હરિયાણાના CMની જાહેરાત પર રાજકીય ઘમાસાણ:નવી પંચાયતો માટે 100 કરોડની કરી જાહેરાત; કોંગ્રેસે કહ્યું- આચારસંહિતાનું ઉલ્લંઘન કરાયું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હરિયાણામાં પંચાયતની ચૂંટણી વચ્ચે CM મનોહરલાલ ખટ્ટરની જાહેરાતથી રાજકીય હોબાળો મચી ગયો છે. CMએ ગઈકાલે ઝજ્જર જિલ્લામાં કહ્યું હતું કે નવી ગ્રામપંચાયતનાં કામો માટે 100 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવશે, જ્યારે પબ્લિક સર્વિસ ડિપાર્ટમેન્ટ (PWD)ના રસ્તાઓના સમારકામ પર 100 કરોડ રૂપિયા ખર્ચાશે.

હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ઉદયભાને મુખ્યમંત્રીની જાહેરાતો પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હુતં કે રાજ્યમાં અત્યારે પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં જાહેરસભામાં જાહેરાત કરવી યોગ્ય નથી. આ આચારસંહિતાનુ ઉલ્લંઘન છે.

આ અંગે હરિયાણાના ચૂંટણી કમિશનર ધનપત સિંહે કહ્યું હતું કે જ્યાં મતદાન થયું છે ત્યાં જાહેરાત પર કોઈ પ્રતિબંધ નથી.

ચૂંટણીપંચને કરશે ફરિયાદ
CMની જાહેરાત પર ટીકા કરતાં ઉદયભાને કહ્યું હતું કે તે રાજ્ય ચૂંટણીપંચને આ અંગે ફરિયાદ કરશે. તેમણે કહ્યું હતું કે આવી લોભામણી યોજનાઓથી જિલ્લામાં મતદારો પ્રભાવિત થઈ શકે છે, જ્યાં ચૂંટણી થવાની છે.

હરિયાણામાં 2 તબક્કામાં પંચાયત ચૂંટણી યોજાઈ, ઝજ્જર પણ સામેલ
હરિયાણામાં પંચાયત ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. અગાઉ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ ચૂકી છે. પ્રથમ તબક્કમાં પાણીપત, ઝજ્જર, જીંદ, કૈથલ, ભિવાની, મહેન્દ્રગઢ નૂંહ, પંચકુલા અને મહેન્દ્રગઢમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં CMની જાહેરાતમાં ઝજ્જર પણ સામેલ છે. બીજા તબક્કામાં અંબાલા, ચરખી દાદરી, ગુરુગ્રામ, કરનાલ, રોહતક, સિરસા કુરૂક્ષેત્ર, રેવાડી અને સોનીપતમાં મતદાન થયું છે.

ત્રીજા તબક્કાના 4 જિલ્લામાં ચૂંટણી બાકી
ત્રીજા તબક્કામાં હિસાર, પલવલ, ફરીદાબાદ અને ફતેહાબાદમાં ચૂંટણી થવાની બાકી છે, જેમાં 22 નવેમ્બરે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિના સભ્યો માટે મતદાન થશે, સાથે જ પંચ-સરપંચ માટે 25 નવેમ્બરે મતદાન થશે. પંચ-સરપંચ ચૂંટણીના પ્રથમ બે તબક્કાનાં પરિણામો મતદાનના દિવસે જાહેર કરાયાં હતાં. તમામ તબક્કાની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિના સભ્યોની ચૂંટણીનાં પરિણામો 27 નવેમ્બરે એકસાથે આવશે.

અન્ય સમાચારો પણ છે...