠંડા શહેરોમાં 4 MPના
ભોપાલમાં જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું 17 વર્ષમાં સૌથી ઠંડું રહ્યું છે. અહીં સરેરાશ મહત્તમ તાપમાન 19.6 ડિગ્રી હતું. અગાઉ 2011માં દિવસનું સરેરાશ તાપમાન 20.2 ડિગ્રી હતું. શુક્રવારે રાતના તાપમાનના સંદર્ભમાં છતરપુરનું નૌગાંવ દેશનું બીજું સૌથી ઠંડુ શહેર હતું. ત્યાં રાત્રિનું તાપમાન 0.2 ડિગ્રી હતું. દાતિયામાં 2.5 અને ગુનામાં 3 ડિગ્રી નોંધાયું હતું.
દિલ્હી:શિમલા, મસૂરી કરતા પણ પારો ગગડ્યો, 100 ફ્લાઈટ્સ મોડી પડી
રાજધાની દિલ્હીમાં લધુત્તમ તાપમાન શિમલા, મસૂરી, નૈનીતાલ કરતા પણ નીચે ગયું છે. 6 જાન્યુઆરીના રોજ આયાનગરમાં લધુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રિઝ વિસ્તારમાં લધુત્તમ તાપમાન 3.3 અને સફદરગંજમાં 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે શિમલામાં 3.7, મસૂરીમાં 4.4 અને નૈનીતાલમાં 6.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.
શુક્રવારે ધુમ્મસના કારણે 100 ફ્લાઈટ્સ મોડી પડી છે. તેમાં 20 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. IMD અનુસાર, રાજધાની દિલ્હીનું લધુત્તમ તાપમાન 5 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.
હિમાચલ: આજે વરસાદ-હિમવર્ષાની શક્યતા
હિમાચલ ઋતુમાં બદલાવ માટે તૈયાર છે, કારણકે પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. શિમલા સહિત પ્રદેશના અધિકાંશ વિસ્તારમાં આજથી વરસાદ અને હિમવર્ષાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં આજથી આગામી 4 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સંપૂર્ણ રીતે સક્રિય છે. તેના સક્રિય થવાને કારણે હિમાચલના 6 જિલ્લામાં હિમવર્ષા થશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.