તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 100% Attendance Of 15 MPs, 35 Did Not Ask Any Question, Including Sonia, Mulayam, Akhilesh, Radhamohan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભા:15 સાંસદની 100% હાજરી, 35એ કોઈ સવાલ ન પૂછ્યા, જેમાં સોનિયા, મુલાયમ, અખિલેશ, રાધામોહન સામેલ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100% હાજરીવાળામાં 11 અને સૌથી વધુ સવાલ કરનારામાં ભાજપના 4

અાપણે જે સાંસદોને ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ તે કેટલા ગંભીર છે તે આનાથી ખબર પડી જાય છે કે ફક્ત 15 સાંસદો જ લોકસભામાં 100 ટકા હાજર રહ્યા હતા. જ્યારે 35 સાંસદ એવા છે જેમણે કોઈ સવાલ ન પૂછ્યા. તેમાંથી 5 તો એવા હતા જેમણે ન કોઈ ડીબેટમાં ભાગ લીધો કે ન તો પ્રાઈવેટ મેમ્બર બિલ લાવ્યા. જોકે નવ સાંસદ એવા પણ હતા જેમણે 250થી વધુ સવાલ પૂછ્યા. આ તથ્ય સંસદની કાર્યવાહી પર નજર રાખતી સંસ્થા પીઆરએસ ઈન્ડિયાના સ્ટડી અને લોકસભાના આંકડામાં સામે આવ્યા હતા.

17મી લોકસભાની રચના બાદ એક જૂન 2019થી 13 ફેબ્રુઆરી 2021 વચ્ચે થયેલા અભ્યાસ અનુસાર જે સાંસદોએ એક પણ સવાલ ન પૂછ્યા તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સપા સુપ્રીમો અખિલેશ યાદવ, મુલાયમસિંહ યાદવ, ભાજપ સાંસદ એસ.એસ. આહલુવાલિયા, પૂર્વ મંત્રી રાધામોહન સિંહ જેવા દિગ્ગજ સામેલ છે. જે 35 સાંસદોએ પ્રશ્નો ન પૂછ્યા તેમાં ભાજપના 17 સામેલ છે. 100% હાજરીવાળા 15 સાંસદોમાં 11 ભાજપના અને બે-બે ડીએમકે, જદયુના છે. સૌથી ઓછી(2%) હાજરી યુપીના ઘૌસીથી બસપા સાંસદ અતુલકુમાર સિંહની રહી.

માતા સોનિયાથી રાહુલ આગળ
હાજરી અને સવાલ પૂછવા મામલે રાહુલ ગાંધી તેમની માતા સોનિયાથી આગળ છે. સોનિયા 44% હાજર રહ્યાં પણ સવાલ ન પૂછ્યા અને એક જ ડીબેટમાં ભાગ લીધો. જ્યારે રાહુલની હાજરી 53% રહી. તેમણે 58 સવાલ કર્યા અને 3 ડીબેટમાં ભાગ લીધો.

દરેક સભ્ય રોજ 5 સવાલ પૂછી શકે છે, નિર્ણય લોટરીથી
લોકસભાના પૂર્વ મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવે કહ્યું કે દરેક સાંસદ રોજ 5 સવાલ પૂછી શકે છે. એવામાં સરેરાશ 2 હજાર સવાલ રોજ મળે છે. જેમાં 250 લિસ્ટેડ થાય છે. જેની પસંદગી લોટરીથી થાય છે. તેમાં 20 તારાંકિત પ્રશ્નો ગૃહમાં પૂછાય છે. 230 અતારાંકિત હોય છે અને બાકી લેપ્સ થઈ જાય છે.

સૌથી વધુ સવાલ NCPનાં સુપ્રિયાએ પૂછ્યા
જે નવ સાંસદોએ 250થી વધુ સવાલ પૂછ્યા તેમાં 5 મહારાષ્ટ્રથી અને 4 ભાજપના છે. બારામતીથી એનસીપી સાંસદ સુપ્રિયા સુળેએ સૌથી વધુ 286 સવાલ પૂછ્યા અને 4 પ્રાઈવેટ બિલ રજૂ કર્યાં. ધૂળેથી સુભાષ ભામરે-શિરુરથી એનસીપીના અમોલ કોલ્હેએ 277-277 સવાલ પૂછ્યા. અાંદામાન નિકોબારથી કોંગ્રેસના કુલદીપ શર્માએ 266 સવાલ કર્યા. બલુરઘાટના સુકાંતા મજુમદારે 263, મંદસૌરના સાંસદ સુધીર ગુપ્તાએ 261, વિદ્યુત મહતોએ 261(ભાજપ), માવલથી શ્રીરંગ બારનેએ 259 અને મુંબઈ નોર્થ-વેસ્ટથી ગજાનન કીર્તિકરે 255 સવાલ પૂછ્યા(બંને શિવસેના).

  • આ સાંસદો બોલ્યા જ નહીં : ચૌધરી મોહન જતુઆ-તૃણમૂલ, અતુલકુમાર સિંહ - બસપા, ઉદયરાજે ભોંસલે- ભાજપ, સુશીલકુમાર-જદયુ, રમેશ ચંદપ્પા-ભાજપ.
  • પીએમ-કેન્દ્રીયમંત્રી સામેલ નથી : પ્રતિ સાંસદ સવાલ કરવાની સરેરાશ 66 તથા હાજરીની ટકાવારી 88 છે. આ અભ્યાસમાં પીએમ, લોકસભા અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રીઓને સામેલ નથી કરાયા.

આ સાંસદો ગૃહમાં 100% હાજર રહ્યા

  • ભાજપ : બદ્રીનાથ ચૌધરી-અજમેર, ભોલાનાથ-મછલીનગર, જગદંબિકા પાલ-ડુમારિયાગંજ, મનોજ કિશોરભાઈ-મુંબઈ નોર્થ ઈસ્ટ, મોહન મંડાવી-કાંકેર, પ્રદીપકુમાર- કેરાના, રાજબીર સિંહ દિલેર-હાથરસ, રમેશ કૌશિક-સોનીપત, નિશિકાંત દુબે-ગોડ્ડા, ગોપાલ શેટ્ટી-મુંબઈ ઉત્તર. તીરથસિંહ પણ 100% હાજર રહેનાર સભ્ય રહ્યા.
  • ધનુષ કુમાર-તેનકાશી, ડીએનવી સેન્થિલ કુમાર-ધરમપુર-ડીએમકે, સુનીલકુમાર - વાલ્મીકિનગર તથા કૌશલેન્દ્ર કુમાર-નાલંદા-જદયુ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો