તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Diet Is Decided Every Month After Blood Test, Shoot With Dhoni And Ed, Kohli's Team Takes Care Of Health

7 વર્ષની ઉંમરમાં સિક્સ પેક એબ્સ:દર મહિને બ્લડ ટેસ્ટ પછી નક્કી થાય છે ડાયટ, ધોની સાથે શૂટ કરી છે એડ, કોહલીની ટીમ રાખે છે હેલ્થનું ધ્યાન

15 દિવસ પહેલા
  • પૂજા 5 વર્ષની ઉંમરથી જ સ્પોર્ટ્સમાં જોડાઈ ગઈ હતી
  • મામા શ્રવણ વિશ્રોઈમાંથી પ્રેરણા લીધી

જોધપુરની એથ્લીટ પૂજા વિશ્રોઈએ ટીવી પર ધૂમ મચાવી છે. 10 વર્ષની પૂજાએ અત્યાર સુધીમાં ઘણી જાણીતી કંપનીઓની સાથે એડશૂટ કરી છે. પૂજાએ 7 વર્ષની ઉંમરમાં સિક્સ પેક એબ્સ બનાવીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. તે જોધપુરમાં વિરાટ કોહલી ફાઉન્ડેશનની એકમાત્ર મેમ્બર છે. તાજેતરમાં જ પૂજાએ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે એક એડ શૂટ કરી છે.

સિક્સ પેક એબ્સની સાથે 7 વર્ષની પૂજા વિશ્રોઈ.
સિક્સ પેક એબ્સની સાથે 7 વર્ષની પૂજા વિશ્રોઈ.

પૂજા 5 વર્ષની ઉંમરથી જ સ્પોર્ટ્સમાં જોડાઈ ગઈ હતી. મામા શ્રવણ વિશ્રોઈ એથ્લીટ હતા. તેમણે પૂજાને મોટિવેટ કરી. એથ્લીટ તરીકે તૈયાર કરી. પૂજાને ક્રિકેટ રમવાનું પસંદ છે. તે ફાસ્ટ બોલર છે. આ જ કારણે વિરાટ કોહલી ફાન્ડેશન પૂજાના ખેલ અને ડાયટ પ્લાનનું ધ્યાન રાખે છે. પૂજાનું ડાયટ પણ કેફે ન્યુટ્રીશન નક્કી કરે છે. દર ત્રણ મહિને તેનો બ્લડ ટેસ્ટ થાય છે. તે પ્રમાણે તેને ડાયટ આપવામાં આવે છે. વિરાટ કોહલી ફાઉન્ડેશનના 16 બાળકોમાં પુજા સૌથી ઓછી ઉંમરની છે.

આ છે ડાયટ
પુજા રોજ પ્રેક્ટિસ પહેલા એક કેળુ, લીંબુનું જ્યુસ, 15થી 20 ખજૂર અને બે અંજીર ખાય છે. પછી પ્રેક્ટિસ કર્યા પછી બાજરીની રોટલી, એક વાળકી શાક-મગ-ચણા, 10-12 બદામ, 5થી 6 પિસ્તા, 2 અખરોટ અને એક ગ્લાસ દૂધ પણ પીવે છે.

વિરાટ કોહલી ફાઉન્ડેશન પૂજાની રમત અને ડાયટ પ્લાનનું ધ્યાન રાખે છે.
વિરાટ કોહલી ફાઉન્ડેશન પૂજાની રમત અને ડાયટ પ્લાનનું ધ્યાન રાખે છે.

સવારે 3 વાગે ઉઠીને શરૂ કરે છે વર્ક આઉટ
પૂજાએ જણાવ્યું કે તે રોજ સવારે 3 વાગે ઉઠે છે. મામા શ્રવણની સાથે વર્કઆઉટ કરે છે. રાજમાતા સ્કુલમાં ધો.5માં અભ્યાસ કરતી પૂજાનો મોટાભાગનો સમય વર્કઆઉટ અને પ્રેક્ટિસ માટે રહે છે. સવારે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રનિંગ, વર્કઆઉટ અને ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરે છે. સ્કુલ હોમવર્ક પછી સાંજે 4થી 8 વાગ્યા સુધી વર્કઆઉટ રહે છે.

પૂજા વિશ્રોઈ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે પણ એડ શૂટ કરી ચુકી છે.
પૂજા વિશ્રોઈ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે પણ એડ શૂટ કરી ચુકી છે.

2024માં થનારી યૂથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીતવાનું સપનું
પૂજાનું સપનું છે કે તે 2024માં થનારી યૂથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતે. પૂજાએ 2019માં યોજાયેલી ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનરમાં 100 મીટર રેસમાં એવોર્ડ જીત્યો હતો.

પૂજાએ સાત વર્ષથી આઈસ્ક્રીમ ખાધો નથી.
પૂજાએ સાત વર્ષથી આઈસ્ક્રીમ ખાધો નથી.

પૂજાએ અત્યાર સુધી ઘણી મોટી કંપનીઓ સાથે એડ શૂટ કરી છે. કઈક મેળવવા માટે કઈક ગુમાવવું પડે છે. આ અંગે પુજા કહે છે કે તેણે છેલ્લા સાત વર્ષથી આઈસ્ક્રીમ ખાધો નથી.

અન્ય સમાચારો પણ છે...