પ્રસ્તાવ:નવા રહેણાક, કોમર્શિયલ બાંધકામ સ્થળોએ 10% ટ્રી કવર ફરજિયાત

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં પ્રદૂષણ ઘટાડવા, ગ્રીન કવર વધારવા કેન્દ્રનો પ્રસ્તાવ

પર્યાવરણ મંત્રાલયે રહેણાકની તથા કોમર્શિયલ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પ્લોટ એરિયાના ઓછામાં ઓછું 10% ટ્રી કવર સુનિશ્ચિત કરવા દર 80 ચોરસ મીટરે એક વૃક્ષ વાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે ગત 28 ફેબ્રુઆરીએ ‘બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ, 2022’ અંગેના જાહેરનામાનો મુસદ્દો જારી કરી જાહેર જનતા પાસેથી 60 દિવસમાં વાંધા-સૂચનો માગ્યાં છે.

પ્રસ્તાવિત નવા નિયમો 5 હજાર ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતા નવા બિલ્ડિંગ પ્રોજેક્ટ્સને તથા જૂના હયાત બાંધકામોના એક્સ્પાન્શન, રિનોવેશન કે રિપેરિંગને લાગુ પડશે. જાહેરનામાના મુસદ્દામાં જણાવાયું છે કે દર 80 ચોરસ મીટરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનું રહેશે અને તેની માવજત કરવાની રહેશે, જેથી 10% પ્લોટ એરિયામાં ટ્રી કવર સુનિશ્ચિત થઇ શકે. તેમાં હયાત વૃક્ષોને પણ ગણતરીમાં લેવાશે.

તદુપરાંત, ઇમારતો, રસ્તા, પાકા વિસ્તારો અને આઉટડોર સેવાઓ માટે સૂચિત વિસ્તારોમાં ઉપરની માટીને મહત્તમ 20 સે.મી.ની ઊંડાઈ સુધી દૂર કરવી જોઈએ અને યોગ્ય રીતે સંગ્રહિત થવી જોઈએ તથા સ્થળ પર વૃક્ષોના વાવેતરમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રોજેક્ટના નિર્માણના તબક્કા દરમિયાન સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની પૂર્વમંજૂરી વિના વેટલેન્ડ્સ અને વોટર બોડીઝ અને ગ્રાઉન્ડ વોટર પર કોઈ બાંધકામને મંજૂરી અપાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...